________________
| પહિતધાર અને તેના દોષો |
(૩૪૫ मू.०- जह चेव उ निक्खित्ते, संजोगा चेव होंति भंगा य ॥
एमेव य पिहियम्मि वि, नाणत्तमिणं तइयभंगे ॥५५९॥ મૂલાર્થ : જે પ્રમાણે નિશિદ્વારમાં સંયોગો અને ભંગી થયા (કહ્યા) છે, તે જ પ્રમાણે આ પિહિતદ્વારમાં પમ જાણવા. તેમાં ત્રીજા ભંગમાં આ પ્રમાણે નાનાપણું છે પપલા.
ટીકાર્થઃ જે પ્રકારે ‘ક્ષિણે' કૃતિ નિક્ષિતદ્વારમાં સચિત્ત, અચિત્ત અને મિશ્રના સંયોગો પૂર્વે કહ્યા છે, તથા જે પ્રકારે સચિત્ત પૃથ્વીકાય સચિત્ત પૃથ્વીકાયની ઉપર નિક્ષિપ્ત (મૂક્યો) એ પ્રમાણે સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ ત્રણ ચતુર્ભગીના ભંગોને વિષે એક એક ભંગમાં છત્રીશ છત્રીશ ભેદો કહ્યા છે. તે સર્વે મળીને ચારસો ને બત્રીશ ભેદો થાય છે, તે જ પ્રમાણે અહીં પણ પિહિતદ્વારને વિષે જાણવા. તે આ પ્રમાણે : પૂર્વની જેમ અહીં પણ ત્રણ ચતુર્ભાગી જાણવી ને એક એક ભંગને વિષે સચિત્ત પૃથ્વીકાય સચિત્ત પૃથ્વીકાય વડે પિહિત (ઢાંકેલુ) ઇત્યાદિ રૂપે કરીને સ્વસ્થાન અને પરસ્થાનને આશ્રયીને છત્રીશ છત્રીશ ભેદો થાય છે, તે સર્વ સંખ્યાએ કરીને ૪૩૨ ભેદો થાય છે. વિશેષ એ કે બીજી અને ત્રીજી ચતુર્ભગીના દરેકના ત્રીજા ભંગમાં અનંતર અને પરંપર માર્ગણાના વિધિમાં નિક્ષિપ્તદ્વારથકી “આ આગળ કહેવાશે તે વિવિધપણું જાણવું. અર્થાત્ નિતિદ્વારમાં જુદે પ્રકારે અનંતર અને પરંપરમાર્ગણા કરી છે, જ્યારે અહીં તો તેથી જુદે પ્રકારે કરાશે. તેમાં સચિત્ત પૃથ્વીકાય વડે અવષ્ટબ્ધ (સ્પર્શ કરાયેલ) જે ખંડકાદિક તે સચિત્તપૃથ્વીકાય અનંતરપિહિત હોય છે, સચિત્ત પૃથ્વીકાય છે ગર્ભમાં જેને એના પિઠરાદિક વડે જે પિહિત તે સચિત્તપૃથ્વીકાય પરંપરપિહિત હોય છે, તથા હિમાદિક વડે અવષ્ટબ્ધ (સ્પર્શિત) જે મોદકાદિક તે સચિત્તઅપ્લાયઅનંતરપિહિત (ઢાંકેલું) છે, અને હિમાદિ છે ગર્ભમાં જેને એવા પિઠરાદિ વડે જે પિહિત તે સચિત્તઅષ્કાયપરંપર પિહિત છે. ||પપ૯ સચિત્ત તેજસ્કાયાદિ વડે પિહિત એવું અનંતર અને પરંપર, બે ગાથા વડે કહે છે : मू.०- अंगारधूवियाई, अणन्तरो सन्तरो सरावाई ॥
तत्थेव अइर वाऊ, परंपरं बत्थिणा पिहिए ॥५६०॥ अइरं फलाइपिहितं वणम्मि इयरं तु छब्बपिठराई ॥
कच्छवसंचाराई, अणन्तराणन्तरे छठे ॥५६१॥ મૂલાર્થ : અંગારધૂપિતાદિક અનંતરપિહિત છે, અને સરાવાદિક સાંતર (પરંપર) પિહિત છે તથા તેને વિષે જે વાયુ સ્પષ્ટ છે તે અનંતર છે, અને બસ્તિ (મશક) વડે પિહિત હોય તે પરંપરા છે. તથા વનસ્પતિકાયને વિષે ફલાદિ વડે સ્પષ્ટ રીતે પિહિત હોય તે અનંતર છે. અને છબ્બક, પિઠર વગેરેમાં રહેલ તે ઇતર (પરંપર) છે. તથા ત્રસકાયના વિષયમાં કચ્છપ અને સંચારાદિક વડે પિહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org