________________
૩૪૪)
| શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ / (ગુણ, કોથળો) કે કુતુપાદિ (કુડલું વગેરે)માં મૂકેલ તે પરંપરા છે. ૫૫૭
ટીકાર્થ: ‘વને વનસ્પતિના વિષયમાં “મનઃનિ' હરિતાદિક ઉપર એટલે સચિત્ત વ્રીહિકા (શાળ) વગેરે ઉપર આંતર વિના મૂકેલ અpપાદિક (માલપૂડો, કણક, પોંક, તંદુલાદિ) એ શેષ (અધ્યાહાર) છે, અને હરિતાદિક (સચિત્ત વનસ્પતિ, શાળ, જુવાર, બાજરી, ગોધૂમ, મગ, માણાદિક) ની જ ઉપર રહેલ પિઠરાદિકને વિષે નાખેલા અપૂપાદિક તે પરંપરનિશ્ચિત છે. તથા વૃષભાદિકની પીઠ ઉપર આંતરારહિત મૂકેલા જે અપૂપાદિક તે ત્રસને વિષે અનંતરનિશ્ચિત છે, અને વૃષભાદિકની પીઠ ઉપર જ ભરક (ગુણ કોથળા) ને વિષે કે કુત્પાદિક (કુડલાં-ગાડવા આદિ) ભાજનને વિષે મૂકેલા મોદકાદિ પરંપરનિશ્ચિત કહેવાય છે. અહીં સર્વત્ર જે અનંતરનિશ્ચિત હોય તે ગ્રહણ કરવા લાયક નથી. કેમકે સચિત્તનો સંઘટ્ટ (સ્પર્શ) વગેરે દોષનો સંભવ છે. અને પરંપરનિક્ષિપ્ત હોય તે સચિત્તના સંઘટ્ટાદિકનો ત્યાગ કરવા વડે યતનાપૂર્વક ગ્રહણ કરવા લાયક છે. એવો સંપ્રદાય છે. પપળા નિલિતદાર કહ્યું. હવે પિહિત નામનું (૪) દ્વાર કહે છે : મૂ૦- વ્રત્તે ત્રિ, મીસ વહિયંમ સો વરમો .
आइतिगे पडिसेहो, चरिमे भंगमि भयणा उ ॥५५८॥ મૂલાર્થ સચિત્ત, અચિત્ત અને મિશ્ર વડે પિહિતને આશ્રયીને ચતુર્ભગી થાય છે. તેમાં પહેલાં ત્રણને વિષે પ્રતિષેધ છે, અને છેલ્લા ભંગને વિષે ભજના છે. પ૫૮
ટીકાર્થ : અહીં ‘વિરે' ઇત્યાદિ (ત્રણે શબ્દોમાં સપ્તમી વિભક્તિ તૃતીયાના અર્થમાં લખી છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર વડે પિહિતને વિષે ચતુર્ભગી થાય છે. અહીં જાતિમાં એકવચન છે, તેથી ત્રણ ચતુર્ભગી થાય છે એમ જાણવું. તેમાં પહેલી સચિત્ત અને મિશ્રપદ વડે. બીજી સચિત્ત અને અચિત્તપદ વડે અને ત્રીજી મિશ્ર અને અચિત્ત પદ વડે ચતુર્ભગી થાય છે. તેમાં (૧) સચિત્ત વડે સચિત્ત પિહિત, મિશ્ર વડે સચિત્ત (પિહિત), સચિત્ત વડે મિશ્ર (પિહિત) અને મિશ્ર વડે મિશ્ર (પિહિત). એ પહેલી ચતુર્ભગી તથા (૨) સચિત્ત વડે સચિત્ત પિહિત, અચિત્ત વડે સચિત્ત, સચિત્ત વડે અચિત્ત અન અચિત્ત વડે અચિત્ત (પિહિત) એ બીજી ચતુર્ભગી. તથા (૩) મિશ્ર વડે મિશ્ર પિહિત. મિશ્ર વડે અચિત્ત, અચિત્ત વડે મિશ્ર અને અચિત્ત વડે અચિત્ત (પિહિત) એ ત્રીજી ચતુર્ભગી થઈ. તેમાં ગાથાને અંતે “તુ' શબ્દ છે તેથી પહેલી ચતુર્ભગીમાં સર્વ ભંગોને વિષે ન કલ્પે, પરંતુ બીજી અને ત્રીજી ચતુર્ભાગીને વિષે તો દરેકના પહેલા-પહેલા ત્રણ ભંગને વિષે ન કલ્પ, એવો અર્થ જાણવો, અને છેલ્લા ભંગને વિષે તો ભજના જાણવી. તે (ભજના) “Tહારુ ત્ય' (પ૬૨) ગાથા વડે પોતે જ કહેશે. ll૫૫૮ll
હવે ત્રણ ચતુર્ભગીના વિષયવાળા અવાંતરભંગ કહેવામાં ભલામણ કરે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org