________________
૩૪૦)
II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ હવે ‘વંતોતિને વનયાપ' એ (૫૪૯ ગાથાના અંતિમ) અવયવની વ્યાખ્યા કરે છે ? मू.०- पासोलित्तकडाहे, परिसाडी नत्थि तं पि य विसालं ॥
सो वि य अचिरच्छूढो, उच्छुरसो नाइउसिणो य ॥५५२।। મૂલાર્થ ? તે કટાહ ચારે પડખે લીંપેલ હોય, રસનું પરિશાટન થતું ન હોય, તે કટાહ પણ વિશાળ હોય, તે ઇશુરસ પણ તરત જ નાંખેલ હોય, અને અતિ ઉષ્ણ ન હોય, તો તે કહ્યું છે //૫૫૨ી.
ટીકાર્થ અહીં ’ એટલે જો એ શબ્દનો સર્વત્ર અધ્યાહાર કરવો. તેથી કરીને જો ‘ટાદ પિઠર વિશેષ (કડાઈ) ચોતરફના પડખા માટી વડે લીંપેલ હોય, અને દેવાતો અક્ષરસ જો પરિશાટન થતો ન હોય (બિંદુ પડતા ન હોય) વળી તે કટાહ રૂપ ભાજન પણ જો ‘વિરાતિ' (વિશાળ) (પહોળાં) મુખવાળું હોય, અને તે ઇશુરસ પણ જો તરતનો નાંખેલ હોય, અને જો અતિ ઉષ્ણ ન હોય, તો તે દેવાતો ઈશ્કરસ કહ્યું છે. અહીં જો દેવતા અક્ષરસનું બિંદુ કોઈપણ પ્રકારે બહાર પડે, તો તે (ભાજનને કરેલા માટીના) લેપને વિષે જ પડે, પણ ચૂલાની મધ્યે રહેલા તેજસ્કાયને વિષે પડે નહિ. તેથી પડખે લીંપેલ હોય એવું કટાહનું વિશેષણ કહ્યું છે. તથા વિશાળ મુખવાળાં પાત્રમાંથી ખેંચાતો ઉદંચન (કમંડળ, ડોયો વગેરે) પિઠરને કર્ણો (અંદરના ભાગમાં કાઠે) લાગે નહિ. (અફળાય નહિ), તેથી પિઠરનો ભંગ થાય નહિ અને તેથી તેજસ્કાયની વિરાધના (પણ) થાય નહિ. તે માટે વિશાળ શબ્દ લખ્યો છે. અતિઉષ્ણ ન હોય તેને ગ્રહણ કરવાનું કારણ પોતે જ કહેશે. //પપરા હવે ઉદકને આશ્રયીને વિશેષ કહે છે : मू.०- उसिणोदगं पि घेप्पइ, गुडरसपरिणामियं अणच्चुसिणं ॥
जं च अघट्टियकन्नं, घट्टियपडणम्मि मा अग्गी ॥५५३॥ મૂલાર્થ ઉષ્ણોદક પણ ગુડરસથી પરિણામ પામેલું અતિ ઉષ્ણ ન હોય તો પણ કહ્યું છે. તથા વળી જે પિઠરના કર્ણ ઘસાયા વિના અપાય તે કહ્યું છે. કેમકે-ઘસાવાથી લેપ કે જળના પડવાથી અગ્નિની વિરાધના ન થાઓ માટે. //૫૫૩
ટીકાર્થઃ ઉષ્ણોદક પણ ગુડરસથી પરિણામ પામેલું અને અતિ ઉષ્ણ ન હોય તો પણ તે કલ્પ છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે કે – જે કટાહમાં પહેલાં ગોળ ઉકાળ્યો હોય તેમાં નાંખેલું જળ કાંઈક તપ્યું હોય તો પણ કટાહમાં સંસક્ત (પ્રથમથી દાઝી રહેલ) ગુડરસ વડે મિશ્ર થવાથી તત્કાળ અચિત્ત થાય છે. તેથી તે અતિ ઉષ્ણ ન હોય તો પણ કહ્યું છે. અહીં પણ (ઉપર કહ્યા પ્રમાણે) પડખે લીંપેલા કટાહમાં રહેલું અને પરિપાટી વિનાનું એ બે વિશેષણ કહ્યા નથી, તો પણ સમજવા, તથા યકૃિતળ” જે જળ દેવાતે સતે (આપતી વખતે) પિઠરના બંને કર્ણ (કાંઠા) પ્રવેશ કરતા અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org