________________
॥ સાત પ્રકારના અગ્નિનું વર્ણન ॥
(૩૩૯
મૂલાર્થ : વિદ્યાત, મુર્મુર, ઇંગાલ, અપ્રાપ્ત, સમવાલ અને વ્યુત્ક્રાંત એમ સાત પ્રકારનો અગ્નિ છે. તે બે પ્રકારે છે, તેમાં લિંપેલાં યંત્રને વિષે યતનાએ ગ્રહણ કરાય છે. ૫૪૯॥
ટીકાર્થ : અહીં અગ્નિ સાત પ્રકારે છે, આ પ્રમાણે ૧-વિધ્યાત, ૨-મુર્મુર, ૩-અંગાર, ૪અપ્રાપ્ત, પ-પ્રાપ્ત, ૬-સમજ્વાલ અને ૭-વ્યુત્ક્રાંત : તેમાં જે-૧ પ્રથમ સ્પષ્ટ રીતે ન દેખાતો હોય અને પછી ઇંધન નાખવાથી વૃદ્ધિ પામતો સતો સ્પષ્ટ દેખાય તે વિદ્યાત કહેવાય છે. ૨- કાંઈક પીળા અને અર્ધા બુઝાઈ (ઓલાઈ) ગયેલા જે અગ્નિના કણીયા તે મુર્મુર કહેવાય છે, ૩-જવાળારહિત જે અગ્નિ તે અંગાર કહેવાય છે, ૪-ચૂલા ઉપર સ્થાપન કરેલ પિઠર (વાસણ)ને જે જ્વાળા વડે સ્પર્શ કરતો ન હોય તે અપ્રાપ્ત કહેવાય છે. ૫-જ્વાળા વડે પિઠરના બુઘ્ન (તળીયાં)ને વિષે જે સ્પર્શ કરે તે પ્રાપ્ત કહેવાય છે. ૬-પિઠરના બુઘ્ન (તળીયા) થી ઉપર કર્મ (વાસણના કાંઠા) સુધી જ્વાળા વડે જે સ્પર્શ કરે તે સમજ્વાલ કહેવાય છે અને ૭-જેની જ્વાળા પિઠરના કર્ણ (કાંઠા)થી પણ ઉપર (ઉંચે) જાય તે વ્યુત્ક્રાંત કહેવાય છે. આ સાતેય ભેદ તેજસ્કાયના છે. તે દરેક ભેદને વિષે બબ્બે પ્રકાર છે. તે આ પ્રમાણે - અનંતરનિક્ષિપ્ત અને પરંપરનિક્ષિપ્ત, તેમાં વિધ્યાતાદિકરૂપ અગ્નિ ઉપર મંડકાદિક મુક્યા હોય તો તે અનંતરનિક્ષિપ્ત કહેવાય છે, અને તે અગ્નિની ઉપર સ્થાપન કરેલ પિઠરાદિકને વિષે મૂકેલ હોય તે પરંપરનિક્ષિપ્ત કહેવાય છે. તેમાં સાતે ભેદોમાંથી કોઈપણ ભેદને આશ્રયીને ‘ચન્ને’ ઇક્ષુરસ પકાવવાના કટાહ (કડાઈ) વગેરે ‘અત્તિપ્તે' માટીથી ખરડાયેલ (લીંપેલ) હોયે સતે યતના વડે એટલે બિંદુના પડવા વિના ઇક્ષરસનું ગ્રહણ કલ્પે છે. ૫૪૯લા
હવે આ જ ગાથાનું વિવરણ કરતા સતા પ્રથમ વિદ્યાતાદિના સ્વરૂપને બે ગાથા વડે કહે છે : मू. ०- विज्झाउ त्ति न दीसइ, अग्गी दीसेड़ इंधणे छूढे ॥ आपिंगल अगणिकणा, मुम्मुर निज्जाल इंगाले ॥५५० ॥
अप्पत्ता उ चउत्थे, जाला पिढरं तु पंचमे पत्ता ॥ छट्ठे पुण कण्णसमा, जाला समइच्छिया चरिमे ॥५५१ ॥
મૂલાર્થ : અગ્નિ સ્પષ્ટ દેખાતો ન હોય, પણ ઇંધન નાંખવાથી દેખાય તેવો હોય તો તે વિધ્યાત કહેવાય છે, કાંઈક પીળા અગ્નિનાકણીયા તે મુર્મુર કહેવાય છે, જ્વાળા રહિત અંગાર કહેવાય છે. ।।૫૫ના પિઠર સુધી જ્વાલા પ્રાપ્ત થઈ ન હોય તે ચોથા અપ્રાપ્ત ભેદમાં, અને પ્રાપ્ત થઈ હોય તો તે પાંચમા ભેદમાં જાણવું, છઠ્ઠા ભેદમાં કર્ણ સુધી જ્વાળા જાય તે, અને છેલ્લા ભેદમાં કર્ણથી પણ ઉપર અધિક જ્વાળા જાય તે. ।।૫૫૧
ન
ટીકાર્થ : અર્થ સુગમ છે. વિશેષ એ કે ‘અપ્પત્તા ૩ પત્યે નાના કૃતિ' ચોથા અપ્રાપ્ત નામના ભેદને વિષે પિઠરને નહિ પામેલી જ્વાળા જાણવી, એ જ પ્રમાણે અન્ય સ્થાને પણ અર્થ કરવો. ||૫૫૦-૫૫૧॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org