________________
છે “પાર્થવલિતકટાહ આદિ ભંગસ્થાપના યંત્ર છે
(૩૪૧ બહાર નીકળતા ઉદંચન (કમંડળ, ડોયો વગેરે) વડે અથડાતા ન હોય, તો તે દેવાતું જળ કહ્યું છે. તે માટે કહે છે કે – “પટ્ટિયપsifમ મા મન' પ્રવેશ કરતા કે - નીકળતા ઉદંચન વડે (વાસણની અંદર નાખતાં કે બહાર કાઢતાં કમંડળ કે ડોયો વડે) પિઠરના કર્ણ (ચૂલ્લી ઉપર ચઢાવેલ ભાજનના કાંઠે) અથડાતે સતે લેપ (બહારથી વાસણ ફરતો કરેલ કટવાલો) કે ઉદકના પડવાથી અગ્નિની વિરાધના ન થાઓ, એટલા માટે (‘મટ્ટિત” એ વિશેષણ જાણવું.) આ કહેવા વડે આગળ કહેવાશે એવા સોળ ભંગોની મધ્યેનો પહેલો ભંગ દેખાડ્યો. //પપશા. હવે તે જ સોળ ભંગ દેખાડે છે : मू.०- पासोलित्तकडाहेऽनच्चुसिणे अपरिसाडऽघटते ॥
सोलस भंगविगप्पा, पढमेऽणुन्ना न सेसेसु ॥५५४॥ મૂલાર્થ : પાર્થ (ચોમેર પડખે) લીંપેટ કટાહ, અનતિઉષ્ણ ઇરસ, અપરિપાટ અને અઘટ્ટત, આ ચાર પદ વડે સોળ ભંગ થાય છે. તેમાં પહેલા ભંગમાં અનુજ્ઞા છે. શેષ ભંગોમાં અનુજ્ઞા નથી. I૫૫૪
ટીકાર્થઃ ૧-પાર્ષાવલિત કટાહ. ૨- દેવાતો ઇશુરસાદિ અનતિ ઉષ્ણ, ૩-અપરિશાટિ એટલે પરિશાટિ (વેરાવા-ઢોળાવા આદિ)નો અભાવ તથા ૪-“ગપટ્ટ' ઉદંચન વડે પિઠરના કર્ણનું ઘટ્ટન (આસ્ફાલન) થતું ન હોય. આ પ્રમાણે ચાર પદોને આશ્રયીને સોળ ભંગ થાય છે. //૫૫૪ ભંગો લાવવાને માટે આ ગાથા છે. मू.०- पयसमदुगअब्भासे, भाणं भंगाण तेसिमा रयणा ॥
एगन्तरियं लहुगुरु, दुगुणा दुगुणा य वामेसु ॥५५५॥ મૂલાર્થ: પદની જેટલા દ્વિક સ્થાપવા, તેનો અભ્યાસ કરવાથી (ગુણવાથી) ભંગોનું માન થાય છે. તેની રચના આ પ્રમાણે (ઊભી પંક્તિએ ૧૬ સુધી) એક આંતરાવાળા (પ્રથમ) લઘુ (તેની નીચે) ગુરુ (એમ લઘુ-ગુરુ) મૂકવા. પછી ડાબી બાજુ બમણા બમણા લઘુ ગુરુ મૂકવા. //પપપી
ટીકાર્થઃ અહીં જેટલા પદોના ભંગો લાવવાની ઇચ્છા હોય તેટલા દ્વિક ઉપર અને નીચે એવા ક્રમ વડે સ્થાપન કરવા. પછી તેમનો અભ્યાસ યથાક્રમ ગુણાકાર) કરે સતે છેલ્લા દ્વિકમાં જે (અંક) આવે, તે ભંગોનું ‘મન’ પ્રમાણ જાણવું, તે આ પ્રમાણે : અહીં (ગાથા ૫૫૪માં કહેલા ૧-પાણો. ૨- અનુવું. રૂ-પરિ૦ અને ૪-અદ્વૈત એ) ચાર પદના ભંગ લાવવાને ઇષ્ટ છે. તેથી ચાર દ્વિક ઉપર નીચેના ક્રમ વડે સ્થાપન કરવા. પછી પહેલા દ્રિકને બીજા દ્રિક વડે ગુણવો, ત્યારે ચાર થયા, તે ચાર વડે ત્રીજો દ્વિક ગુણવો એટલે આઠ થયા, તે આઠ વડે પણ ચોથો દ્વિક ગુણવો ત્યારે સોળ થયા. આટલા (સોળ) ચાર પદના ભંગ થાય છે. વળી તે ભંગોની રચના આ પ્રમાણે કરવી. પહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org