________________
|| અષ્કાયાશ્રિત અનંતર-પરંપર નિશ્ચિત છે.
(૩૩૭
ત્યારે તેની જે બે ચતુર્ભગી પૂર્વે કહી છે, તેમાં પણ દરેક ચતુર્ભગીના એક સો ગુમાલીશ ભંગ થાય છે, તે સર્વે મળીને ચારસો બત્રીશ (૪૩૨) ભંગ થાય છે. //પ૪૪ll
નિક્ષેપના ભેદ કહ્યા. હવે આ જ નિક્ષેપની પૂર્વે કહેલી ત્રણ ચતુર્ભાગીને આશ્રયીને કથ્ય અકથ્યના વિધિને કહે છે : मू.०- जत्थ उ सचित्तमीसे, चउभंगो तत्त्थ चउसु वि अगिज्झं ॥
तं तु अणंतर इयरं, परित्तऽणंतं च वणकाए ॥५४५॥ મૂલાર્થ : જે નિક્ષેપમાં સચિન અને મિશ્રને આશ્રીને ચતુર્ભગી કહી છે. તેમાં ચારે ભંગને વિષે તે અનંતર અને ઇતર (પરંપર) તથા પરિત્ત (પ્રત્યેક) અને અનંત વનસ્પતિ એ સર્વ અગ્રાહ્ય છે. //પ૪પી.
ટીકાર્થ ? જે નિક્ષેપને વિષે સચિત્ત અને મિશ્રને આશ્રીને ચતુર્ભગી થાય છે અર્થાત્ પહેલી ચતુર્ભાગી થાય છે, તેમાં ચારે ભંગને વિષે તથા ‘' શબ્દથી બીજી અને ત્રીજી ચતુર્ભગીના પણ પહેલા ત્રણ ભંગને વિષે વર્તતું અનંતર અને પરંપર વનસ્પતિને વિષે પ્રત્યેક કે અનંત આ સર્વ અગ્રાહ્ય છે. સામર્થ્યથકી બીજી અને ત્રીજી ચતુર્ભગીના ચોથા ભંગને વિષે વર્તતું ગ્રાહ્ય છે. કેમકેતે લેવામાં દોષ નથી. ૫૪પા
હવે સચિત્તાદિક ત્રણે વડે પણ મતાંતરે કરીને એક જ ચતુર્ભગીને તથા કમ્પ્રાકટ્ય વિધિને દેખાડે છે : मू.०- अहव ण सचित्तमीसो उ, एगओ एगओ उ अच्चित्तो ॥
एत्थं चउक्कभेओ, तत्थाइतिए कहा नत्थि ॥५४६॥ મૂલાર્થ અથવા તો અહીં ચતુર્ભાગી જૂદી રીતે થાય છે. તેમાં એક પક્ષમાં સચિત્તમિશ્ર અને એક પક્ષમાં અચિત્ત. તેમાં પહેલાં ત્રણ ભંગમાં ગ્રહણની વાત જ નથી. પ૪૬ll
ટીકાર્થ: ‘અથવા' એ શબ્દ બીજા પ્રકારને જણાવનાર છે, ‘’ એ શબ્દ વાક્યના અલંકાર માટે છે. અહીં પ્રતિપક્ષપોપચારે' પ્રતિપક્ષ પદને આશ્રયીને ચતુર્ભાગી થાય છે. તેમાં એક પક્ષમાં સચિત્ત અને મિશ્ર તથા એક પક્ષમાં અચિત્ત. પછી પૂર્વના ક્રમ વડે ચતુર્ભાગી થાય છે, તે આ પ્રમાણે – સચિત્તને વિષે સચિત્તમિશ્ર, અચિત્તને વિષે સચિત્તમિશ્ર, સચિત્તમિશ્રને વિષે અચિત્ત અને અચિત્તને વિષે અચિત્ત' અહીં પણ પ્રથમની જેમ એક એક ભંગમાં પૃથ્વી, અપુ, તેજસ, વાયુ, વનસ્પતિ અને ત્રસના ભેદથી છત્રીશ છત્રીશ ભેદો થાય છે. તેથી કુલ એકસો ગુમાલીશ ભંગ થાય છે. તેમાં ‘માિિત્ર પહેલા ત્રણ ભંગમાં ‘ઋથા નાતિ' ગ્રહણ કરવાની વાત જ નથી. અને સામર્થ્યથી ચોથા ભંગને વિષે કહ્યું છે પદો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org