________________
ને પૃથ્વીકાયાશ્રિત અનંતર-પરંપર નિશ્ચિત છે
(૩૩૫ પરંપર. તેમાં અનંતર એટલે વ્યવધાન (આંતરા) વિના અને પરંપર એટલે વ્યવધાન સહિત જેમ કે – સચિત્તપૃથ્વીકાય ઉપર સ્થાનિકા (થાળી) અને તેના ઉપર દેવા લાયક વસ્તુ મૂકી હોય તે અહીં પરિહાર્ય અને અપરિહાર્યના વિભાગ વિના સામાન્યથી સચિત્ત અચિત્ત અને મિશ્રરૂપ ભેદ વડે કરીને નિક્ષિપ્ત ત્રણ પ્રકારે છે, અને તેમાં ત્રણ ચતુર્ભગી છે, તે આ પ્રમાણે – ૧-સચિત્તને વિષે સચિત્ત, ર-મિશ્રને વિષે સચિત્ત, ૩. સચિત્તને વિષે મિશ્ર અને ૪-મિશ્રને વિષે મિશ્ર. આ એક ચતુર્ભાગી થઈ. તથા ૧- સચિત્તને વિષે સચિત્ત, ૨-અચિત્તને વિષે સચિત્ત, ૩-સચિત્તને વિષે અચિત્ત અને અચિત્તને વિષે અચિત્ત, આ બીજી ચતુર્ભાગી થઈ. તથા ૧-મિશ્રને વિષે મિશ્ર, ર-અચિત્તને વિષે મિશ્ર, ૩મિશ્રને વિષે અચિત્ત, અને ૪- અચિત્તને વિષે અચિત્ત. આ ત્રીજી ચતુર્ભગી થઈ. હવે અહીં જ અનંતર અને પરંપરના વિભાગને કહે છે : मू.०- पुढवी आउक्काए, तेऊ वाउवणस्सइतसाणं ॥
एक्केक दुहाणंतर, परंपरगणिम्मि सत्तविहो ॥५४१॥ મૂલાર્થ પૃથ્વી, અષ્કાય, તેજસ્, વાયુ, વનસ્પતિ અને ત્રસ, એ એક એકના બે પ્રકાર છે : અનંતર અને પરંપર, તેમાં અગ્નિકાયને વિશે સાત પ્રકાર છે. પ૪૧il
ટીકાર્થઃ પૃથિવી, અપુ, તેજસ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય સચિત્ત હોય તો તે દરેકનો સચિત્ત પૃથિવ્યાદિકને વિષે નિક્ષેપ સંભવે છે. તેમાં પૃથ્વીકાયનો નિક્ષેપ છ પ્રકારે છે. તે આ પ્રમાણે ૧-પૃથ્વીકાયનો પૃથ્વીકાયને વિષે નિક્ષેપ એ પહેલો ભેદ, ૨-પૃથ્વીકાયનો અખાયને વિષે નિક્ષેપ એ બીજો ભેદ, ૩-પૃથ્વીકાયનો તેજસકાયને વિષે નિક્ષેપ એ ત્રીજો ભેદ, ૪-પૃથ્વીકાયનો વાયુકાયને વિષે એ ચોથો ભેદ, પ-પૃથ્વીકાયનો વનસ્પતિકાયને વિષે એ પાંચમો ભેદ, અને ૬-પૃથ્વીકાયનો ત્રસકાયને વિષે નિક્ષેપ તે છઠ્ઠો ભેદએ જ પ્રમાણે અપકાયાદિક દરેકનો પણ નિક્ષેપ છ પ્રકારે જાણવો. સર્વ મળીને ૩૬ ભંગ થાય છે, તે દરેક ભેદ બે પ્રકારે છે, તે આ પ્રમાણે – અનંતર (નિક્ષેપ) અને પરંપર (નિક્ષેપ) અનંતર અને પરંપરાની વ્યાખ્યા પૂર્વે કરી ગયા છીએ, કેવલ અગ્નિકાયને વિષે પૃથિવ્યાદિકનો નિક્ષેપ સાત પ્રકારે છે, અને તે ગ્રંથકાર પોતે જ આગળ કહેશે. ૫૪૧ હવે પૃથ્વીકાયને વિષે પહેલાં જે છ પ્રકારનો નિક્ષેપ કહ્યો, તેને સૂત્રકાર સાક્ષાત દેખાડે છે. मू.०- सच्चित्त पुढवीकाए, सच्चित्तो चेव पुढविनिक्खित्तो ॥
आउतेउवणस्सइ-समीरणतसेसु एमेव ॥५४२॥ મૂલાર્થ: સચિત્ત પૃથ્વીકાયને વિષે સચિત્ત પૃથ્વીકાય નાંખ્યો, એ જ પ્રમાણે અપૂતેજસુ, વનસ્પતિ, વાયુ અને ત્રસકાયને વિષે જાણવું. //પ૪રા
ટીકાર્થ : સચિત્ત પૃથ્વીકાયને વિષે સચિત્ત પૃથ્વીકાયનો નિક્ષેપ કર્યો “વમેવ' એ જ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org