________________
૧૪)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. મૂલાર્થ : જ્યારે એક જ અક્ષાદિક સ્થાપન કરાય ત્યારે તે પિંડસ્થાપના અસદ્ભાવને વિષે કહેવાય છે. અને જ્યારે ત્રણ અક્ષાદિકની સ્થાપના કરાય ત્યારે તે પિંડસ્થાપના સદ્ભાવને વિષે હોય છે. તથા જ્યારે ચિત્રોને વિષે એક બિંદુ ઓળખવા વડે પિંડસ્થાપના કરાય ત્યારે તે અસદૂભાવને વિષે કહેવાય છે. અને જ્યારે કાઇ, લેપ્ય કે પથ્થરને વિષે સ્થાપન કરાય ત્યારે ઇતર (સદ્ભાવ) કહેવાય છે. શા.
ટીકાર્થ : જ્યારે એક જ અક્ષ, વરાટક કે અંગુલીયક – વીંટી વગેરેને પિંડરૂપે સ્થાપન કરાય ત્યારે તે પિંડસ્થાપના - “કસાવે' અસદ્ભાવના વિષયવાળી કહેવાય છે. એટલે કે અસદ્ભાવવાળી કહેવાય છે, કેમ કે – તેમાં પિંડની આકૃતિ દેખાતી નથી, અને અક્ષાદિકમાં રહેલા પરમાણુઓના સમૂહની અવિવેક્ષા છે – વિવક્ષા કરી નથી. પરંતુ જ્યારે ત્રણ અક્ષ, ત્રણ વરાટક કે ત્રણ અંગુલીયક વગેરેનો પરસ્પર એકત્ર સંશ્લેષ કરવા વડે પિંડપણે સ્થાપન કરાય ત્યારે તે પિંડસ્થાપના “સદ્ધાવે' સદ્ભાવના વિષયવાળી કહેવાય છે, કેમ કે – તેમાં પિંડના આકારની પ્રાપ્તિ થાય છે. અહીં વિખ્યું ત્રયાણ' એટલે ત્રણની સંખ્યા લખી છે તે ઉપલક્ષણથી જાણવી. તેથી બે અથવા ઘણા અક્ષાદિકનો પણ સંશ્લેષ જાણવો. અર્થાત્ બે અથવા ત્રણથી વધારે અક્ષાદિકના સમૂહની પણ પિંડસ્થાપના સભાવના વિષયવાળી કહેવાય. તથા ‘વિપુ' ચિત્રકર્મને વિષે જ્યારે એક બિંદુના ઓળખ વડે પિંડસ્થાપના કરાય ત્યારે તે પણ અસદ્ભાવને વિષે જાણવી. પરંતુ જયારે ચિત્રકર્મને વિષે પણ અનેક બિંદુનો સંગ્લેષ આળેખવા વડે ઘણાં દ્રવ્યોના સમૂહરૂપ પિંડસ્થાપના કરાય, ત્યારે તે સદ્દભાવ
સ્થાપનાપિંડ કહેવાય છે, કેમ કે તેમાં પિંડની આકૃતિ જોવામાં આવે છે તથા કાષ્ટ, લેપ્ય કે પથ્થરને વિષે પિંડની આકૃતિ કરવા વડે જે પિંડની સ્થાપના કરાય છે, તે ‘ફતર:' બીજો એટલે કે – સદ્ભાવના વિષયવાળો સ્થાપનાપિંડ કહેવાય છે, કેમ કે તેમાં પિંડનો આકાર જોવામાં આવે છે. llણા (ભાષ્ય)
આ પ્રમાણે સ્થાપનાપિંડ કહ્યો. હવે દ્રવ્યપિંડનો અવસર આવ્યો. તે દ્રવ્યપિંડ બે પ્રકારે છે. આગમથી અને નોઆગમથી, તેમાં જે પિંડ શબ્દના અર્થને જાણનાર હોય, પણ તેમાં ઉપયોગવાળો ન હોય, તે આગમથી દ્રવ્યપિંડ કહેવાય છે, કેમકે “અનુપયો દ્રવ્યમ્' જે ઉપયો રહિત હોય તે દ્રવ્ય કહેવાય છે. એવું શાસ્ત્ર વચન છે. તથા નોઆગમથી દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણેજ્ઞશરીરદ્રવ્યપિંડ, ભવ્ય શરીરદ્રવ્યપિંડ અને જ્ઞશરીર તથા ભવ્યશરીરથી રહિત દ્રવ્યપિંડ. તેમાં પિંડ શબ્દના અર્થને જાણનારનું સિદ્ધશિલાતલાદિકમાં રહેલું જીવરહિત જે શરીર તે ભૂતકાળે પિંડ શબ્દના અર્થના જ્ઞાનનું કારણ હોવાથી જ્ઞશરીરદ્રવ્યપિંડ કહેવાય છે. વળી જે બાલક હમણાં પિંડ શબ્દના અર્થને જાણતો નથી, પરંતુ ભવિષ્યકાળે વૃદ્ધિ પામતા તે જ શરીર વડે કરીને અવશ્ય જાણશે, તે (બાળક) ભાવિ થવાના) પિંડ શબ્દાર્થના જ્ઞાનનું કારણ હોવાથી ભવ્યશરીરદ્રવ્યપિંડ કહેવાય છે. હવે જ્ઞશરીર તથા ભવ્ય શરીર રહિત દ્રવ્યપિંડને નિયુક્તિકાર કહે છે -
मू.०- तिविहो उ दव्वपिंडो, सच्चित्तो मीसओ अचित्तो य ॥
एक्किक्कस्स य एत्तो, नव नव भेआ उ पत्तेयं ॥८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org