________________
| સ્થાપનાપિંડની વ્યાખ્યા !
अक्खे वराडए वा, कुढे पुत्थे व चित्तकम्मे वा ॥
सब्भावमसब्भावं, ठवणापिंडं वियाणादि ॥७॥ મૂલાઈ પાસા - ચંદકને વિષે, કોડાને વિષે, કાષ્ઠને વિષે, ઢીંગલી-પૂતળાને વિષે કે ચિત્રકર્મને વિષે (સ્થાપના કરાય, તે) સદ્ભાવ કે અભાવસ્થાપનાપિંડને તું જાણ. IIળા
ટીકાર્થ : સની જેમ એટલે વિદ્યમાનની જેમ જે હોવાપણું તે સત્તા એટલે સદૂભાવ (વિદ્યમાનપણું-છતાંપણું) કહેવાય છે. આમ કહેવાથી શું કહ્યું? તે કહે છે – સ્થાપના કરાતા એવા ઈન્દ્ર વગેરેના યોગ્ય એવા અંગ, ઉપાંગ, ચિત્ર, વાહન, હથીઆર વગેરે પરિકર (પરિવાર-સમૂહ) રૂપ જે આકારવિશેષ, કે જેને જોવાથી જાણે સાક્ષાત્ વિદ્યમાન હોય એવા ઇંદ્રાદિક દેખાતા હોય તે સદ્દભાવ કહેવાય છે અને તેનો સદ્દભાવનો) જે અભાવ તે અસદ્ભાવ કહેવાય છે. તેમાં સદ્ભાવ અને અસદ્ભાવને આશ્રીને ‘' ચંદનકને વિષે “વરીટ કપર્દ એટલે કોડાને વિષે, અહીં ‘વા' શબ્દ લખ્યો છે તે અંગુલીયક (વીંટી) વગેરેના સમુચ્ચય માટે લખ્યો છે. આ બન્ને ઠેકાણે જાતિને વિષે-જાતિને આશ્રીને એકવચન લખ્યું છે. તથા ‘ાણે લાકડાને વિષે અથવા “પુસ્તે’ ઢીંગલી-પૂતળા વગેરેને વિષે, અહીં “વા' શબ્દ, લેપ્ય અને પથ્થર વગેરેના સમુચ્ચયને વિષે વર્તે છે, અથવા ચિત્રકર્મને વિષે જે પિંડની સ્થાપના તે અક્ષાદિક અથવા કાષ્ઠાદિકને વિષે કરેલો આકારવિશેય પિંડરૂપે સ્થાપન કરાતો સતી સ્થાપનાપિંડ કહેવાય છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે જાણવો – જ્યારે કાઇ, લેખ, પથ્થર કે ચિત્રકર્મને વિષે ઘણાં દ્રવ્યોના સંશ્લેષ (મેળાપ) રૂપ પિંડનો આકાર જાણે સાક્ષાત વિદ્યમાન હોય તેવો આળેખાય છે. અથવા ઘણા અક્ષો, કપર્દી, અંગુલીયકો વગેરે એકત્ર સંશ્લેષ કરીને પિંડપણે સ્થાપન કરાય, કે જેમ આ પિંડ સ્થાપન કર્યો છે એમ સ્થાપન કરાય) ત્યારે તેમાં પિંડના આકારનું જાણવાપણું (દેખાવપણું) હોવાથી સર્ભાવથી પિંડસ્થાનના કહેવાય છે, પરંતુ
જ્યારે એક અક્ષ, વરાટક કે વીંટીને વિષે પિંડપણે સ્થાપના એટલે કે – આ પિંડ મેં સ્થાપ્યો છે એમ ધાર્યું હોય ત્યારે તેમાં એક જ અક્ષાદિકમાં) પિંડના આકારની પ્રાપ્તિ થતી નહિ હોવાથી અને તે અક્ષાદિમાં રહેલા પરમાણુસમૂહની વિવફા નહિ હોવાથી તે અસદુભાવથી પિંડસ્થાપના કહેવાય છે. ચિત્રકર્મને વિષે પણ જ્યારે એક બિંદુ આળેખવા વડે કરીને “પિંડસ્થાપના” એટલે કે જેમ “આ મેં પિંડ આળેખ્યો છે' એવી વિવક્ષા કરાય ત્યારે ઘણાં દ્રવ્યોના સંશ્લેષનો આકાર નહિ દેખાવાથી તે અસદ્ભાવથી પિંડસ્થાનના કહેવાય છે. વળી જયારે એક બિંદુના આલેખનને વિષે પણ “આ મેં ગોળનો પિંડ, ઓદનનો પિંડ કે સાથવાનો પિંડ આળેખ્યો છે.' એવી વિવક્ષા કરી હોય ત્યારે સદ્ભાવથી પિંડસ્થાપના કહેવાય છે.//ળા હવે આ જ સદ્ભાવ અને અસદ્દભાવ સ્થાપનાના વિભાગને ભાષ્યકાર દેખાડે છે.
इक्को उ असब्भावे, तिण्हं ठवणा उ होइ सब्भावे ॥ ચિત્તે સદમાવે, રાત્રેuોવલ્લેસિયો હા (મા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org