________________
૧૨).
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | તે વિષે ભાષ્યકાર કહે છે :
तुल्लेऽवि अभिप्याए, समयपसिद्धं न गिण्हए लोओ ॥
કં પુ નો સિદ્ધ, તે સામફયા ૩વરાંતિ દ્દા (માધ્ય) મૂલાર્થ : અભિપ્રાય તુલ્ય છતાં પણ સમયપ્રસિદ્ધ નામને સામાન્ય લોક ગ્રહણ કરતો નથી. વળી જે લોકપ્રસિદ્ધ નામ છે તેને સમય (સિદ્ધાંત) જાણનારા તથા સામાન્ય લોક બંને) ગ્રહણ કરે છે. દા.
ટીકાર્થઃ અહીં “અભિપ્રાય' શબ્દ વડે ‘પદનો એક દેશ (ભાગ) કહેવાથી પદસમુદાય ગ્રહણ કરાય છે તે ન્યાયથી ‘મિપ્રાયબ્રુતત્વ' “અભિપ્રાયથી કરેલાપણું' એમ જાણવું. તેથી તેનો અર્થ આ પ્રમાણે જાણવો – અભિપ્રાય વડે એટલે ઇચ્છામાત્રથી જે કરેલું, પરંતુ વસ્તુના બળથી પ્રવર્તેલું નહિ, તે અભિપ્રાયકૃત કહેવાય છે. તેનો જે ભાવ (વિદ્યમાનતા) તે અભિપ્રાયકૃતત્વ કહેવાય છે. અર્થાત્ સાંકેતિકપણું (સંકેતથી કરેલું) તે (સાંકેતિક) તુલ્ય એટલે સમાન છતાં પણ : અસમાનની વાત તો દૂર રહો, પરંતુ સમાન છતાં પણ) એમ ‘પ' શબ્દનો અર્થ જાણવો. સમયમાં પ્રસિદ્ધ એવા નામનો ‘લોક એટલે સામાન્યજન ગ્રહણ કરતો નથી. એટલે કે - સમયપ્રસિદ્ધ સાંકેતિક નામ વડે જનસમવાય વ્યવહાર કરતો નથી. કેમકે – સામાન્યલોક ભોજનાદિકને સમુદેશઆદિ સમય પ્રસિદ્ધ સાંકેતિક નામ વડે વ્યવહાર કરતો નથી. વળી જે લોકપ્રસિદ્ધ નામ છે તેને સામાન્ય લોક અને સમયને જાણનાર લોક બંન્ને ગ્રહણ કરે છે. તેથી કરીને આ પ્રમાણે સમયકૃત અને ઉભયાતિરિક્ત એ બંનેના સ્વભાવનો ભેદ (ફેરફાર) હોવાથી તે બંને જૂદા લખ્યા તે સાર્થક છે. આટલું કહેવા વડે કરીને ગૌણ અને ઉભયકૃત એ બંનેનું પણ સ્વભાવના ભેદને સૂચવવા દ્વારા જુદું ગ્રહણ કર્યું તે સાર્થક કહ્યું છે, એમ જાણવું. તે આ પ્રમાણે -
જોકે ગૌણ અને ઉભયકૃત એ બંને સાર્થક હોવાથી અવિશિષ્ટ (સમાન) છે, તોપણ જે ગૌણ નામ છે, તેને સામાન્ય લોક અને સમયજ્ઞ લોક એ બંને ગ્રહણ કરે છે, પરંતુ જે સમયપ્રસિદ્ધ ગૌણ નામ છે, તેને કેવલ સમયજ્ઞ જ ગ્રહણ કરે છે, પણ સામાન્ય લોક ગ્રહણ કરતો નથી, કેમ કે - તે (સામાન્ય જન) ને તે વડે (સમયપ્રસિદ્ધ નામ વડે) કાંઈ પણ પ્રયોજન નથી. કારણ કે સમયપ્રસિદ્ધ ગૌણ નામ વડે પણ કહ્યા પ્રમાણે સમયનું પાલન કરવામાં તત્પરચિત્તવાળા વ્રતધારી (સાધુઓ) ને જ તેનું પ્રયોજન છે, પણ ગૃહસ્થને તેનું પ્રયોજન નથી. તેથી કરીને સ્વભાવનો ભેદ હોવાથી તે બંનેનું (ગૌણ અને ઉભયકૃત) જુદું જુદું ગ્રહણ કર્યું છે તે સાર્થક છે. દી
આ પ્રમાણે નિર્યુક્તિકારે નામપિંડ દેખઆડ્યો (કહ્યો), અને ભાષ્યકારે તેની વિસ્તારથી વ્યાખ્યા કરી. હવે નિર્યુક્તિકારે જે પ્રથમ પ્રતિજ્ઞા કરી હતી કે – “ઝવણાઈપડું ગમો વો છે ત્યાર પછી હું સ્થાપનાપિંડને કહીશ. તેને સમર્થન કરતા સતા તે (સ્થાપનાપિંડ) જ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org