________________
(૧૧
| ગૌણ સમયજ આદિ નામપિંડ / ટીકાર્થ: “અથવા’ શબ્દ, નામનો બીજો પ્રકાર જણાવનાર છે. ‘૩મયાતિરિ૪ – ગૌણ અને સમયથી જુદું (એવું) બીજું પણ “તવિક - લોકને વિષે પ્રસિદ્ધ એવું ‘અભિપ્રાય' – પોતાના અભિપ્રાયથી (સ્વેચ્છાથી) કરેલું, અર્થાત્ અનુભયજ નામ છે તેને જ દષ્ટાંત વડે સિદ્ધ કરતા થકા ભાષ્યકાર કહે છે – જેમ સિંહક, દેવદત્ત વગેરે. આદિ શબ્દથી યજ્ઞદત્તાદિકનું ગ્રહણ કરવું. આ સિંહ, દેવદત્ત વગેરે નામ શૂરતા, ક્રૂરતા વગેરે ગુણના કારણનો ઉપચાર કર્યા વિના તથા “દેવોએ આને આપ્યો છે એવી વ્યુત્પત્તિના અર્થના સંભવ વિના પિતા વગેરેએ પોતાના અભિપ્રાયથી (જે કોઈનું) નામ પાડેલું હોય તે અન્વલથેરહિત (અનુગત અર્થશૂન્ય) હોવાથી તેમજ સમયને વિષે પણ પ્રસિદ્ધ નહિ હોવાથી (તેવું નામ) ઉભયાતિરિક્ત છે. એ જ પ્રમાણે “પિંડ’ એવું નામ પણ ઉભયાતિરિક્ત જાણવું. lllી ભાષ્ય
અહીં કોઈ શંકા કરે કે “પિંડ’ એવું ઉભયાતિરિક્ત નામ નિયુક્તિની (છઠ્ઠી) ગાથામાં કહ્યું નથી, તો ભાષ્યકારે તેની વ્યાખ્યા કેમ કરી?
ઉત્તર - આ શંકા અયુક્ત છે, કેમ કે નિયુક્તિમાં ઉભયાતિરિક્ત નામ નથી કહ્યું, એમ જે મેં કહ્યું તેં અસિદ્ધ છે, કેમકે ‘વ’ – શબ્દ વડે તે ગાથામાં તેનું સૂચન કર્યું છે. તે બાબત ભાષ્યકાર
गोण्णसमयाइरित्तं, इणमन्नं वाऽविसूइयं नाम ॥
जह पिंडउ त्ति कीरइ, कस्सइ नामं मणूसस्स ॥५॥ (भाष्य) મૂલાર્થઃ આ પિંડ એવું નામ) અથવા બીજું ગૌણ કે સમયાતિરિક્ત નામ ‘પ' - શબ્દ વડે સૂચન કરેલું છે, જેમ કોઈ મનુષ્યનું “પિંડ’ એવું નામ કરાય તેમ. //પા
ટીકાર્થ: ‘’ આ પિંડ એવું નામ ‘ગા ' – અથવા બીજું ગૌણ અને સમયથી જુદું, ‘મપિ' - શબ્દ વડે સૂચવેલું છે. તે જ દેખાડે છે – જેમ કોઈ પણ મનુષ્યનું “પિંડ” એવું નામ કરાય તે ગૌણ નથી, કેમ કે ઘણાં દ્રવ્યોનાં મેળાપનો અસંભવ છે. તથા શરીરના અવયવોના સમૂહની અવિવેક્ષા છે તેથી તેમજ સમયકૃત પણ નથી. તેથી તે બંનેથી રહિત છે.
અહીં કોઈ શંકા કરે કે – “સમયકૃત અને ઉભયાતિરિક્ત એ બેનો પરસ્પર કાંઈ વિશેષ (તફાવત) જણાતો નથી, કેમ કે – બંનેમાં અન્તર્થ રહિતપણું છે અને પોતાના અભિપ્રાય વડે કરવાનો અવિશેષ છે. તો પછી બંનેનું ગ્રહણ શા માટે કર્યું ? એકલું સંકેતવાળું જ કહો. એમ કરવાથી બંનેનું ગ્રહણ થઈ જશે.” (તેનો ઉત્તર આપે છે કે ) આવી શંકા અયોગ્ય છે. કારણ કે – અભિપ્રાય જાણ્યો નથી. (અભિપ્રાય આ પ્રમાણે છે, કે) અહીં જે લૌકિક નામ સંકેતથી કરેલું છે તેનો સામાન્યજનો અને સમયને જાણનાર જનો વ્યવહાર કરે છે, પરંતુ જે નામ સમયને વિષે જ સંકેત કરેલું છે, તેનો સમયને જાણનારા જ વ્યવહાર કરે છે, પણ સામાન્યજનો વ્યવહાર કરતા નથી. પા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org