________________
દ્રવ્યપિંડ પ્રતિપાદન |
(૧૫
મૂલાર્થ દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે છે, સચિત્ત, મિશ્ર અને અચિત્ત. ત્યાર પછી તે એક એકના પ્રત્યેકે નવ નવ ભેદો છે. Iટલા
ટીકાર્થ જ્ઞશરીર અને ભવ્ય શરીરથી રહિત દ્રવ્યપિંડ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે સચિત્ત, મિશ્ર અને અચિત્ત. તેમાં જે સચિત્ત અને અચિત્ત બન્ને રૂપ હોય છે તે મિશ્ર કહેવાય છે. અહીં પૃથ્વીકાયાદિક પિંડશબ્દ વડે કહેવામાં આવશે. અને તે (પૃથ્વીકાયાદિક) પ્રથમ અચિત્ત હોય છે. પછી સ્વકાયશસ્ત્રાદિ વડે તે પાસુક (અચિત્ત) કરતો તો કેટલોક મિશ્ર હોય છે, અને ત્યાર પછી તે અચિત્ત થાય છે. તેથી આ અર્થ જાણવાને માટે સચિત્ત, મિશ્ર અને અચિત્ત એવા ક્રમ વડે કહ્યાં છે. “ત:' ત્રણ ભેદ કહ્યા પછી ‘ સ્ય સચિત્તાદિક એક એક ભેદના પ્રત્યેકના નવ નવ ભેદ કહેવા લાયક છે. તે જ નવ નવ ભેદોને કહે છે – मू.०- पुढवी आउक्काओ, तेऊ वाऊ वणस्सई चेव ॥
बेइंदिय तेइंदिय, चउरो पंचिंदिया चेव ॥९॥ મૂલાર્થ : પૃથ્વી (કાય), અપકાય, તેજ, વાયુ અને વનસ્પતિ, તથા હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુ(ચતુરિંદ્રિય) અને પંચેન્દ્રિય લો.
ટીકાર્થ અહીં પૂર્વગાથામાંથી પિંડ શબ્દની અનુવૃત્તિ કરીને તેનો દરેક સાથે સંબંધ કરવો. તે આ પ્રમાણે : પૃથ્વીકાયપિંડ, અપકાયપિંડ, તેજસ્કાયપિંડ, વાયુકાય પિંડ, વનસ્પતિકાયપિંડ, વિદ્રિયપિંડ, ત્રીન્દ્રિયપિંડ, ચતુરિંદ્રિયપિંડ અને પંચેન્દ્રિયપિંડ. (સચિત્ત, મિશ્ર અને અચિત્ત આ નવ નવ ભેદો છે.) ITલા.
હવે આ નવે ભેદોના સચિત્તાદિકને ભાવવાની ઇચ્છાવાળા (ગ્રંથકાર) પ્રથમ પૃથ્વીકાયને વિષે ભાવના કરે છે :
मू.०- पुढवीकाओ तिविहो, सच्चित्तो मीसओ य अचित्तो ॥
सच्चित्तो पुण दुविहो, निच्छयववहारओ चेव ॥१०॥ મૂલાર્થઃ પૃથ્વીકાય ત્રણ પ્રકારે છે - સચિત્ત, મિશ્ર અને અચિત્ત. વળી સચિત્ત (પૃથ્વીકાય) નિશ્ચયથી અને વ્યવહારથી એમ બે પ્રકારે છે. ૧૦ના
ટીકાર્ય પૃથ્વીકાય ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે - સચિત્ત, મિશ્ર અને અચિત્ત. વળી સચિત બે પ્રકારે છે, તે આ પ્રમાણે - નિશ્ચયથી અને વ્યવહારથી. ./૧૦ના
નિશ્ચય અને વ્યવહારથી સચિત્તનું આ જ બે પ્રકારપણું પ્રતિપાદન કરે છે. (કહે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org