________________
।। શંકિતદ્વાર વ્યાખ્યા ||
(૩૨૭
જે ‘ગળે ય'ત્તિ ગ્રહણને વિષે (શંકાવાળો હોય પણ) અર્થાપત્તિથી ભોજનને વિષે શંકિત ન હોય (બીજો ભંગ), તથા ‘મોનને’ ભોજનને વિષે (શંકાવાળો હોય પણ) સામર્થ્યથી ગ્રહણને વિષે નહિ (ત્રીજો ભંગ) તે સર્વ પણ (તે ત્રણેય ભાંગાવાળા) ‘તનઃ' દોષ વડે સંબદ્ધ ખરડાએલ છે. કયા દોષ વડે? તે કહે છે : ‘નં સંયિં' ત્યાદિ સોળ ઉદ્ગમના દોષ અને નવ એષણાના દોષ રૂપ કુલ પચ્ચીશ દોષોને મધ્યે જે દોષ વડે ‘શક્તિ” શંકાની સંભાવનાને ‘ઞપત્ર’ પામેલો હોય, તે દોષ વડે સંબદ્ધ થાય છે - લેપાય છે, આનો ભાવાર્થ આ પ્રમાણે : જે (ભક્તાદિ) આધાકર્મપણાએ કરીને શંકિત હોય, તેને ગ્રહણ કરતો અથવા ભોજન કરતો સતો આધાકર્મના દોષ વડે બંધાય છે. વળી જો ઔદેશિકપણાએ કરીને જો શકિત હોય તો ગ્રહણ કરતો અથવા ભોજન કરતો સતો ઔદેશિકના દોષ વડે બંધાય છે. ઇત્યાદિ : આ ચાર ભંગમાંથી ‘ત્તમે’ ચોથા ભંગ (ગ્રહણમાં તેમજ ભોજનમાં અશંકિત)ને વિષે વર્તતો સાધુ શુદ્ધ છે. એટલે કે-તે કોઈપણ દોષ વડે બંધાતો નથી. ૫૨૧ અહીં ‘વળવીસા’ એમ કહ્યું, તેથી તે દોષપચીશીને કહે છે :
मू.०- उग्गमदोसा सोलस, आहाकम्माइ एसणादोसा ॥
नव मक्खियाइ एए, पणवीसा चरिमए सुद्धो ॥५२२ ॥
મૂલાર્થ : આધાકર્માદિક સોળ ઉદ્ગમના દોષો છે, અને પ્રક્ષિતાદિક નવ એષણાના દોષો છે. એ કુલ પચીશ દોષો છે. છેલ્લા ભંગ શુદ્ધ છે. ૫૨૨
ટીકાર્થ : આધાકર્માદિક સોળ ઉદ્ગમ દોષો છે. તથા પ્રક્ષિતાદિક નવ એષણાના દોષો છે. આ બધા મળીને પચીશ દોષો થાય છે. ગ્રહણ કરવામાં શંકિત નહિ અને ભોજન કરવામાં પણ શંકિત નહિ એવા પ્રકારના છેલ્લા (ચોથા) ભંગને વિષે વર્તતો સાધુ શુદ્ધ છે. કારણ કે-અહીં (જ્ઞાનીની અપેક્ષાએ) અશુદ્ધ હોય તો પણ છદ્મસ્થની પરીક્ષા વડે શંકા રહિત ગ્રહણ કરેલું હોય તે શુદ્ધ કહેવાય છે. ૫૨૨
એ જ બાબતને દેખાડે છે :
मू.०- छउमत्थो सुयनाणी, उवउत्तो उज्जुओ पयत्तेणं ॥
आवन्नो पणवीसं, सुयनाणपमाणओ सुद्धो ॥५२३॥
મૂલાર્થ : ઉપયોગવાળો અને ઋજુ (સરળ) એવો શ્રુતજ્ઞાની છદ્મસ્થ સાધુ પ્રયત્ન વડે ગવેષણા કરતો સતો પચીશમાંથી કોઈ દોષને પામે તો પણ તે શ્રુતજ્ઞાનનું પ્રમાણપણું હોવાથી શુદ્ધ છે.
૫૫૨ા
ટીકાર્થ : ‘ઋતુ' માયારહિત, શ્રુતજ્ઞાની અને ઉપયોગવાળો એવો છદ્મસ્થ સાધુ ‘પ્રયત્નેન’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org