________________
૩૨૮)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે આગમમાં કહ્યા પ્રમાણે આદરપૂર્વક ગવેષણા કરતો તો પચીશ દોષોમાંથી કોઈ પણ દોષને પામ્યો સતો પણ ‘શ્રુતજ્ઞાનપ્રાત:' આગમના પ્રમાણપણાએ કરીને શુદ્ધ છે. ll૫૨૩ી આ અર્થને જ સ્પષ્ટ કરે છે : मू.०- ओहो सुओवउत्तो, सुयनाणी जइवि गिण्हइ असुद्धं ॥
तं केवली वि भुंजइ, अपमाण सुयं भवे इहरा ॥५२४॥ મૂલાર્થઃ સામાન્યપણે શ્રુતમાં ઉપયોગવાળો એવો શ્રુતજ્ઞાની જો કે – અશુદ્ધને ગ્રહણ કરે તો તેનો કેવળી પણ આહાર કરે છે, અન્યથા શ્રુત અપ્રમાણરૂપ થાય. પરજા
ટીકાર્થ: ‘ગોદો' (અહીં તૃતીયાના અર્થમાં પ્રથમા લખી છે, તેથી) “પેન' સામાન્ય કરીને “શ્રુતે' પિંડનિર્યુક્તિ આદિ આગમને વિષે ઉપયોગી સતો તેને (આગમને) અનુસારે કથ્ય અને અકથ્યની ભાવના કરતો શ્રુતજ્ઞાની જો કે – કોઈપણ પ્રકારે અશુદ્ધ ગ્રહણ કરે, તો પણ તેને
વત્યપિ' કેવલજ્ઞાની પણ ખાય છે – આરોગે છે, અન્યથા શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય. તે આ પ્રમાણે - છદ્મસ્થસાધુ શ્રુતજ્ઞાનના બળ વડે શુદ્ધ ગવેષણા કરવાને ઇચ્છે છે. બીજે પ્રકારે ઇચ્છે નહિ. તેથી જો કેવલી, શ્રુતજ્ઞાનીએ આગમમાં કહ્યા પ્રમાણે ગવેષણા કરેલું પણ અશુદ્ધ છે. એમ જાણીને ન વાપરે તો શ્રતને વિષે અવિશ્વાસ થાય, અને તેથી કોઈપણ શ્રુતને પ્રમાણપણે અંગીકાર કરે નહિ, અને શ્રુતજ્ઞાનનું અપ્રમાણપણું થવાથી સર્વ ક્રિયાના લોપનો પ્રસંગ આવે, કેમકે – શ્રુત વિના છદ્મસ્થોને ક્રિયાકાંડના જ્ઞાનનો અસંભવ છે. પરજા હવે ક્રિયાકાંડનો અસંભવ થાય, તેથી શું થાય? તે કહે છે : मू.०- सुत्तस्स अप्पमाणे, चरणाभावो तओ य मोक्खस्स ॥
मोक्खस्स वि य अभावे, दिक्खपवित्ती निरत्था उ ॥५२५॥ મૂલાર્થઃ શ્રુતના અપ્રમાણને વિષે ચારિત્રનો અભાવ થાય, અને તેથી મોક્ષનો અભાવ થાય, અને મોક્ષનો પણ અભાવ થયે સતે દીક્ષાની પ્રવૃત્તિ નિરર્થક બને છે પરપો
ટીકાર્થ: શ્રત વિના યથાયોગ્ય સાવદ્ય અને ઇતર (નિરવદ્ય) ના વિધિ અને પ્રતિષેધના જ્ઞાનનો અસંભવ હોવાથી સૂત્રનું અપ્રમાણપણું થયે સતે ‘વર' ચારિત્રનો અભાવ થાય. અને ચારિત્રના અભાવે મોક્ષનો અભાવ થશે, મોક્ષના અભાવે દીક્ષા નિરર્થક થશે; કેમ કે – તે દીક્ષાનું (મોક્ષ સિવાય) બીજું કાંઈપણ પ્રયોજન નથી. //પરપા
હવે ‘શક્તિો મોગને વ' (ગ્રહણને વિષે અને ભોજનને વિષે શંકાવાળો) એ પહેલા ભંગનો સંભવ કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org