________________
॥ દ્રવ્યગ્રહણૈષણા વિષે વાનરયૂથનું દૃષ્ટાંત ॥
(૩૨૫
(ગ્રહણૈષણાના અર્થનો) જ્ઞાતા હોય અને તેમાં ઉપયોગવાળો હોય તે નોઆગમથી તો બે પ્રકારે છે, તે આ પ્રમાણે : પ્રશસ્તગ્રહણૈષણા અને અપ્રશસ્તગ્રહણૈષણા : તેમાં પ્રશસ્ત એટલે સમ્યગ્નાનાદિના વિષયવાળી અને અપ્રશસ્ત એટલે શંકિતાદિક દોષથી દુષ્ટ એવા ભક્ત-પાનાદિના વિષયવાળી અને તે પણ ‘વંશ પા’ વક્ષ્યમાણ (આગળ કહેવાશે તેવા) શંકિતાદિક ભેદ વડે દશ પ્રકારની છે. ૫૧૬॥ તેમાં (દ્રવ્યગ્રહણૈષણામાં) વાનરયૂથનું ઉદાહરણ ત્રણ ગાથા વડે કહે છે :
मू. ०- पडिसडियपंडुपत्तं, वणसंडं दट्टु अन्नहिं पेसे ॥ जूहवई पडियरए, जूहेण समं तहिं गच्छे ॥५१७॥
सयमेवालोएडं जूहवई तं वणं समंतेण ॥ वियरइ सि पयारं, चरिऊण य तो दहं गच्छे ॥५९८॥
ओयरंतं पयं दठ्ठे, नीहरंतं न दीसई ॥ नालेण पियह पाणीयं, नेस निक्कारणो दहो ॥५१९ ॥
મૂલાર્થ : સડેલા અને પીળા પાંદડાવાળા વનખંડને જોઈને બે વાનરને સારૂં વન જોવા મોકલ્યા. પછી તેણે આવી યૂથપતિને જણાવ્યું, ત્યારે તે યૂથસહિત ત્યાં ગયો ।૫૧૭ા પછી તે યૂથપતિ પોતે ચોતરફ વનને જોવા લાગ્યો, અને યૂથને ચાલવાની (ફરવાની) છૂટ આપી. સર્વે ચાલતા ચાલતા દ્રહ પાસે ગયા ।।૫૧૮॥ ત્યાં પાણીમાં ઉતરતાનાં પગલાં જોયાં, પણ નીકળતાનાં પગલાં ન જોયાં. તેથી યૂથપતિએ યૂથને કહ્યુ કે - નાળ વડે પાણી પીજો, આ દ્રહ કારણ (ઉપદ્રવ) રહિત નથી. II૫૧૯
Jain Education International
ટીકાર્થ : વિશાલશૃંગ નામે પર્વત છે. ત્યાં એક વનખંડમાં વાનરનું યૂથ રમે છે. તે જ પર્વત ઉપર બીજું પણ વનખંડ સર્વ પુષ્પ અને ફળની સમૃદ્ધિવાળું છે. પરંતુ તેના મધ્યભાગમાં રહેલા દ્રષ્ટમાં શિશુમાર (મોટો મત્સ્ય) રહેલો છે. તે જે કોઈ મૃગાદિક પાણી પીવા માટે તેમાં પ્રવેશ કરે છે, તે સર્વને ખેંચીને ખાઈ જાય છે. એકદા તે વનખંડ સડેલા અને પીળા પાંદડાવાળું તથા પુષ્પ-ફળ વિનાનું જોઈને યૂથના સ્વામીએ નિર્વાહ કરવામાં સમર્થ એવા બીજા વનખંડને શોધવા માટે બે વાનરને મોકલ્યા. તેમણે શોધ કરીને યૂથપતિને નિવેદન કર્યું કે - “અમુક પ્રદેશમાં સર્વ ઋતુના પુષ્પ-ફળ અને પત્ર વડે સમૃદ્ધિવાળું આપણા નિર્વાહને યોગ્ય વનખંડ છે.” તે સાંભળી યૂથપતિ પોતાના યૂથસહિત ત્યાં ગયો ૫૧૭ા અને ચોતરફ તે વનખંડને જોવા લાગ્યો. તેવામાં તે વનખંડના મધ્યભાગમાં જળથી ભરેલો દ્રહ જોયો II૫૧૮॥ પરંતુ તેમાં શ્વાપદોનાં પગલાં પ્રવેશ કરતાં દેખાય છે, પણ બહાર નીકળતાં દેખાતાં નથી. તેથી સમગ્ર યૂથને બોલાવીને યુથાધિપતિએ કહ્યું કે - “તમે આ દ્રહમાં પ્રવેશ કરીને પાણી પીશો મા, પરંતુ કાંઠે રહીને જ કમલના નાલ વડે પાણી પીજો. કેમકે - આ દ્રહ ‘નિષ્કારન:' ઉપદ્રવ રહિત નથી. તે આ પ્રમાણે : મૃગાદિકનાં પગલાં આમાં પ્રવેશ કરતાં
-
For Private & Personal Use Only
www.jainelibrary.org