________________
૩૨૨)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II તે કાર્ય કરવું જ છે, તો નહિ પરણાવવાથી તે નાસી ન જાઓ. ૫૦લા
ટીકાર્થઃ કોઈ ગામમાં કોઈ ગૃહપતિ છે. તેની પુત્રી વયને પામી (જુવાન થઈ) તેવામાં કોઈ સાધુ ભિક્ષાને માટે આવ્યા તેણીને જોઈ તેની માતાને કહ્યું કે – તારી પુત્રી વય:VITI' યૌવનને પામેલી છે, તેથી જો હમણાં તેને નહિ પરણાવાય, તો કોઈ યુવાનની સાથે અકાર્ય આચરી કુળની મલિનતા ઉત્પન્ન કરશે. તથા ‘ધો’ ત્તિ લોકમાં એવી શ્રુતિ (શાસ્ત્ર) છે કે – “જો કુમારી ઋતુવાળી થાય, તો તેના રુધિરના જેટલા બિંદુ પડે, તેટલીવાર તેની માતા નરકમાં જાય.” ૫૦૮ તથા કોઈ ગામમાં કોઈ કુટુંબીનો પુત્ર યૌવનને પામેલ હતો, તેને જોઈ કોઈ સાધુ તેની માતાને આ પ્રમાણે કહે કે – ‘તમારા કુળ, ગોત્ર અને કીર્તિના ‘સન્તાન:' કારણભૂત જ તમારો પુત્ર છે. વળી યૌવનને પામેલો છે, તો તેને કેમ હમણાં પરણાવતા નથી? વળી તે પરણ્યો તો ભાર્યાના નેહથી સ્થિર થશે, અને નહિ પરણ્યો તો કોઈ સ્વચ્છંદાચારી સ્ત્રીની સાથે ઊઠીને ચાલ્યો જશે. પછીથી પણ આને પરણાવવો છે, તો હમણાં જ કેમ ન પરણાવાય ? ૫Oલા હવે “ ટૂંડળીમો માયાળ પસાડે’ એ અવયવની વ્યાખ્યા કરવાની ઇચ્છાએ કહે છે કે : मू.०- किं अद्धिइ त्ति पुच्छा, सवित्तिणी गब्मिणि त्ति मे देवी ॥
गब्भाहाणं तुज्झ वि, करोमि मा अद्धिइं कुणसु ॥५१०॥ जइ वि सुओ मे होही, तह वि कणिट्ठो त्ति इयरो जुवराया ॥
देह परिसाडणं से, नाए य पओस पत्थारो ॥५११॥ મૂલાર્થ : “કેમ તું અધૂતિ કરે છે ?' - એમ સાધુએ પૂછેલી રાણીએ કહ્યું કે – “મારી પત્ની રાણી ગર્ભવતી છે.' સાધુએ કહ્યું કે - “તને પણ ગર્ભધાન કરું, તું અધૃતિ ન કર.” I૫૧ORા તે બોલી કે – “જો મને પુત્ર થાય, તો પણ તે નાનો થાય, અને બીજો (તેણીનો પુત્ર) યુવરાજ થાય ત્યારે સાધુએ તેણીને પરિશાટન આપ્યું. તે જાણવાથી તેણીનો પ્રઢષ થાય, અને શરીરનો પણ નાશ થાય. //૫૧૧//
ટીકાર્થ : સંયુગ નામનું નગર છે. તેમાં સિંધુરાજ નામે રાજા છે. તેને સર્વ અંતઃપુરમાં મુખ્ય એવી બે પત્નીઓ છે. તે આ છે. શૃંગારમતી અને જયસુંદરી. તેમાં એકદા શૃંગારમતીને ગર્ભાધાન થયું. ત્યારે બીજી જયસુંદરી - “ખરેખર આને પુત્ર થશે” એમ વિચારી માત્સર્યને લીધે અવૃતિને કરતી રહેલી હતી, તેવામાં ત્યાં કોઈ સાધુ આવ્યા. તેણે તેણીને પૂછ્યું કે “હે ભદ્ર ! તું અધૃતિવાળી કેમ દેખાય છે?” ત્યારે તેણીએ તેને સપત્નીનો વૃત્તાંત કહ્યો. તે સાંભળી સાધુએ પણ કહ્યું કે - “તું અવૃતિ ન કર, તને પણ હું ગર્ભાધાન કરીશ.//૫૧Oા ત્યારે તેણીએ કહ્યું કે - “હે ભગવાન! જો કે તમારી કૃપાથી મને પુત્ર થશે, તો પણ તે નાનો હોવાથી યુવરાજપણું નહિ પામે, પરંતુ સપત્નીનો જ પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org