________________
૩૨૦)
I શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ . નામનો કુલપતિ વસે છે. તે કુલપતિ સંક્રાંતિ વગેરે પર્વને દિવસે પોતાના તીર્થની પ્રભાવના કરવા માટે સર્વ તાપસો સહિત પાદલપ વડે કૃષ્ણા નદીને ઉતરીને અચલપુરમાં આવે છે. તે વખતે લોકો તેવા પ્રકારનો તેનો અતિશય જોઈને ચિત્તમાં વિસ્મય પામી વિશેષ કરીને તેમને ભોજનાદિ સત્કાર કરે છે. I૫૦૩ તથા શ્રાવકજનની કુત્સા-નિંદા કરે છે કે તમારા ગુરુની આવી શક્તિ નથી ત્યારે શ્રાવકોએ સમિત નામના સૂરિને કહ્યું. ત્યારે તેમણે પોતાના મનમાં વિચારીને કહ્યું કે - “માયાકપટથી આ પાદલપ વડે નદીને ઉતરે છે, તથાશક્તિના પ્રભાવથી કાંઈ ઊતરતા નથી. ત્યારે શ્રાવકોએ તેનું માતૃસ્થાન-માયાકપટ પ્રકટ કરવા માટે તે કુલપતિને પરિવાર સહિત ભોજન માટે નિમંત્રણ કર્યું, ત્યારે ભોજનને સમયે તેઓ તેને ઘેર આવ્યા. તેના પગ ધોવાનું શ્રાવકોએ શરૂ કર્યું. પણ તે પગમાંથી પાદલપ દૂર ન થાઓ. એમ ધારી તે પગ ધોવા દેતા નથી. ત્યારે શ્રાવકોએ કહ્યું કે – પગ ધોયા વિના તમને જમાડવાથી અમારો અવિનય ન કહેવાઓ. એમ કહી આગ્રહ (બલાત્કાર)થી પગ ધોયા //૫૦૪ો પછી ભોજન કર્યા બાદ તે પોતાને સ્થાને જવા ચાલ્યા. શ્રાવકો પણ સમગ્ર લોકોને બોલાવીને પાછળ જવાની વળાવવાની) બુદ્ધિથી તેની સાથે ચાલવા લાગ્યા. પછી પરિવાર સહિત કુલપતિ કૃષ્ણાનદીને ઉતરવા લાગ્યા. તે પારલેપ નહિ હોવાથી ડુબવા લાગ્યા. તેથી લોકમાં તેની અપભ્રાજના (નિંદા) થઈ. આ અવસરે તેને બોધ કરવા માટે સમિતસૂરિ ત્યાં આવ્યા. તેમણે સમગ્ર જનની સમક્ષ નદી પ્રતિ કહ્યું કે – હે કૃષ્ણા ! અમે સામે કાંઠે જવાને ઇચ્છીએ છીએ. તે વખતે તે કૃષ્ણાનદીના બન્ને કાંઠા એક સાથે મળી ગયા. તે જોઈને લોકોને અને પરિવાર સહિત કુલપતિને વિસ્મય થયો પછી પરિવાર સહિત કુલપતિએ દીક્ષા ગ્રહણ કરી. (તેઓ બ્રહ્મદીપના હોવાથી તેઓની) તે બ્રહ્મશાખા થઈ //પ૦પા
આ પ્રમાણે ‘પાયત્વેવને નાથે' એ અવયવની વ્યાખ્યા કરી. તેની વ્યાખ્યા કરવાથી યોગનામના દ્વારનું સમર્થન કર્યું. હવે ‘મૂન' એ અવયવની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે :
मू.०- अद्धिई पुच्छा आसन्न-विवाहे भिन्नकनसाहणया ॥
आयमणपियणओसह, अक्खयजज्जीव (जा जीव) अहिगरणं॥५०६॥ जंघापरिजिय सड्ढी अद्धिड आणिज्जए मम सवत्ती ॥
जोगा जोणुग्घाडण, पडिसेह पओस उड्डाहो ॥५०७॥ મૂલાર્થ : પોતાની દીકરી બાબત માતાને અધૃતિ થઈ, કોઈ સાધુએ પૂછ્યું, ત્યારે કહ્યું કે – પુત્રીનો વિવાહ આવ્યો છે, પણ તે ભિન્નયોનિક છે, એમ કહ્યું ત્યારે સાધુએ આચમન ઔષધ અને પાત ઔષધ આપ્યું. તેથી અક્ષત થઈ. તેથી અક્ષત થઈ. આથી યાવજ્જવ અધિકરણ દોષ લાગે છે. //૫૦૬lી જંઘાપરિજિત નામના સાધુએ શ્રાવિકાને અધૃતિનું કારણ પૂછ્યું, ત્યારે તેણીએ કહ્યું કે - મારી પત્ની આવવાની છે. ત્યારે સાધુએ યોગ (ઔષધ)થી યોનિ ઉદ્ઘાટન કર્યું. તેથી પરણવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org