________________
યોગદ્વાર અને તેના ભેદો અને પાદલપ ઉપર સમિતાચાર્ય કથા II (૩૧૯ મૂલાર્થઃ સૌભાગ્ય અને દૌભગ્ય કરનારા યોગો આહાર્ય અને ઇતર (અનાહાય) એમ બે પ્રકારે છે. તેમાં અઘર્ષ અને ધૂપવાસ આહાર્ય છે, અને પાદલપાદિક ઇતર છે. ૫૦રા
ટીકાર્થ : યોગો ‘સૌમારીથT:' લોકોને પ્રીતિ અને અપ્રીતિને કરનારા છે, તે બે પ્રકારે છે. તે આ પ્રમાણે – આહાર્ય અને ઇતર : તેમાં ‘ગાહી:' પાણી વગેરેની સાથે જે આહાર કરાય (પીવાય) તે આહાર્ય કહેવાય છે, અને તેનાથી જે વિપરીત હોય તે ઇતર-અનાહાર્ય કહેવાય છે, તેમાં પહેલા (આહાય) ‘બાયધૂપવાસ:' જે જલાદિકની સાથે ઘસીને પીવાય. તે આઘર્ષ કહેવાય છે, અને ધૂપવાસનો અર્થ પ્રસિદ્ધ છે. અહીં કોઈ શંકા કરે કે – ચૂર્ણ અને વાસનો પરસ્પર શો વિશેષ છે? કેમકે બન્નેમાં લોદ (ભૂકો) રૂપપણાનો અવિશેષ છે. બન્નેમાં ભૂકો જ હોય છે, તે ઉપર કહે છે કે - સામાન્ય વસ્તુથી બનેલ શુષ્ક કે આÁ જે ભૂકો તે ચૂર્ણ કહેવાય છે, અને સુગંધિવસ્તુથી બનેલ તથા શુષ્કને પીસવા વડે અતિ પિસ્યા હોય તે વાસ કહેવાય છે. તથા ‘ફતરે' અનાહાર્યયોગો તે પાદપ્રલેપન વગેરે જાણવા. //૫૦ર/
તેમાં (ચૂર્ણમાં પાણી નખાય તેથી) આહાર્ય પાદપ્રલેપનરૂપ યોગનું દૃષ્ટાંત ત્રણ ગાથા વડે કહે
म.०- नइकण्हबिन्न दीवे, पंचसया तावसाण निवसंति ॥
पव्वदिवसेसु कुलवई, पालेवुत्तारं सक्कारे ॥५०३॥ जण सावगाण खिसण, समियक्खण माइठाण लेवेण ॥ सावय पयत्तकरणं, अविणय लोए चलणधोए ॥५०४॥ पडिलाभिय वच्चंता, निब्बुड नइकूलमिलण समियाओ ॥
विम्हिय पंचसया, तावसाण पव्वज्ज साहा य ॥५०५॥ મૂલાર્થઃ કૃષ્ણા અને બેન્ના એ નદીઓની વચ્ચે દ્વીપ છે. તેમાં પાંચસો તાપસો વસે છે. પર્વને દિવસે કુલપતિ પાદલપ વડે નદીને ઊતરી નગરમાં આવે છે અને સત્કાર પામે છે /૫૦૩ શ્રાવકજનોની ખિસા થઈ. તેઓએ સમિતાચાર્યને કહ્યું, ગુરુ બોલ્યા કે-માયાકપટથી પાદલેપ વડે આવે છે. ત્યારે શ્રાવકોએ તે પ્રકટ કરવા માટે તેમને નિમંત્રણ આપ્યું. તે આવ્યા ત્યારે લોકમાં અવિનય કહેવાય એમ તેમના પગ ધોયા ૫૦૪ો ભોજન કરીને ચાલ્યા, નદીમાં ડૂબવા લાગ્યા. સમિતાચાર્ય નદીના બન્ને કાંઠા મેળવી દીધાં, સર્વે વિસ્મય પામ્યા, પાંચસો તાપસોએ પ્રવ્રજયા લીધી, તે બ્રહ્મશાખા થઈ ૫૦પા.
ટીકાર્થ : અચલપુર નામે નગર છે. તેની પાસે બે નદીઓ છે, તે આ પ્રમાણે – કૃષ્ણા અને બેન્ના તે બે નદીની વચ્ચે બ્રહ્મ નામનો દ્વીપ છે. તેમાં ચારસો નવ્વાણુ તાપસોએ પરિવરલ દેવશર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org