________________
૩૧૮)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ચંદ્રગુપ્ત રાજાની સાથે ભોજન કરીએ.” એમ વિચારીને તેઓએ તેમ જ કર્યું. ત્યારે ચંદ્રગુપ્ત રાજાને થોડા આહારને લીધે શરીરે કૃશતા થઈ. ચાણક્યમંત્રીએ પૂછ્યું કે – ‘તમારા શરીરની દુર્બળતા કેમ છે?” તે બોલ્યો - “પરિપૂર્ણ આહારની પ્રાપ્તિ નહિ થતી હોવાથી તે સાંભળી ચાણક્ય વિચાર્યું કે - “આટલો આહાર પીરસાય છે, છતાં આહારની અપૂર્ણતા કેમ કહે છે ? તેથી ખરેખર કોઈ અંજનસિદ્ધ પુરુષ આવીને રાજાની સાથે ખાય છે.” એમ વિચારીને તે અંજનસિદ્ધને ગ્રહણ કરવા માટે તેણે ભોજનમંડપમાં અત્યંત બારીક ઈષ્ટકાનું ચૂર્ણ પાથર્યું. તેમાં મનુષ્યનાં પગલાં દેખ્યાં. તેથી તેણે નિશ્ચય કર્યો કે - “ખરેખર અંજનસિદ્ધ બે પુરુષો આવે છે.' એમ વિચારીને દ્વાર બંધ કરી તેમાં અત્યંત ધૂમાડો કર્યો. તે ધૂમ્રથી નેત્રને બાધા થવાથી નેત્રના અશ્રુની સાથે તેનું અંજન ગળી ગયું. તેથી તે બન્ને ક્ષુલ્લક પ્રત્યક્ષ થયા. તે જોઈ ચંદ્રગુપ્ત પોતાની જુગુપ્સા કરી કે - “અહો! હું આ બે વડે વટલાયો’ ત્યારે ચાણક્ય તેના સમાધાનને માટે પ્રવચનની મલિનતા ન થવા દેવા માટે રાજાની પ્રશંસા કરી કે - “તમે ધન્ય છે – કે જે તમે બાલબ્રહ્મચારી સાધુઓ વડે પવિત્ર કરાયા' ત્યારપછી વાંદીને તે બન્ને ક્ષુલ્લકને રજા આપી. પછી રાત્રે ચાણક્ય વસતિમાં આવીને આચાર્યને ઠપકો આપ્યો કે “આ આપના ભુલકો ઉડ્ડાહ કરે છે ત્યારે સૂરિએ તે મંત્રીને જ ઠપકો આપ્યો કે - “તમે જ આ બાબતમાં અપરાધી છે, કે જે તમે બે ક્ષુલ્લકોનો પણ નિર્વાહ ચિંતવતા નથી !' મંત્રી બોલ્યો, “હે ભગવન ! આપ કહો છો તેમજ છે.” એમ કહી તેમના પગમાં પડી તેણે તેમની ક્ષમા માગી. ત્યારપછી તેણે સમગ્ર સંઘની યથાયોગ્ય ચિંતા કરી. સૂત્રનો અર્થ સુગમ છે. I૪૪થી ૪ (ભાષ્ય.) અહીં અતિદેશ (ભલામણ)થી અને સાતપણે દોષોને કહે છે :
मू.०- जे विज्जमंतदोसा, ते च्चिय वसीकरणमाईचुन्नेहिं ।।
____ एगमणेगपओसं, कुज्जा पत्थारओ वाऽवि ॥५०१॥ મૂલાર્થ: વિદ્યા અને મંત્રને વિષે જે દોષો કહ્યા છે, તે જ વશીકરણાદિક ચૂર્ણોને વિષે પણ જાણવા. તેથી એક કે અનેકની ઉપર પ્રષિ કરે અથવા નાશ પણ થાય. ૫૦૧
ટીકાર્થઃ જે દોષો વિદ્યા અને મંત્રને વિષે કહ્યા છે, તે જ દોષો વશીકરણાદિક ચૂર્ણોને વિષે પણ જાણવા. (સૂત્રમાં તૃતીયાવિભક્તિ સપ્તમીના અર્થમાં લખી છે.) તથા ચૂર્ણનો પ્રયોગ કરે તે ચૂર્ણનો પ્રયોગ કરનાર એકની કે - અનેક સાધુઓની ઉપર પ્રષિ કરે છે, તેથી ત્યાં ભિક્ષાલાભાદિકનો અસંભવ છે. “પત્થારમો વાવ' અથવા નાશ થાય. ‘પ' શબ્દ સમુચ્ચયમાં છે. ૫૦૧
આ પ્રમાણે “વુ યંતદ્ધાળે વાળ (ગા. ૫૦૦) એ પદની વ્યાખ્યા કરી, અને તેના વ્યાખ્યાનથી (૧૪મા) ચૂર્ણદ્વારનું સમર્થન કર્યું. હવે ‘પાયત્રેવી નો' એ પદની વ્યાખ્યા કરતા સતા કહે છે : मू.०- सुभगदुब्भग्गकरा, जोगा आहारिमा य इयरे य ॥
आधंसधूववासा, पायपलेवाइणो इयरे ॥५०२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org