________________
ચૂર્ણપિડ ઉપર ચાણાક્યનું દૃષ્ટાંત /
(૩૧૭ મૂળે અક્ષતયોનિ અને ક્ષતયોનિ કરવારૂપ મૂલકર્મને વિષે બે યુવતિનું દષ્ટાંત છે, વિવાહના વિષયવાળા મૂલકર્મને વિષે પણ બે યુવતિનું દષ્ટાંત છે, તથા ગર્ભાધાન અને ગર્ભપરિશાટનરૂપ મૂલકર્મને વિષે ‘કે gિી રાજાની બે પત્નીનું ઉદાહરણ છે. //૫OOL તેમાં ‘પુત્રે મંતાળે વાળ એ અવયવની ભાષ્યકાર ત્રણ ગાથા વડે વ્યાખ્યા કરે છે :
जंघाहीणा ओमे, कुसुमपुरे सिस्स जोग रहकर( ह)णं ॥ खुड्ड दुगंजण सुणणा, गमणं देसंतरे सरणं ॥४४॥ भिक्खे परिहायंते, थेराणं तेसि ओमि दिताणं ॥ सहभुज्ज चंदगुत्ते, ओमोयरियाए दोबल्लं ॥४५॥ चाणक्क पुच्छ इट्टाल-चुण्ण दारं पिहित्तुं घूमे य ॥
હું લુચ્છ પસંસા, થેરપીવે ૩વાનંમો ૪દ્દા (મ.) મૂલાર્થ કુસુમપુરમાં જંઘાહીન (સુસ્થિત) આચાર્ય રહે છે, ત્યાં દુર્મિક્ષ થયું, શિષ્યને યોગ્યશાસ્ત્ર એકાંતમાં જણાવ્યું, બે ક્ષુલ્લકસાધુ અંજનનો પ્રયોગ સાંભળ્યો. પછી દેશાંતરમાં ગયા. પછી બે ક્ષુલ્લક પાછા આવ્યા, તેની સાથે ભિક્ષાનો વિભાગ કરે છે. (૪૪) ભિક્ષા ઓછી થવાથી તે સ્થવિર દુર્બળ થયા, ક્ષુલ્લકે વિચાર કરી ચંદ્રગુપ્ત રાજા સાથે ભોજન કરવા માંડ્યું. ઉનોદરી વડે રાજા દુર્બળ થયો (૪૫). ચાણક્ય પૂછયું, પછી ઇષ્ટિકાનું ચૂર્ણ પાથરી દ્વાર બંધ કર્યું, ધૂમાડાથી તે ક્ષુલ્લકો દેખાયા, ચંદ્રગુપ્ત જુગુપ્સા કરી, ચાણક્ય રાજા પાસે પ્રશંસા કરી, અને સ્થવિર પાસે જઈ ઉપાલંભ આપ્યો. (૪૬ ભાષ્ય ગાથા)
ટીકાર્થ કુસુમપુર નગરમાં ચંદ્રગુપ્ત નામે રાજા છે. તેને ચાણક્ય નામનો મંત્રી છે. તે નગરમાં જંઘાબળથી રહિત સુસ્થિત નામના સૂરિ રહે છે. એકદા તે નગરમાં દુષ્કાળ પડ્યો. ત્યારે સૂરિએ વિચાર્યું કે - “આ સમૃદ્ધ નામના શિષ્યને સૂરિપદે સ્થાપન કરી સમગ્ર ગચ્છ સહિત કોઈક સુભિક્ષદેશમાં મોકલું એમ વિચારીને તે શિષ્યને યોનિપ્રાભૂત એકાંતમાં શીખવવાનું શરૂ કર્યું. તેમાં બે ક્ષુલ્લક સાધુએ કોઈપણ પ્રકારે અદશ્ય કરવાના કારણરૂપ અંજનની વ્યાખ્યા સાંભળી, કે-આ અંજન વડે આંજવાથી તેને કોઈપણ દેખી શકે નહિ. પછી યોનિપ્રાભૃતના વ્યાખ્યાનનું સમર્થન કર્યા બાદ સમૃદ્ધ નામના શિષ્યને સૂરિપદે સ્થાપન કર્યા. અને સમગ્ર ગચ્છ સહિત તેને દેશાંતરમાં મોકલ્યો. અને પોતે સૂરિ એકલા ત્યાં જ રહ્યા. કેટલાક દિવસ પછી આચાર્યના સ્નેહને લીધે તે બે ક્ષુલ્લકસાધુ સૂરિ પાસે આવ્યા. આચાર્ય પણ ભિક્ષામાં જે કાંઈ મેળવે છે, તે સરખી રીતે વહેચીને તે બન્ને ક્ષુલ્લકની સાથે ભોજન કરે છે. તેથી આહારની પરિપૂર્ણતાને અભાવે સૂરિ દુર્બળ થયા. ત્યારે બન્ને ક્ષુલ્લકે વિચાર્યું કે - “સૂરિ મહારાજને અવમોદરતા-ઉણોદરી થાય છે તેથી આપણે પૂર્વે સાંભળેલું અંજન કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org