SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬) | II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , રહે છે. એકદા મુડરાજાને અત્યંત શિરોવેદના (મસ્તકની વેદના) થઈ. તેને કોઈપણ વિદ્યામંત્રાદિક વડે શમાવવા શક્તિમાન થયો નહિ. તેથી (છેવટ) રાજાએ પાદલિપ્ત આચાર્યને બોલાવ્યા. તે આવ્યા ત્યારે તેમનો મોટો આદરસત્કાર કર્યો, અને બોલાવવાના કારણમાં શિરોવેદનાની હકિકત કહી. ત્યારે જે પ્રકારે કોઈપણ લોક ન જાણે તે રીતે મંત્રના ધ્યાનપૂર્વક પ્રાવરણ-ઓઢેલ વસ્ત્રની અંદર પોતાના જમણા જાનુની ઉપર, પડખે, ચોતરફ પોતાના જમણા હાથની અંગુલી જેમ જેમ ભમાવવા લાગ્યા. તેમ તેમ રાજાની શિરોવેદના દૂર થવા લાગી. પછી અનુક્રમે સમગ્ર શિરોવેદના દૂર થઈ. તેથી તે રાજા આચાર્યનો અતિ ઉપાસક થયો અને ઘણું ભક્તપાનાદિક તેમને આપવા લાગ્યો. //૪૯૮ અહીં દોષોને કહે છે : मू.०- पडिमंतथंभणाई, सो वा अन्नो व से करिज्जहि ॥ पावाजीविय माई, कम्मणगारी भवे बीयं ॥४९९॥ મૂલાર્થ : પ્રતિમંત્ર કરીને તે અથવા બીજો તેનું સ્તંભનાદિક કરે. તેથી પાપ વડે જીવ નાર, માયાવી અને કામણગારી છે એમ જુગુપ્સા થાય, તથા આ બીજું પણ થાય. ૪૯૯ો ટીકાર્થ જો કે – આ કથાનકમાં કાંઈપણ દોષ થયો નથી. કેમકે - પાદલિપ્તસૂરિએ મુસંડ રાજા પ્રતિ ઉપકાર જ કર્યો છે. માત્ર પૂર્વે કહેલો વિદ્યાકથાનકની જેમ મંત્રનો પ્રયોગ કરે તે પણ દોષો સંભવે છે. તેથી તેનું ઉપદર્શન (દેખાડવું) કરાય છે - બતાવાય છે. તેમાં આ ગાથાની પ્રથમની જેમ (૪૯૭ની જેમ) વ્યાખ્યા કરવી. વિશેષ એ કે “પ વીર્ય' ત્તિ પુષ્ટ આલંબનને આશ્રયીને આ બીજું અપવાદપદ થાય છે. અર્થાત્ સંઘાદિકના પ્રયોજનમાં મંત્રનો પણ પ્રયોગ કરવો, એમ ભાવાર્થ છે. આ રીતે વિદ્યાને વિષે પણ જાણવું. ll૪૯૯ll વિદ્યા અને મંત્ર નામના બે દ્વાર કહ્યા. હવે (૧૪) ચૂર્ણ, (૧૫) યોગ અને (૧૬) મૂલકર્મ નામના ત્રણ ધારને કહે છે : પૂ. - જે સંતતિાળ, વાઈ પાવશે નો मूल विवाहे दो दंडिणी उ आयाण परिसाडे ॥५००॥ મૂલાર્થ : અંતર્ધાન (અદશ્ય) કરનાર ચૂર્ણને વિષે ચાણક્ય દષ્ટાંત છે. પાદલપરૂપ યોગને વિષે સમિતસૂરિ, મૂલકર્મમાં-વિવાહમાં તથા ગર્ભાધાનપરિશાટનમાં બે યુવતિનું દૃષ્ટાંત છે. ૫OOા ટીકાર્થ: ‘વૂડન્ત' લોકમાં દષ્ટિમાર્ગને અદશ્ય કરનાર ચૂર્ણને વિષે દષ્ટાંતરૂપ ચાણક્ય શબ્દ કરીને વિદિત એવા બે ક્ષુલ્લક છે. ‘પદ્' પાદલેપનરૂપ યોગને વિશે સમિતસૂરિ દષ્ટાંત છે. તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy