________________
॥ મંત્રપિંડ ઉપર પાદલિપ્તાચાર્ય કથા ।।
(૩૧૫
આપતો નથી, તો એવો કોઈ સાધુ છે, કે જે તેની પાસે (થી) ઘી, ગોળ વગેરે અપાવે ?” ત્યારે તેઓમાંથી કોઈ એક સાધુએ કહ્યું કે - “જો તમે ઇચ્છતા હો તો મને અનુજ્ઞા આપો, કે - જેથી હું તેની પાસે અપાવું.” ત્યારે તેઓએ તેને અનુજ્ઞા આપી. II૪૯૫। પછી તે સાધુ (કેટલાક સાધુઓને લઈને) તેને ઘેર ગયા. વિઘા વડે તેને મંત્ર્યો. ત્યારે તેણે સાધુઓને કહ્યું કે - ‘હું તમને શું આપું?’ તેઓએ કહ્યું કે - ‘ઘી, ગોળ, વસ્ત્ર વગેરે આપો.' ત્યારે તેણે સાધુઓને ઘી, ગોળ વગેરે (સ્વજનોદ્વારા) ઘણું અપાવ્યું. ત્યારપછી તે ક્ષુલ્લકસાધુએ વિદ્યા સંહરી લીધી. એટલે તે ભિક્ષુપાસક પોતાના મૂળસ્વભાવ પર આવ્યો. પછી જેટલામાં તે ઘી વગેરે જુએ છે. તેટલામાં તે ઘણું થોડું જુએ છે. ત્યારે ‘કોણે મારૂં ધૃતાદિક હરણ કર્યું ? કોણે મને છેતર્યો-ઠગ્યો ?' એમ વિલાપ કરવા લાગ્યો. ત્યારે તેના પરિવારે કહ્યું કે – “તમે જ સાધુઓને (અમારા હાથે) અપાવ્યું છે, તો કેમ તમે આમ બોલો છો ?’’ તે સાંભળી તે મૌનનું અવલંબન કરીને રહ્યો. II૪૯૬
અહીં દોષોને કહે છે :
मू.०- पडिविज्ज थंभणाई, सो वा अन्नो व से करिज्जाहि ॥ पावाजीवी माई, कम्मणगारी य गहणाई ॥ ४९७॥
મૂલાર્થ : પ્રતિવિદ્યાએ કરીને તે અથવા બીજો તેનું સ્તંભનાદિક કરે. તથા આ પાપ વડે જીવનારા માયાવી અને કામણગારા છે એમ લોકમાં જુગુપ્સા અને ગ્રહણાદિક થાય. ॥૪૯૭।
ટીકાર્થ ઃ જે ગૃહસ્થને વિદ્યા વડે મંત્રિત કર્યો હોય, તે સ્વભાવમાં રહેલો થાય (એટલે વિદ્યામુક્ત થાય) ત્યારે કદાચ દ્વેષી થઈ અથવા બીજો કોઈ તેનો પક્ષપાતી દ્વેષવાળો થઈ પ્રતિવિદ્યાએ કરીને ‘સ્તંભાવિ’ સ્તંભન, ઉચ્ચાટન કે મારણ વગેરે કરે. તથા આ સાધુઓ ‘પાપણીવિન:' ‘પાપેન’ એટલે પરદ્રોહ કરવારૂપ વિદ્યાદિ વડે જીવવાના સ્વભાવવાળા-માયાવી-શઠ છે, એમ લોકમાં જુગુપ્સા-નિંદા થાય. તથા આ સાધુઓ કામણગારા છે એમ કહીને રાજકુળમાં ગ્રહણ, આકર્ષણ વેષત્યાજનછોડાવવો, કદર્થના, મારણ વગેરે દોષો થાય છે. ।।૪૯૭ા
હવે મંત્રના વિષયમાં મુરુંડરાજા વડે ઉપલક્ષિત પાદલિપ્તસૂરિનું ઉદાહરણ કહે છે :
मू. ०- जह जह पएसिणी जा णुगम्मि पालित्तओ भाडे ॥
तह तह सीसे वियणा, पणस्सइ मुरुण्डरायम्म ४९८ ॥
'
મૂલાર્થ : પાદલિપ્ત આચાર્ય જેમ જેમ પોતાની આંગળી જાનુની ફરતી ફેરવે છે, તેમ તેમ મુરુડરાજાની મસ્તકની વેદના નાશ પામે છે ૪૯૮
ટીકાર્થ : પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં મુરુડ નામે રાજા છે, ત્યાં પાદલિપ્ત નામના આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org