________________
૩૧૪)
/ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ફેલાયા છે. તથા “પુરા' પહેલાં મને શંકા હતી કે – જે જેવા ગુણવાળા સંભળાય છે, તે તેવા જ ગુણવાનું હશે ? કે અન્ય જેવા હશે ?” હમણાં તો તમને જોયે સતે મારું હૃદય નિઃશંક થયું છે. ૪૯૩ સંસ્તવદ્વાર કહ્યું. હવે (૧૨-૧૩મું) વિદ્યા મંત્રનામનું દ્વાર કહે છે : मू.०- विज्जामंतपरूवण, विज्जाए भिक्खुवासओ होइ ॥
मंतम्मि सीसवेयण तत्थ मुरुंडेण दिलुतो ॥४९४॥ મૂલાર્થ વિદ્યા અને મંત્રની પ્રરૂપણા કરવી છે, તેમાં વિદ્યાને વિષે ભિલૂપાસકનું દષ્ટાંત છે, અને મંત્રને વિષે શિરોવેદનામાં મુરૂંડ રાજાનું દષ્ટાંત છે. ૪૯૪ો
ટીકાર્થઃ હવે વિદ્યા અને મંત્રની પ્રરૂપણા કરવાની છે તે આ પ્રમાણે – સાધનાસહિતની અથવા સ્ત્રીરૂપ દેવતાએ અધિષ્ઠિત જે અક્ષરની પદ્ધતિ (રચના) તે વિદ્યા કહેવાય છે, અને સાધના રહિત અથવા પુરુષ દેવતાએ અધિષ્ઠિત જે અક્ષરની પદ્ધતિ તે મંત્ર કહેવાય છે. (તસ્થ' ત્તિ -- તેમાં વિદ્યાને વિષે “ભિસૂપાસક' દષ્ટાંત છે, અને મંત્રને વિષે શિરોવેદનામાં “મુફંડ” નામના રાજા વડે ઉપલક્ષિત “પાદલિપ્તસૂરિ' દૃષ્ટાંત છે. I૪૯૪ો. તેમાં ભિકૂપાસકનું દૃગંત બે ગાથા વડે કહે છે : मू.०- परिपिडियमुल्लावो, अइपंतो भिक्खूवासओ दावे ॥
जइ इच्छह अणुजाणह, घयगुलवत्थाणि दावेमि ॥४९५॥ गंतं विज्जामंतण, किं देमि? घयं गलं च वत्थाई॥
दिन्ने पडिसाहरणं, केण हियं ? केण मुट्ठोमि ? ॥४९६॥ મૂલાર્થ એકઠા થયેલ સાધુઓનો આલાપ થયો કે - ભીલૂપાસક અતિ પ્રાંત છે, તેને કોઈ અપાવે એવો છે? - ત્યારે એક સાધુએ કહ્યું - જો તમે ઇચ્છતા હોય તો મને અનુજ્ઞા આપો. હું તેની પાસે ઘી, ગોળ અને વસ્ત્ર અપાવું. ત્યારે તેઓએ તેને અનુજ્ઞા આપી. ૪૯પા પછી તે સાધુ તેને ઘેર ગયા, વિદ્યા વડે તેને મંત્યો, તે બોલ્યો - “શું આપું?” સાધુએ કહ્યું – “ઘી, ગોળ અને વસ્ત્રાદિક આપ.” ત્યારે તેણે તે જ પ્રમાણે આપ્યું. પછી ક્ષુલ્લકસાધુએ વિદ્યાને સંહરી લીધી. તેથી તે બોલ્યો કે – “મારૂં કોણે હરણ કર્યું? કોના વડે હું ચોરાયો ?' II૪૯૬ll
ટીકાઈ ગંધસમૃદ્ધ નામના નગરમાં ધનદેવ નામે ભિસૂપાસક છે. તે પોતાને ઘેર ભિક્ષા માટે આવેલા સાધુઓને કાંઈ પણ આપતો નથી. એકદા યુવાન સાધુઓ એકસ્થાને ભેગા થયા. તેમનો પરસ્પર ઉલ્લાપ થયો. તેમાં એક સાધુએ કહ્યું કે - “આ ધનદેવ અતિપ્રાંત છે. તે સાધુઓને કંઈપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org