________________
૩૧૨)
પણ જાણી લેવું. II૪૮ના
॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥
હવે પશ્ચાત્સંબંધીસંસ્તવને વિષે દોષોને કહે છે :
मू.०- पच्छासंथवदोसा, सासू विहवादिधूयदाणं च ॥
भज्जा ममेरिसिच्चिय, सज्जो घाउ वयभंगो वा ॥ ४८८ ॥
મૂલાર્થ : પશ્ચાત્સંસ્તવના આ દોષો છે ઃ ‘આ મારી સાસૂ જેવી છે' એમ કહેવાથી વિધવાદિક પુત્રીનું દાન કરે, અને આવી જ મારી ભાર્યા હતી એમ કહેવાથી તત્કાળ ઘાત અથવા વ્રતભંગ થાય. ||૪૮૮॥
ટીકાર્થ : પશ્ચાત્સંબંધીના સંસ્તવમાં આ દોષો છે. ‘મારી સાસૢ આવી હતી’ એમ કહેવાથી તે સ્ત્રી વિધવા વગેરે, આદિશબ્દ હોવાથી કુરંડા વગેરે સ્વરૂપવાળી પુત્રીનું દાન કરે. તથા ‘આવી મારી ભાર્યા હતી’ એમ કહેવાથી જો તેનો ઇર્ષાલુ ભર્તા પાસે હોય તો ‘મારી ભાર્યાને આણે પોતાની ભાર્યા કલ્પી’ એમ વિચારી સાધુનો ઘાત કરે, અને તેનો ભર્તા ઇર્ષ્યાળુ ન હોય અથવા સમીપે ન હોય તો ‘મને આણે ભાર્યા કરી’ એમ વિચારી ઉન્મત્ત થઈને ભાર્યાની જેવું આચરણ કરવાથી ચિત્તનો ક્ષોભ ઉત્પન્ન કરે, તેથી વ્રતનો ભંગ થાય. ।।૪૮૮ા
આ પ્રમાણે પ્રથમ પૂર્વસંબંધી સંસ્તવ અને પશ્ચાત્સંબંધી સંસ્તવ એ દરેકના અસાધારણ દોષોને કહી હવે બન્નેના સાધારણ દોષોને કહેવાની ઇચ્છાવાળા આચાર્ય મહારાજ કહે છે :
मू.०- मायावी चडुयारी, अम्हं ओहावणं कुणइ एसो ॥
निच्छुभाई पंतो, करिज्ज भद्देसु पडिबंधो ॥ ४८९ ॥
મૂલાર્થ : આ માયાવી અને ચાટુકારી (સાધુ) અમને વશ કરે છે, એમ નિંદા કરે. તથા જો તે પ્રાંત (અધર્મી) હોય તો કાઢી મૂકે છે, અને જો ભદ્રિક હોય તો પ્રતિબંધ થાય છે. ૪૮૯લા
ટીકાર્થ : “અધીરજ અને નેત્રના અશ્રુ પાડવા વગેરે કરતો આ માયાવી (સાધુ) અમને વશ કરવા માટે ચાટુ (ખુશામત) કરે છે, એમ નિંદા કરે, તથા કાર્પેટિક-ભિખારી જેવા પોતાના માતાદિકની કલ્પના વડે અમારી અપભ્રાજના કરે છે.” એ પ્રમાણે વિચારીને જો તે પ્રાંત-તુચ્છ હોય તો પોતાના ઘરમાંથી કાઢી મૂકવું વગેરે કરે છે. અને જો તે ગૃહસ્થો ભદ્રિક હોય તો તે ભદ્રિકોમાં (ભદ્રિકોનો)સાધુ ઉપર પ્રતિબંધ થાય છે. અને પ્રતિબંધ થવાથી આધાકર્માદિક કરીને આપે છે. II૪૮૯ા
Jain Education International
બન્નેય પ્રકારનો સંબધીસંસ્તવ કહ્યો. હવે પૂર્વરૂપ વચનસંસ્તવનું લક્ષણ કહે છે : मू.०- गुणसंथवेण पुव्विं, संतासंतेण जो थुणिज्जाहि ॥ दायारमदिन्नम्म, सो पुवि संथवो हवइ ॥ ४९०॥
For Private & Personal Use Only
www.jainelibrary.org