________________
// પૂર્વસંસ્તવ અને તેના દોષી |
(૩૧૧ પરિચયની ઘટનાને ‘પૂર્વ પૂર્વકાળે થયેલ માતાદિરૂપે ‘પશ્ચાદા' અથવા પશ્ચાત્કાળ થએલ સાસુ વગેરેરૂપે કરે છે II૪૮પો કેવી રીતે પરિચય કરે? તે કહે છે : मू.०- आयवयं च परवयं, नाउं सम्बन्धए तयणुरूवं ॥
मम माया एरिसिया, ससा व धूया व नत्ताई ॥४८६॥ મૂલાર્થઃ પોતાની વય અને પરની વય જાણીને તેને યોગ્ય સંબંધ દેખાડે, કે-મારી માતા આવી હતી, અથવા બહેન, અથવા પુત્રી અથવા પૌત્રી આવી હતી. //૪૮૬ll,
ટીકાર્થ : અહીં કોઈ સાધુ ભિક્ષાને માટે કોઈના ઘરમાં પ્રવેશ કરીને આહારના લંપટપણાથી પોતાનું વય અને પરનું વય “નુરુપ' તે વયને અનુસાર સંબંધ બતાવે. એટલે કે – જો તે વયોવૃદ્ધા હોય અને પોતે મધ્યમ વયવાળો હોય તો આવી મારી માતા હતી. એમ બોલી વળી જો તે પણ મધ્યમ વયવાળી (એટલે સમાનવયસ્કા) હોય તો આવી મારી બહેન હતી એમ બોલે. જો બાળવયવાળી હોય તો (આવી મારી) પુત્રી અથવા (આવી મારી) પૌત્રી (હતી, એમ) કહે. ll૪૮દી હવે આ જ પૂર્વરૂપ સંબંધીસંસ્તવનું ઉદાહરણ કહે છે : मू.०- अद्धिइ दिट्ठिपण्हव, पुच्छा कहणं ममेरिसी जणणी ॥
__ थणखेवो संबंधो, विहवासुण्हाइदाणं च ॥४८७॥ મૂલાર્થ : કોઈ સાધુ અવૃતિ-અધીરજ વડે નેત્રમાં અશ્રુ લાવે, ત્યારે તે પૂછે, તેને તે કહે કે – મારી માતા આવી જ હતી, ત્યારે તે સ્તનક્ષેપ કરે, પરસ્પર સંબંધ થાય. તથા વિધવા નુષાદિકનું દાન કરે. ૪૮૭
ટીકાર્થ : કોઈક સાધુ કોઈક ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે પ્રવેશ કરી પોતાની માતા જેવી કોઈક સ્ત્રીને જોઈ આહારાદિકના લંપટપણાએ કરીને માયાકપટ વડે અધીરજથી ‘ષ્ટિ સ્ત્રd' કાંઈક અશ્રુનું મૂકવું કરે, ત્યારે “પુજી ત્તિ તે સ્ત્રી પૂછે કે – તમે અધીરજવાળા કેમ દેખાઓ છો ? - ત્યારે સાધુ કહે કે – મારે “શી” તમારી જેવી જ માતા હતી. અહીં દોષોને કહે છે - ત્યારે તે સ્ત્રી માતૃત્વમાતાપણું પ્રગટ કરવા માટે સાધુના મુખમાં સ્તનનું નાખવું કરે તથા પરસ્પર સ્નેહબુદ્ધિરૂપ સંબંધ થાય, તથા વિધવા નુષા-પુત્રવધૂ આદિકનું દાન કરે, એટલે કે - મરણ પામેલા પોતાના) પુત્રને સ્થાને આ મારો પુત્ર છે એવી બુદ્ધિથી પોતાની (તે વિધવા) નુષા (પુત્રવધૂ)નું દાન કરે. આદિ શબ્દ છે તેથી સ્નેહના વશથી દાસી વગેરેનું પણ દાન કરે. આ પૂર્વે (પહેલા થએલા) સંબંધીસંસ્તવ - પરિચયનું ઉદાહરણ કહ્યું. એ જ પ્રમાણે પશ્ચાત્ (પાછળથી થયેલા) સંબંધીસંસ્તવ-પરિચયનું ઉદાહરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org