________________
૩૦૮)
I શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ // કે જેથી પછી પણ અમે તમારા પ્રસાદથી જીવીએ.” તે સાંભળી ‘ભલે એમ થાઓ એ પ્રમાણે દાક્ષિણ્યતાથી અનુમતિ આપીને તે પાછો વળ્યો. પછી તેણે ભરત ચક્રવર્તીના ચરિત્રને પ્રકટ કરનાર રાષ્ટ્રપાળ નામનું નાટક કર્યું-બનાવ્યું. પછી વિશ્વકર્માએ સિંહરથ રાજાને વિનંતી કરી કે - “હે દેવ ! આષાઢભૂતિએ રાષ્ટ્રપાળ નામનું નાટક રચ્યું છે તે હમણાં ભજવાઓ પરંતુ તેમાં આભરણ વડે ભૂષિત પાંચસો રાજપુત્રોની જરૂરિયાત છે. તે સાંભળી રાજાએ પાંચસો રાજપુત્રો આપ્યા. તેઓને યથાયોગ્ય આષાઢભૂતિએ શીખવ્યા. ત્યાર પછી નાટક ભજવવાનું શરૂ કર્યું. તેમાં અષાઢભૂતિ પોતે ઇક્વાકુવંશમાં ઉત્પન્ન થયેલા ભરત ચક્રવર્તીરૂપે રહ્યા, અને રાજપુત્રોને યથાયોગ્ય સામેતાદિક કર્યા. તે નાટકમાં જે પ્રકારે ભરત ચક્રવર્તી એ છ ખંડવાળું ભરતક્ષેત્ર સાધ્યું, જે પ્રકારે ચૌદરત્નો અને નવ મહાનિધિઓ પ્રાપ્ત કર્યો. જે પ્રકારે આદર્શગૃહ-આરિલાભવનમાં રહેલા ભરતચક્રીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. અને જે પ્રકારે પાંચસોના પરિવાર સહિત પ્રવ્રયા અંગીકાર કરી, તે સર્વ ભજવી બતાવ્યું. તે વખતે તુષ્ટમાન થયેલા રાજાએ અને સમગ્ર લોકોએ પોતપોતાની શક્તિ પ્રમાણે હાર, કુંડલ વગેરે આભરણો તથા સુવર્ણ અને વસ્ત્રો ઘણા આપ્યા. પછી સર્વજનોને ધર્મલાભ આપી પાંચસોના પરિવાર સહિત આષાઢભૂતિ જવા લાગ્યા. ત્યારે “આ શું?” એમ કહી રાજાએ તેને નિવાર્યા. ત્યારે તેણે કહ્યું કે - “શું ભરત ચક્રવર્તી પ્રવ્રજયા લઈને પાછા વળ્યા હતા ! કે જેથી હું પાછો વળું?” એમ કહી તે પરિવાર સહિત ગુરુની પાસે ગયો અને વસ્ત્ર આભરણ વગેરે સર્વ પોતાની બન્ને ભાર્યાને આપ્યું. તે તેમનું પ્રજીવનક થયું. તેઓએ દીક્ષા ગ્રહણ કરી. તે જ નાટક વિશ્વકર્માએ કુસુમપુરમાં ભજવવાનું શરૂ કર્યું. તેમાં પણ પાંચસો ક્ષત્રિયોએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી, તે વખતે લોકોએ વિચાર્યું કે – “આ પ્રમાણે ક્ષત્રિયો પ્રવ્રજ્યા લઈને પૃથ્વીને ક્ષત્રિય રહિત કરશે.” એમ વિચારીને તે નાટકનું પુસ્તક અગ્નિમાં નાંખી દીધું.
સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે રાયનોદવસM'તિ રાજમાં પ્રસિદ્ધ એવો વિશ્વકર્મા, તેને ઘેર પ્રવેશ કર્યો ‘ત્વોથી' કુછી. ‘૩૫સઃ' પ્રવજ્યા ગ્રહણ કરવામાં નિવારણ કર્યું “દન' પુસ્તકને બાળવું અહીં જ અપવાદ કહે છે. “ ' ઇત્યાદિ, ગ્લાન એટલે માંદો, ‘ક્ષપ:' એટલે માસક્ષમણ “પ્રધૂ' બીજે સ્થાનેથી આવેલ અતિથિ, “વિર:' વૃદ્ધ. આદિશબ્દ છે તેથી સંઘનું કાર્ય વગેરેનું ગ્રહણ, તેઓને અર્થે (નિમિત્તે) બીજું-અપવાદપદ છે, એ ભાવાર્થ છે. એટલે કે “સેવ્યતે'
ગ્લાનાદિકનો નિભાવ ન થતો હોય, તો માયાપિંડ પણ ગ્રહણ કરવાલાયક છે, એ ભાવાર્થ છે. l૪૭૪-૪૮૦ણી. માયાદ્વાર કહ્યું. હવે લોભદ્વાર કહે છે: म.०- लब्भंतं पि न गिण्हड़, अन्नं अमुगं ति अज्ज घेच्छामि ॥
भद्दरसं ति व काउं, गिण्हइ खद्धं सिणिद्धाई ॥४८१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org