________________
માયાપિંડ ઉપર આષાઢાભૂતિની કથા .
(૩૦૭ પાતળો આનો કટિપ્રદેશ છે, ગુરૂજાનુપ્રદેશવાળું આનું જંઘાયુગલ છે, સારી રીતે સ્થાપન કરેલ સુવર્ણના કૂર્મયુગલની જેવું આનું ચરણયુગલ છે.” ત્યારપછી વિશ્વકર્મા બોલ્યો કે “હે મહાભાગ્યશાળી ! આ મારી બન્ને કન્યા તમને આધીન છે. તેથી તેનો સ્વીકાર કરો.” પછી તેણે તે બન્નેય કન્યા પરણી. પછી વિશ્વકર્માએ તે બન્નેને કહ્યું કે – “જે આવી અવસ્થાને પામ્યા છતાં પણ ગુરુપાદનું સ્મરણ કરે છે, તેથી તે અવશ્ય ઉત્તમ પ્રકૃતિવાળો છે. તેથી આના ચિત્તને વશ કરવા માટે તમારે નિરંતર મદિરાપાન કર્યા વિના જ રહેવું. અન્યથા એ વિરક્ત થઈને ચાલ્યો જશે.” હવે તે આષાઢભૂતિ સમગ્ર કળાનો સમૂહ જાણવામાં કુશળ હોવાથી વિવિધ પ્રકારના વિજ્ઞાનના અતિશય વડે સર્વ નટોનો અગ્રણી થયો. અને સર્વ ઠેકાણે ઘણું દ્રવ્ય અને વસ્ત્ર આભરણો મેળવે છે. હવે એક દિવસ રાજાએ સર્વ નટોને આજ્ઞા આપી કે – “આજે સ્ત્રીરહિત નાટક ભજવવું.” તેથી સર્વ નટો પોતપોતાની સ્ત્રીઓને પોતપોતાને ઘેર મૂકીને રાજકુળમાં ગયા. તે વખતે આષાઢભૂતિની બન્ને ભાર્યાઓએ વિચાર્યું કે - “આજે આપણા ભર્તા રાજકુળમાં ગયા છે. તે આખી રાત્રિ ત્યાં જ ગુમાવશે તેથી આપણે ઇચ્છા પ્રમાણે મદ્યપાન કરીએ.” એમ વિચારીને તે બન્નેએ તે જ પ્રમાણે કર્યું પછી મદના વશથકી ચેતનારહિત અને વસ્ત્રરહિત થઈ બીજી ભૂમિકાની ઉપર (માળ ઉપર) સૂતેલી રહી. હવે અહીં, રાજકુળમાં પણ બીજા રાજયનો દૂત આવેલ, તેથી રાજાનું ચિત્ત વ્યાક્ષિપ્ત-વ્યાકુળ થયું, તેથી યોગ્ય અવસર ન હોવાથી પ્રતિહારે રજા આપેલા સર્વ નટો પોતપોતાને ઘેર ગયા. આષાઢભૂતિ પણ પોતાને ઘેર આવી જેટલામાં બીજી ભૂમિકા ઉપર ચડ્યો, તેટલામાં તે બન્ને પોતાની ભાર્યાને વસ્રરહિતપણાએ કરીને બીભત્સ જોઈ ત્યારે તે મહાત્માએ વિચાર્યું કે – “અહો ! મારી મૂઢતા! અહો મારી નિર્વિકતા, અને અહો ! મારું દુષ્ટાચરણ ! કે જે મેં આવા અશુચિના કરંડીયા રૂપ અને અધોગતિના કારણરૂપ વિષયસ્થાનોને માટે અત્યંત શુચિરૂપ આ લોક અને પરલોકની કલ્યાણ પરંપરાને ઉત્પન્ન કરનાર તથા શીધ્રપણે મોક્ષપદના કારણભૂત સંયમનો ત્યાગ કર્યો. તો હજું પણ મારું કાંઈપણ નાશ પામ્યું નથી, હજુપણ ગુરુમહારાજની પાસે જાઉં. ચારિત્ર ગ્રહણ કરૂં અને પાપપંકને ધોઉં.” એમ વિચારીને તે ઘરમાંથી બહાર નીકળ્યો. તેને કોઈપણ પ્રકારે વિશ્વકર્માએ જોયો અને ઇગિતાકાર-ચેષ્ટાદિક વડે તેને જાણ્યો કે – આ વિરક્ત થઈને જાય છે. પછી તરત જ પોતાની પુત્રીઓને ઉઠાડી તેની નિર્ભર્સના કરી કે – “હા દુષ્ટ આત્માવાળી ! હનપુણ્યની ચતુર્દશીકે ! તમારું આવા પ્રકારનું દુશ્લેષ્ટિત જોઈને સમગ્ર નિધાનરૂપ તમારો ભર્તા વિરક્ત થઈને જાય છે. તેથી જો તેને પાછો વાળવાને શક્તિવાળી હો, તો પાછો વાળો. પાછો વળી ન શકો તો તેની પાસે પ્રજીવન (આજીવિકા) માગો.” તે સાંભળી તે બન્ને સંભ્રમ સહિત વસ્ત્રો પહેરી તેની પાછળ દોડીને જતા એવા તેના પગમાં લાગી (વળગી), અને કહેવા લાગી કે - “હે સ્વામી! અમારો એક અપરાધ ક્ષમા કરો, પાછા વળો અને રાગવાળી અમારો ત્યાગ ન કરો.” આમ કહ્યા છતાં પણ તે જરા પણ ચિત્તમાં રાગી ન થયો, ત્યારે તેઓ ફરીથી બોલી કે – “હે સ્વામી ! જો એમ જ છે તો અમને પ્રજીવન આપો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org