________________
૩૦૬)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ // માળ ઉપરથી નીચે ઉતરી આદરપૂર્વક આષાઢભૂતિને બોલાવી તેનું પાત્ર ભરાઈ જાય તેટલા મોદકો વહોરાવ્યા (આખા). તથા આદરપૂર્વક કહ્યું કે - “હે ભગવન્ (પૂજય) ! હંમેશાં અહીંથી ભક્તપાન ગ્રહણ કરીને અમારા ઉપર અનુગ્રહ કરજો .” ત્યારપછી આષાઢભૂતિ પોતાના ઉપાશ્રયે ગયા. અહીં વિશ્વકર્માએ પોતાના કુટુંબને તે સાધુનો અચાન્ય રૂપપરાવર્તનનો વૃત્તાંત કહ્યો, અને બન્ને પુત્રીઓને કહ્યું કે – “આદરસહિત દાન અને પ્રીતિ દેખાડવા વડે તે પ્રમાણે કરવું કે – જેથી તે તમને વશ થાય.” પછી હંમેશાં આષાઢભૂતિ તેને ઘેર આવે છે, અને તેની બન્ને પુત્રી તેનો તે જ પ્રમાણે ઉપચાર કરે છે. પછી તેને પોતાના ઉપર અત્યંત રાગી થયેલા જાણીને એકાંતમાં તે બન્ને પુત્રીઓએ તેને કહ્યું કે – “અમે તમારા ઉપર અત્યંત રાગવાળી છીએ, તેથી તમે અમને પરણીને ભોગ ભોગવો.” આ અવસરે તેનું ચારિત્રવરણીયકર્મ ઉદયમાં આવ્યું, ગુરુનો ઉપદેશ ગળી ગયો નષ્ટ થયો), વિવેક જતો રહ્યો, અને કુલ-જાતિનું અભિમાન દૂર થયું. તેથી-તેણે કહ્યું કે - “બહુ સારૂ, એમ થાઓ. પરંતુ હું ગુરુના ચરણ પાસે મારો વેષ મૂકીને આવું છું.” એમ કહી તે ગુરુની સમીપે ગયો, તેમના ચરણયુગલને નમ્યો, અને પોતાનો અભિપ્રાય કહ્યો. ત્યારે ગુરુએ તેને કહ્યું કે - “હે વત્સ ! વિવેકના સાગરરૂપ અને સમગ્ર શાસ્ત્રનો અવગાહ કરનાર તમારી જેવાને બન્ને લોકમાં જુગુપ્સા કરવા લાયક આવું આચરણ યોગ્ય નથી. તથા વળી ‘દ્વીટરસી પરિવાતિ, વિસનું વૈજી! મન રમતું ! જો mયમ વુકુદ, સર્દિ તળિ વહિાર્દિ ? III હે વત્સ! દીર્ઘકાળ સુધી શીલને પાળીને વિષયને વિષે તું ન રમ. બે હાથ વડે સમુદ્રને તરીને ગોષ્પદ-ખાબોચીયામાં કોણ બુડે ?” ઈત્યાદિ. તે સાંભળી આષાઢભૂતિ બોલ્યો કે – “હે ભગવન્! આપ જેમ કહો છો તેમજ છે, માત્ર પ્રતિકૂળ કર્મનો ઉદય થવાથી પ્રતિપક્ષની ભાવનારૂપ કવચના દુર્બળપણાએ કરીને ત્રાસ પામેલા મૃગની જેવા (ચપળ) નેત્રવાળી સ્ત્રીના કટાક્ષરૂપી બાણના નિપાતને મૂકવાને) ધારણ કરતા કામદેવરૂપી ભિલ્લે મારું હૃદય સેંકડો પ્રકારે જર્જરિત કર્યું છે.” એમ કહી ગુરુના ચરણને વંદીને તેમની પાસે તેણે પોતાનું રજોહરણ મૂક્યું. ત્યાર પછી “ઉપકાર નહિ કરનારા ઉપર ઉપકાર કરનારા, અપાર સંસારસમુદ્રનાં ડુબતા પ્રાણીઓનો ઉદ્ધાર કરવામાં એક ચિત્તવાળા અને સમગ્ર જગતના પરમબંધુ જેવા આ ગુરુમહારાજને હું મારી પીઠ કેમ આપું (દેખાડ)?” એમ વિચારીને પાછળ કર્યો છે પાદપ્રચાર જેણે (પાછેપગે ચાલતો) એવો તે “અરે ! આવા પ્રકારના ગુરુમહારાજના ચરણકમલને હું ફરીથી કેવી રીતે પામીશ ?” એમ વિચારતો તે વસતિની બહાર નીકળી વિશ્વકર્માને ઘેર આવ્યો. ત્યારે તે નટની પુત્રીઓએ આદરસહિત અનિમેષદષ્ટિ વડે તેનું શરીર જોયું, તે વખતે સમગ્ર જગતને આશ્ચર્ય કરે તેવું રૂપ તેમને ભાસ્યું. તેથી તે બન્નેએ વિચાર્યું કે - “અહો! આશ્વિનમાસની પૂર્ણિમા (શરદપૂર્ણિમા)ના ચંદ્રમંડળની જેવું મનોહર ક્રાંતિવાળું આનું મુખ છે, કમળના બે પત્ર જેવા આના બે નેત્રો છે, ગરુડની જેવું ઊંચું અને લાંબું આનું નાસિકાનાલ છે. કુંદપુષ્પની શ્રેણીની જેવી અતિ સ્નિગ્ધ આની દંતશ્રેણી છે, મોટા નગરના દરવાજાની જેવું વિશાળ અને પુષ્ટ આનું વક્ષસ્થળ છે, સિંહની જેવો ગોળ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org