________________
| માયાદ્વાર પ્રતિપાદન ||
(૩૦૫
પ્રકૃતિવાળો છે, માટે તમે સાવધાન રહેજો . I૪૭૬ll કદાચિત રાજાના મહેલમાં સ્ત્રી વિના એકલા નટનું જ નાટક થયું, ત્યારે તે બે સ્ત્રીઓ મદિરાથી મત્ત થઈ વિહરવા લાગી, ઘરના ઉપલા માળમાં બન્ને સૂતી li૪૭૭ા રાજગૃહમાં વ્યાઘાત (વિપ્ન) આવવાથી આષાઢભૂતિ પાછો આવ્યો, વસ્ત્ર વિનાની બન્નેને જોઈ વૈરાગ્ય પામ્યો, સંબોધિ પામ્યો. વિશ્વકર્માએ તેના ઇંગિત (ચેષ્ટા) ઉપરથી જાણ્યું, પૂછ્યું. દીકરીઓએ પ્રજીવન માગ્યું, ત્યારે તેણે રાષ્ટ્રપાલ નામનું નાટક બનાવી આપ્યું અને દેખાડ્યું. ll૪૭૮ ઇક્વાકુવંશમાં ભરતરાજા થયા. તે આરિલાભવનમાં કેવલજ્ઞાન પામ્યા. તે જોઈ રાજા વગેરેએ દિવ્ય આભરણાદિક આપ્યાં. પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરી, રાજાનો ઉપસર્ગ થયો. તે પાછો વળ્યો નહિ ૪૭૯લા વિશ્વકર્માએ પણ બીજા નગરમાં તે નાટક ભજવ્યું, તેની સાથે પાંચસો પુરુષોએ દીક્ષા દીધી. પછી તે નાટકને લોકોએ બાળી લીધું. ગ્લાન, ક્ષપક, પ્રાથૂર્ણક અને સ્થવિર વગેરેને માટે બીજું અપવાદપદ પણ સેવાય છે. ૪૮ના
ટીકાર્થ રાજગૃહ નામનું નગર છે. તેમાં સિંહરથ નામે રાજા હતો તે નગરમાં વિશ્વકર્મા નામે નટ હતો તે નટને બે પુત્રીઓ હતી, અને તે બન્નેય પુત્રીઓ અતિસુંદર રૂપે કરીને સૌથી શ્રેષ્ઠ હતી. પોતાના મુખની કાંતિ વડે સૂર્યના કિરણોથી વિકસ્વર થયેલા કમલની લક્ષ્મી (શોભા)ને જીતતી હતી. નેત્રયુગ્મ વડે ભ્રમરા સહિત કુવલય કમલયુગલ (ની શોભા)ને જીતતી હતી. પુષ્ટ-ઉંચા અને આંતરરહિત એવા સ્તનયુગલ વડે ભેળા થયેલા તાલવૃક્ષના બે ફળની લક્ષ્મીને જીતતી હતી. બે બાહુ વડે પલ્લવની લતાને, ત્રણ વળીયાં વડે વક્ર એવા મધ્યભાગ વડે ઇંદ્રિના વજના મધ્યભાગને, જઘનના વિસ્તાર વડે ગંગાનદીના પુલિન પ્રદેશને (કાંઠાને) ઉયુગ્મ વડે હાથીના બચ્ચાની સૂંઢના વિસ્તારને, બે જંઘા વડે કુરુવિંદના વર્તુળ (ગોળ) સંસ્થાનને, બે ચરણ વડે કૂર્મ-કાચબાના શરીરની આકૃતિનો, મોકલપણાએ કરીને શિરીષપુષ્પના સમૂહને તથા વચનની મધુરતાએ કરીને વસંતઋતુમાં ઉન્મત્ત થયેલ કોકિલ (કોયલ)ના સ્વરને જીતતી હતી. એકદા તે નગરમાં વિહારના ક્રમે ધર્મરુચિ નામના આચાર્ય આવ્યા. તેમના શિષ્ય બુદ્ધિના નિધાન આષાઢભૂતિ નામના હતા. તે ભિક્ષાને માટે અટન કરતા કોઈપણ પ્રકારે વિશ્વકર્મા નટના ઘરમાં પેઠા. ત્યારે તેને શ્રેષ્ઠ મોદક પ્રાપ્ત થયો. બહાર નીકળી તેણે વિચાર્યું કે - “આ મોદક સૂરિમહારાજનો થશે, તેથી મારે માટે રૂપનું પરાવર્તન કરીને બીજો મોદક માગું.” એમ વિચારી કાણાનું રૂપ કરી ફરીથી તે ઘેર ગયા. બીજો મોદક પ્રાપ્ત કર્યો. ત્યાર પછી ફરીને વિચાર થયો કે - “આ મોદક ઉપાધ્યાયનો થશે.” એમ વિચારી કુલ્થનું રૂપ બનાવી ફરીથી ઘરમાં પેઠા. ત્રીજો મોદક પ્રાપ્ત થયો. વળી વિચાર થયો કે - “આ મોદક બીજા સંઘાટકના સાધુનો થશે.” એમ વિચારીને કુષ્ટીનું રૂપ કરી ચોથીવાર પેઠા અને ચોથો મોદક પ્રાપ્ત કર્યો. આ રૂપોને કરતાં તે આષાઢભૂતિને માળ ઉપર બેઠેલા વિશ્વકર્મા નટે જોયા. એટલે તેણે વિચાર્યું કે - “આ અમારા મધ્યે ઉત્તમ ન થઈ શકે, પણ કયા ઉપાયથી એને ગ્રહણ કરવો?” એમ વિચારતાં એને બુદ્ધિ ઉત્પન્ન થઈ કે - “મારી પુત્રીઓથી લોભ પમાડીને આને ગ્રહણ કરવો.” એમ વિચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org