________________
| લોભાર પ્રતિપાદન અને સુવ્રતમુનિ ચરિત્ર
(૩૦૯ મૂલાર્થ : આજે હું અમુક વસ્તુ ગ્રહણ કરીશ એમ ધારી પ્રાપ્ત થતી એવી પણ બીજી વસ્તુને ગ્રહણ ન કરે, તે લોભપિંડ કહેવાય છે. અથવા આ સારૂં રસવાળું છે એમ જાણીને ઘણું સ્નિગ્ધાદિક (લાપસી વગેરે)ગ્રહણ કરે, તે લોભપિંડ કહેવાય છે. I૪૮ના
ટીકાર્થઃ “આજે હું ‘મુ સિંહકેસર (સિંહકેસરીયા) આદિ અમુક પદાર્થને ગ્રહણ કરીશ.” એવી બુદ્ધિથી બીજું વાલ, ચણા વગેરે પ્રાપ્ત થતાને પણ જે ગ્રહણ ન કરે, પણ તે અસિતને જ ગ્રહણ કરે તે લોભપિંડ કહેવાય છે. અથવા પૂર્વે તેવા પ્રકારની બુદ્ધિ નહિ હોવા છતાં પણ ભાવ (ઇચ્છા)ને અનુકૂળ પ્રાપ્ત થતું ધિઃિ ' લાપસી વગેરે સારા રસવાળું છે એમ ધારીને જે “ઉદ્ધ' ઘણું ગ્રહણ કરે તે લોભપિંડ કહેવાય છે. ll૪૮૧ તેમાં પહેલા ભેદને આશ્રયીને બે ગાથા વડે ઉદાહરણ કહે છે : मू.०- चंपा छणम्मि घिच्छामि, मोयए ते वि सीहकेसरए ॥
पडिसेह धम्मलाभं, काउणं सीहकेसरए ॥४८२॥ सड्ढड्ढरत्तकेसर, - भायणभरणं च पुच्छ पुरिमड्ढे ॥
उवओग संत चोयण, साहु त्ति विगिंचणे नाणं ॥४८३॥ મૂલાર્થઃ ચંપાનગરીમાં ઉત્સવને દિવસે સાધુએ વિચાર્યું કે – “આજે હું મોદકને ગ્રહણ કરીશ, તે પણ સિંહકેસર લઈશ.” બીજી વસ્તુનો પ્રતિષેધ કરવા લાગ્યો, ધર્મલાભના સ્થાને સિંહકેસરા કહેવા લાગ્યો. I૪૮રા અર્ધરાત્રિએ કોઈ શ્રાવકને ઘેર ગયા, તેણે સિંહકેસરાથી તેનું ભાન ભરી દીધું. પછી પુરિમષ્ઠ પૂછ્યું, સાધુએ ઉપયોગ આપ્યો, પછી કહ્યું કે - “તમે મને સારી પ્રેરણા કરી પછી શુભધ્યાન કરતાં તેને કેવલજ્ઞાન થયું. II૪૮all
ટીકાર્થ : ચંપા નામની નગરી છે, તેમાં સુવ્રત નામના સાધુ છે. એક દિવસ તે નગરીમાં મોદકનો ઉત્સવ થયો. તે દિવસે સુવ્રતસાધુએ વિચાર્યું કે - “આજે મારે મોદકો જ ગ્રહણ કરવા, તે પણ સિંહકેસરા જ લેવા.” આ પ્રમાણે વિચારીને ભિક્ષા પ્રતિ ચાલ્યો. લોલુપતાએ કરીને બીજી વસ્તુનો પ્રતિષેધ કરતો અને સિંહકેસરા મોદકને નહિ પામતો તે ત્યાં સુધી ભમ્યો કે - જ્યાં સુધી અઢી પહોર પૂરા થયા. પછી મોદક નહિ પામવાથી તે નષ્ટચિત્તવાળો થયો. તેથી ઘરના દ્વારમાં પ્રવેશ કરતો તે “ધર્મલાભ” કહેવો જોઈએ તેને બદલે “સિંહકેસરા' એમ બોલવા લાગ્યો એ પ્રમાણે આખો દિવસ ભમી રાત્રિએ પણ તે જ પ્રમાણે ભમતો બે પહોર ગયા, ત્યારે કોઈક શ્રાવકને ઘેર આવ્યાં. ધર્મલાભ કહેવાને ઠેકાણે સિંહકેસરા એમ બોલ્યા. તે શ્રાવક પણ અતિ ગીતાર્થ અને ડાહ્યો હતો. તેથી તેણે ધાર્યું કે - “ખરેખર, આ સાધુને કોઈપણ સ્થાને સિંહકેસરા પ્રાપ્ત થયા નથી, તેથી આનું ચિત્ત નષ્ટ થયું છે.” એમ જાણી તેના ચિત્તને સ્થિર કરવા માટે સિંહકેસરાનું ભરેલ પાત્ર તેની પાસે મૂક્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org