________________
|| શ્વેતાંગુલી આદિ ૬ પુરૂષોનાં દૃષ્ટાંતો |
(૩૦૧ (૪) તથા કોઈક ગામમાં કોઈક પુરુષ ભાર્યાની આજ્ઞામાં રહેતો હતો. તેણે કોઈક દિવસ પોતાની ભાર્યાને કહ્યું કે – “હે પ્રાણેશ્વરી ! હું સ્નાન કરવાને ઇચ્છું છું.” ત્યારે તેણીએ કહ્યું કે – “જો એમ હોય તો આમળાને શીલા ઉપર વાટો, સ્નાનની પોતડી-ધોતી પહેરો, તેલ વડે આત્માને (શરીરને) અભંગ-માલિક કરો અને પછી ઘડાને હાથમાં લ્યો, પછી તળાવમાં સ્નાન કરીને જળથી ભરી અહીં આવો.' તેણે દેવની શેષાની જેમ ભાર્યાની આજ્ઞાને મસ્તક પર ધારણ કરી તે જ પ્રમાણે કર્યું. એ રીતે તે હંમેશાં કરે છે તે વખતે લોકોએ આ બાબતને પ્રકટ કરવા માટે હાસ્ય વડે તેનું સ્નાયક નામ પાડ્યું. આ સ્નાયકની કથા કહી.
(૫) તથા કોઈક ગામમાં કોઈક પુરુષ ભાર્યાના આદેશને કરતો હતો. એકદા તે સ્ત્રી રસોઈ કરવા આસન ઉપર બેઠી હતી. તે વખતે તેણે તેણીની પાસે ભોજન માગ્યું. તેણીએ કહ્યું – મારી પાસે થાળી લઈને આવો.” ત્યારે તે પણ પ્રિયતમા જે મને આદેશ આપે, તે મારે પ્રમાણ છે. એમ કહીને તેણીની પાસે ગયો. તેણીએ ભોજન પીરસ્યું, અને કહ્યું કે - “ભોજનને સ્થાને જઈને જમો.” ત્યારે તે ભોજનને સ્થાને જઈને જમવા લાગ્યો. પછી ફરીથી તેણે તીન - ઓસામણ માગ્યું. તેણીએ કહ્યું કે – “ભોજનનો થાળ લઈને મારી પાસે આવો.' ત્યારે તે ગૃધ્ર (ગીધ) પક્ષીની જેમ ઉભડક પગે ઠેકતો ચાલતો હાથમાં થાળ લઈને ગયો. એ જ પ્રમાણે તક્રાદિકને પણ ગ્રહણ કરવા લાગ્યો. ત્યારપછી આ વૃત્તાંત જાણીને લોકોએ હાંસી વડે તેનું ગૃધ્ર ઇવ રિખી એવું નામ પાડ્યું. આ ગૃધ્ર ઇવ રિખીની કથા કહી.
(૬) તથા કોઈક ગામમાં ભાર્યાનું મુખ જોવા રૂપ સુખમાં લંપટ કોઈક પુરુષ તેણીના હુકમને તાબે હતો. તેને એકદા પોતાની ભાર્યા સાથે વિષયસુખ ભોગવતા પુત્ર થયો. તે પાલનક-પારણામાં જ રહ્યો સતો અતિ બાળક હોવાથી વિષ્ટા કરતો હતો. તે વિષ્ટા વડે તે પાલનક-પારણું અને બાળકના વસ્ત્રો ખરડાતાં હતાં. ત્યારે તે કહેતી હતી કે - “બાળકના કુલાં, પાલનક અને વસ્ત્રોને ધોવો. ત્યારે જે પ્રિયા આદેશ કરે તે હું કરૂં' એમ બોલતો તે તેજ પ્રમાણે કરવા લાગ્યો. એ પ્રમાણે હંમેશાં કરે છે. તે વૃત્તાંત જાણીને લોકોએ બાળકના હદનને પખાળવાનું આ જાણે છે.' એમ કહીને તેનું હદજ્ઞ નામ પાડ્યું. આ હદજ્ઞની કથા કહી.
આ પ્રમાણે સુલ્તકસાધુએ કહે સતે સભાના સર્વ લોકોએ એકીસાથે અટ્ટહાસ્ય કરીને હસતા હસતા કહ્યું કે – “હે ક્ષુલ્લક ! આ (વિષ્ણુમિત્ર) છએ પુરુષોના ગુણોને ધારણ કરે છે, તેથી સ્ત્રીપ્રધાન-સ્ત્રીમુખા એવા આની પાસે તમે કાંઇપણ માંગશો નહિ.” ત્યારબાદ વિષ્ણમિત્ર બોલ્યો કે - “હું કાંઈ તેવા છ પુરુષોની જેવો નથી, તેથી મારી પાસે માગો.” ત્યારે ક્ષુલ્લકે કહ્યું કે - “મને ઘી ગોળ સહિત સેવકિકા-સેવ મારું પાત્ર ભરાય તેટલી આપો.” વિષ્ણુમિત્રે કહ્યું કે – “આપું.” એમ કહી ક્ષુલ્લકને સાથે લઈ પોતાના ઘર તરફ ચાલ્યો, પોતાના ઘરના દ્વાર પાસે આવ્યો ત્યારે ક્ષુલ્લકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org