________________
૩00)
| શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ | બોલ્યો કે - “હે સાધુ! હું જ વિષ્ણમિત્ર છું. મારી પાસે કાંઈ પણ માગો આ લોકોનું હાંસીનું વચન તમે કાંઈપણ કાનમાં ધારણ કરશો નહિ.” ત્યારે ક્ષુલ્લક હોલ્યો કે - “સ્ત્રીને જ મુખ્ય માનનારા (સ્ત્રીને જ આધીન થયેલા) છ પુરુષોમાંથી એકપણ જો તું ન હો તો હું તારી પાસે યાચના કરૂં.” તે સાંભળીને લોકો બોલ્યા કે – “સ્ત્રીપ્રધાન-સ્ત્રીમુખા તે છ પુરૂષો કયા છે? કે-જેમાંનો આ વિષ્ણુમિત્ર એક હોય, એમ તમે શંકા કરો છો?' ત્યારે ક્ષુલ્લક બોલ્યા કે - ૧. શ્વેતાંગુલિ, ૨. બકોડાયક,. ૩. કિંકર, ૪. નાયક, ૫. ગૃષ્ઠ ઇવ રિખી, અને ૬ - હદ: આ છ પુરુષો છે. તે છએના કથાનક આ પ્રમાણે :
(૧) કોઈ ગામમાં કોઈ પુરુષ પોતાની ભાર્યાની ઇચ્છા પ્રમાણે વર્તનારો છે. તે સવારે જ ભૂખ્યો થવાથી પોતાની ભાર્યા પાસે ભોજન માગે છે. ત્યારે તે કહે છે કે – આળસને લીધે હું ઊઠી શકતી નથી, તેથી તમે જ ચૂલામાંથી રાખને બહાર કાઢો, પછી તેમાં પાડોશીના ઘેરથી લાવીને અગ્નિ નાંખો, તેને ઇંધણાં નાંખવા વડે સળગાવો, અને પછી ચૂલા ઉપર તપેલી મૂકો, એ પ્રમાણે યાવત્ રસોઈ તૈયાર કરીને પછી મને કહો; એટલે હું તમને પીરસું. - તે પુરુષ પણ હંમેશાં તે જ પ્રમાણે કરે છે. તેથી લોકોએ પ્રાતઃકાળે જ ચૂલામાંથી રાખ કાઢવા વડે તેની શ્વેત (સફેદ) અંગુલિઓ જોવાથી હાસ્યસહિત શ્વેતાંગુલિ નામ પાડ્યું. આ શ્વેતાંગુલિની કથા છે.
(૨) તથા કોઈક ગામમાં કોઈક પુરુષ પોતાની ભાર્યાનાં મુખનાં દર્શનરૂપ સુખમાં લંપટ હતો, તેથી તેણીની આજ્ઞામાં વર્તતો હતો. એકદા તેની ભાર્યાએ તેને કહ્યું કે - “હું આળસથી ખવાઈ ગઈ છું. તેથી તમે જ તળાવમાંથી પાણી ભરી લાવો.' ત્યારે તે દેવતાના આદેશની જેમ ભાર્યાના આદેશને માનતો સતો કહે છે કે – “હે પ્રિયા, જે તું આદેશ આપે, તે જ હું કરું.” પછી દિવસે મને લોકો ન જુઓ. એમ ધારીને રાત્રિના છેલ્લા પહોરમાં ઉઠીને હંમેશાં તળાવમાંથી પાણી લાવે છે. જ્યાં જવું આવવું કરતા એવા તેના પગના સંચારના શબ્દ સાંભળવાથી અને ઘડો ભરતાં થતાં બુદ્દબુદ્દે શબ્દના સાંભળવાથી તળાવની પાળના વૃક્ષો ઉપર સુતેલા બગલાઓ ઉઠીને ઉડી જાય છે. આ વૃત્તાંત લોકોના જાણવામાં આવ્યો. ત્યારે આ અર્થને સૂચવવા માટે હાંસી વડે લોકોએ તેનું બકોડાયક નામ પાડ્યું. આ બકોડાયકની કથા કહી.
(૩) તથા કોઈક ગામમાં કોઈક પુરુષ ભાર્યાના સ્તન, જઘન વગરેનો સ્પર્શ કરવામાં લંપટ હોવાથી ભાર્યાની ઈચ્છા પ્રમાણે વર્તતો હતો. તે પ્રાત:કાળે જ ઊઠીને હાથ જોડીને કહે છે કે – “હે પ્રિયે ! હું શું કરું?' તે કહે છે કે – “તળાવમાંથી પાણી લાવો” ત્યારે પ્રિયા જે આદેશ આપે તે હું કરું છું.” એમ કહી તળાવમાંથી પાણી લાવે છે. ફરીથી કહે છે કે – “હ બાણથરીહવે હું શું કરું ?” ત્યારે તે બોલે છે – “કૂસૂલ (કોઠાર)માંથી કાઢીને ચોખાને ખાંડો.” એ પ્રમાણે ભાવતું ભોજન કર્યા પછી “મારા પગ ધોઈને ઘી વડે મસળો-માલીસ કરો.” તે સર્વ તે જ પ્રમાણે હંમેશાં કરે છે. તેથી એ પ્રમાણે લોકોએ જાણીને કિંકર નામ સ્થાપન કર્યું. આ કિંકરની કથા કહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org