________________
|| માનપિંડ અને તેના ઉપર ગુણચંદ્રક્ષુલ્લક દૃષ્ટાંત .
(૨૯૯ મૂલાર્થ બીજાએ ઉત્સાહ પમાડેલો અથવા લબ્ધિ અને પ્રશંસા વડે ગર્વિત થયેલો અથવા બીજાએ અપમાન કરેલો સાધુ જે પિંડની એષણા કરે તે માનપિંડ કહેવાય છે. આ૪૬પા
ટીકાર્થ: ‘પળ' બીજા સાધુ વગેરે વડે ‘ઉત્સાહિત:' તું જ આ કાય કરવામાં સમર્થ છે એમ ઉત્કર્ષ પમાડેલો ‘વા' વા - શબ્દ વિકલ્પઅર્થમાં છે. તથા ‘બ્ધિપ્રશંસાપ્ય લબ્ધિ અને પ્રશંસા વડે ‘કુત્તો ' ગર્વિત થયેલો હોય કે - “હું જે કોઈ પણ ઠેકાણે જાઉં. ત્યાં સર્વ ઠેકાણે મને લાભ મળે; અને માણસો તેવી જ રીતે મને વખાણે છે.” એ પ્રમાણે અભિમાનવાળો અથવા ‘તારાં વડે કાંઈપણ સિદ્ધ નહિ થાય.” એ પ્રમાણે બીજા દ્વારા અપમાન કરાયો થકો અહંકારના વશથી જે સાધુ પિંડની એષણા કરે તે તેનો માનપિંડ કહેવાય છે. અહીં “ક્ષુલ્લકનું દષ્ટાંત આ પ્રમાણે છે :
ગિરિપુષ્મિત નામના નગરમાં સિંહ નામના આચાર્ય પરિવારસહિત આવ્યા. એક દિવસે તે નગરમાં સેવકિકા (સેવ)નો ઉત્સવ થયો. તે દિવસે સૂત્રપારસી થઈ રહ્યા પછી એક ઠેકાણે યુવાન સાધુઓનો સમુદાય મળ્યો. તેમનો પરસ્પર ઉલ્લાપ થયો. તેમાં કોઈક સાધુ બોલ્યો કે - “આ બધાને વિષે કયો સાધુ સવારમાં જ સેવકિકા (સેવ) લાવશે?” ત્યારે ત્યાં ગુણચંદ્ર નામના ક્ષુલ્લક સાધુ બોલ્યા કે - “હું લાવીશ.” ત્યારે તેણે કહ્યું કે – જો તે સેવકિકા સર્વ સાધુઓને પરિપૂર્ણ નહિ થાય, અથવા ઘી ગોળ રહિત હોય તો તેનું કાંઈ પણ પ્રયોજન નથી. તેથી જો અવશ્ય લાવવી જ હોય તો પરિપૂર્ણ ઘી ગોળ સહિત લાવવી.” ત્યારે ક્ષુલ્લક સાધુ બોલ્યા કે – “જેવી તમે ઇચ્છો છો તેવી જ લાવીશ.” એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને નાંદીપાત્ર લઈને ભિક્ષાને માટે તે નીકળ્યા. અને કોઈક કૌટુંબિકને ઘેર ગયા. તથા ત્યાં ઘણી સેવકિકા જોઈ, તથા ઘી ગોળ પણ ઘણા તૈયાર કરેલા જોયા. તે વખતે તેણે અનેક પ્રકારે વચનની રચના વડે સુલોચના નામની કૌટુંબિકની ભાર્યા પાસે યાચના કરી, પણ તેણીએ સર્વથા પ્રકારે નિષેધ કર્યો કે - “હું તમને કાંઈપણ નહિ આપું ત્યારે અમર્ષ (ઈષ્ય) પામેલા ક્ષુલ્લકે કહ્યું કે - “આ સેવકિકા ઘી ગોળ સહિત મારે અવશ્ય ગ્રહણ કરવાની છે.” સુલોચના પણ અમર્ષસહિત ક્ષુલ્લકનું વચન સાંભળીને કોપાયમાન થઈને બોલી કે – “જો તું આ સેવમાંથી કોઈપણ પામે તો મારી નાસિકા ઉપર તે પ્રશ્નવણ (મૂત્ર) કર્યું.” તે સાંભળી ક્ષુલ્લકે વિચાર્યું કે – “મારે આ અવશ્ય કરવું છે.” એમ વિચારીને તે ઘરમાંથી બહાર નીકળ્યો, અને કોઈને પૂછ્યું કે - “આ ઘર કોનું છે?' તેણે કહ્યું કે – વિષ્ણુમિત્રનું આ ઘર છે' ત્યારે ફરીથી ક્ષુલ્લકે પૂછ્યું કે -- “તે હમણાં ક્યાં છે ?” તેણે કહ્યું કે- “સભામાં છે. તે સાંભળી તે ક્ષુલ્લક સભામાં જઈ જાણે હર્ષસહિત હોય તેમ સભાના માણસોને પૂછ્યું કે - “હે મનુષ્યો ! તમારી મધે વિષ્ણુમિત્ર કોણ છે?” ત્યારે લોકો બોલ્યા કે – “હે સાધુ! તમારે તેનું શું કામ છે?” સાધુએ કહ્યું કે - “તેની પાસે હું કોઈક યાચના કરવાનો છું.” તે સાંભળીને તે સર્વલોકોનો તે વિષ્ણમિત્ર પ્રાયઃ બનેવી થતો હતો તેથી હાસ્યસહિત તેઓ બોલ્યા કે - “તે તો કૃપણ છે, તેથી તે તમને કાંઈપણ આપશે નહિ. તેથી તમે અમારી પાસે જ માગો.” ત્યારે વિષ્ણમિત્ર “મારી અપભ્રાજના (અપમાન) ન થાઓ.' એમ વિચારીને તેઓની આગળ થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org