________________
૨૯૮)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | વિષે કે બીજાને વિષે ‘જોધપત્તે ક્રોધનાં ફળ તરીકેનો જે મરણાદિનો શાપ-શ્રાપ, તે સફળ જોયે તે (એટલે-ક્રોધિત થયેલા તે મુનિએ અથવા બીજા કોઈ મુનિએ - તારું મૃત્યુ હો – ઇત્યાદિ જે શ્રાપ આપ્યો તે સફળ થયેલો જોઈને) ગૃહસ્થ વડે જે પિંડ પ્રાપ્ત કરાય, તે ક્રોપિંડ કહેવાય છે. /૪૬૩. આને વિષે જ ઉદાહરણને કહે છે : मू.०- करडुय भत्तमलद्धं, अन्नहिं दाहित्थ एव वच्चंतो ॥
थेरो भोयण तइए, आइक्खण खामणा दाणे ॥४६४॥ મૂલાર્થ ઃ મૃતકના ભોજનને નહિ પામવાથી સાધુ બીજા માસિકે આપજે એમ કહી ગયા. (એમ ત્રણ વાર થયું ત્યારે) સ્થવિર દ્વારપાળે વિચાર્યું કે - આ ત્રીજી વાર ભોજન માટે આવ્યો. એમ વિચારી તેણે ગૃહનાયકને કહ્યું, ત્યારે તેણે મુનિને ખમાવીને દાન આપ્યું. //૪૬૪ll
ટીકાર્થ: હસ્તકલ્પ નામના નગરમાં કોઈક બ્રાહ્મણને ઘેર મરેલાનું માસિક ભોજન અપાતું હતું. તે વખતે કોઈક સાધુ માસક્ષમણને અંતે ભિક્ષા માટે આવ્યો અને તેણે બ્રાહ્મણોને અપાતા ધૃતપૂર (ઘેબર) જોયા. તે સાધુને દ્વારપાળે નિષેધ કર્યો, ત્યારે તે કોપ પામીને બોલ્યો કે 'અન્નદં તાદિસ્થ ’િ આનો અર્થ આ પ્રમાણે છે. “આ માસિકમાં મેં પ્રાપ્ત ન કર્યું તેથી કરીને બીજા માસિકમાં મને આપશો.” આ પ્રમાણે કહીને સાધુ ત્યાંથી ગયા. હવે દૈવયોગે તે જ ઘરે પાંચ-છ દિવસમાં બીજો મનુષ્ય મરી ગયો. તેના માસિકમાં ભોજન દેવાતું હતું, ત્યારે તે જ સાધુ ફરીથી માસક્ષમણને પારણે ગયા. તે જ પ્રમાણે દ્વારપાળે તેને નિષેધ કર્યો. ત્યારે ફરી પણ કોપ પામીને તે બોલ્યો કે - “અહિં રાદિસ્થ ત્તિ' (ફરી બીજાના માસિકમાં આપજો) ત્યાર પછી ફરીથી પણ દૈવયોગે તે જ ઘેર બીજો મનુષ્ય મરણ પામ્યો. તેના માસિકને દિવસે પણ તે જ સાધુ માસક્ષમણને પારણે ભિક્ષા માટે આવ્યા. તેને તે જ પ્રમાણે દ્વારપાળે નિષેધ કર્યો. ત્યારે પણ સાધુએ કહ્યું, ‘મન્નદં દિલ્થ ત્તિ' (ફરી બીજાના માસિકમાં આપજો) આ સાંભળીને તે સ્થવિર દ્વારપાળે વિચાર્યું કે- “પહેલાં પણ આ સાધુએ બે વાર આવો શાપ આપ્યો હતો. તેથી બે મનુષ્ય મરી ગયા. હવે ત્રીજી વેળા આવી. તેથી હવે કોઈ પણ મનુષ્ય ન મરો.” એ પ્રમાણે અનુકંપા ઉત્પન્ન થવાથી તેણે આ સર્વ વૃત્તાંત ગૃહનાયકને નિવેદન કર્યો. તેણે પણ આવીને આદરસહિત સાધુને ખમાવીને ધૃતપૂર વગેરે ઇચ્છા પ્રમાણે તેને આપ્યું. આ ક્રોપિંડ જાણવો. સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે ડુમરું' માસિકાદિક મૃતકનું ભોજન. |૪૬૪ આ પ્રમાણે ક્રોધપિંડ કહ્યો, હવે માનપિંડનો સંભવ કહે છે : मू.०- ओच्छाहिओ परेण व, लद्धिपसंसाहि वा समुत्तइओ ॥
अवमाणिो परेण य, जो एसइ माणपिंडो सो ॥४६५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org