________________
(૨૯૭
I ક્રોધદ્વાર અને તેનો સંભવ in मू.०- हत्थकप्प गिरिकुल्लिय, रायगिहं खलु तहेव चंपा य ॥
कडघयपुन्ने इट्टग, लड्डग तह सीहकेसरए ॥४६१॥ મૂલાર્થઃ હસ્તકલ્પ, ગિરિપુષ્મિત, રાજગૃહ તથા ચંપા કરેલા ઘેબર, સેવ, મોદક અને સિંહકેસરા (લોભાદિકની ઉત્પત્તિના કારણ જાણવા.) II૪૬૧
ટીકાર્થ : ક્રોધપિંડના દૃષ્ટાંતનું નગર હસ્તકલ્પ, માનપિંડના દૃષ્ટાંતનું નગર ગિરિપુષ્મિત, માયાપિંડના દૃષ્ટાંતનું નગર રાજગૃહ અને લોભપિંડના દષ્ટાંતનું નગર ચંપા જાણવું. તથા કરેલા ઘેબરને નહિ પામનાર સાધુને ક્રોધ ઉત્પન્ન થયો, સેવ નહિ પામનારને માન ઉત્પન્ન થયું, મોદકને આશ્રયીને માયાની ઉત્પત્તિ થઈ અને સિહકેસરીયા મોદકને નહિ પામનારને લોભ ઉત્પન્ન થયો. /૪૬૧ હવે ક્રોપિંડના સંભવને કહે છે : मू.०- विज्जातवप्पभावं, रायकुले वा वि वल्लभत्तं से ॥
नाउं ओरस्सबलं जो लब्भइ कोहपिंडो सो ॥४६२॥ મૂલાર્થ: તે સાધુના વિદ્યા અને તપના પ્રભાવને, અથવા રાજકુળમાં વલ્લભપણાને અથવા છાતીના બળને જાણી (તે સાધુને) જે પિંડ પ્રાપ્ત થાય છે, તે ક્રોધપિંડ જાણવો. II૪૬રા
ટીકાર્થ: તે સાધુને પોતાના વિદ્યાપ્રમાd' ઉચ્ચાટન, મારણ વગેરે વિદ્યાના પ્રભાવને, “તા:' શાપનું દેવું વગેરે તપના પ્રભાવને અથવા રાજકુળને વિષે વલ્લભપણાને જાણીને અથવા તો ‘મરચવત' સહસ્રયોધિત્વ (પોતે એકલો જ લડાઈમાં હજાર યોદ્ધાઓને જીતે તે સહસ્રોધિ કહેવાય છે) વગેરે છાતીના બળને જાણીને જે પિંડ ગૃહસ્થ વડે અપાય છે, તે ક્રોધપિંડ છે I૪૬રા અથવા અન્યથા પ્રકારે ક્રોપિંડનો સંભવ છે. તેને જ દેખાડે છે : मू.०- अन्नेसि दिज्जमाणे, जायंतो वा अलद्धिओ कुप्पे ॥
कोहफलम्मि वि दिढे, जो लब्भइ कोहपिंडो सो ॥४६३॥ મૂલાર્થ અથવા તો બીજાને દેવતા પિંડની, યાચના કરતો સાધુ તે નહિ પામવાથી લબ્ધિરહિત સતો કોપ કરે, ત્યારે ગૃહસ્થ ક્રોધનું ફળ દીઠેલું હોવાથી તેની પાસેથી જે પિંડ, સાધુ પ્રાપ્ત કરે તે ક્રોધપિંડ કહેવાય છે. ૪૬૩
ટીકાર્થ: ‘મ:' બીજાને એટલે બ્રાહ્મણાદિકને પિંડ દેવાતે સતે સાધુ યાચના કરવા છતાં પણ જ્યારે પિંડને પામે નહિ, ત્યારે પોતે લબ્ધિરહિત સતો કોપ કરે, અને તે ક્રોધાયમાન થયે સતે સાધુ કોપ પામે તે સારું નથી એમ જાણીને ગૃહસ્થ વડે જે અપાય તે ક્રોધપિંડ છે. અથવા તો તે સાધુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org