________________
૨૯૬)
શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | म.०- संशोधम संसमणं, नियाणपरिवज्जणं च जं तत्थ ॥
आगंतु धाउखोभे य, आमए कुणइ किरियं तु ॥४५९॥ મૂલાઈ આગંતુક અને ધાતુના ક્ષોભવાળા વ્યાધિને વિષે જે ક્રિયાને કરે છે, તે આ પ્રમાણેસંશોધન, સંશમન અને નિદાનનું વર્જવું. ૪૫
ટીકાર્થ : આગંતુક અને “ધાતુક્ષોએ – (સૂવનસૂત્રમ્' સૂચન કરનાર હોવાથી સૂત્ર કહેવાય છે. એવું વચન છે તેથી ધાતુક્ષોપને ધાતુના ક્ષોભથી ‘ગામU' રોગ ઉત્પન્ન થયે સતે તેમાં જે ક્રિયાને કરે છે, તે આ પ્રમાણે ‘સંશોધને' હરીતકી (હરડે) વગેરે આપવા વડે સંશોધન, ('સંસમM') પિત્તાદિકનું ઉપશમન તથા “નિતાનપરિવર્નના' રોગના કારણનું વર્જવું. આ ત્રીજી ચિકિત્સા કહી. ૪૫ આમાં (ચિકિત્સા કરવામાં) દોષોને કહે છે : मू.०- अस्संजमजोगाणं, पसंधणं कायघाय अयगोलो ॥
दुब्बलवग्धाहरणं अच्चुदये गिण्हणुड्डाहे ॥४६०॥ મૂલાર્થઃ અસંયમયોગનું નિરંતર પ્રવર્તન થાય, ગૃહસ્થ અયોગોલક જેવો હોવાથી કાયાવધ થાય, તેમાં દુર્બલ વાઘનું ઉદાહરણ છે. અતિરોગનો ઉદય થાય તો ગ્રહણ અને ઉડ્ડાહ થાય. (૪૬૦ની
ટીકાર્થઃ “સંયમોનાં' સાવઘવ્યાપારોનું પસંધન' નિરંતર પ્રવર્તન થાય એવું આ ચિકિત્સાનું કરવું છે. કેમકે ગૃહસ્થ તપેલા લોઢાના ગોળા જેવો છે જેથી નીરોગી થયેલો તે ગૃહસ્થ યાવજીવ જે છકાયનો વધ કરે છે, તે સર્વ સાધુની ચિકિત્સાથી પ્રવર્તેલ છે, તેથી જે ચિકિત્સાનું કરવું તે નિરંતરપણે અસંયમ યોગોનું કારણ છે. તથા વળી અહીં દુર્બલ વ્યાઘ'નું ઉદાહરણ છે. તે આ પ્રમાણે – એક અટવીમાં અંધપણાને લીધે ભક્ષ્યને નહિ પામતો કોઈ એક વાઘ હતો. તેનું અંધપણું દૂર કરવા માટેકોઈએ તેની ચિકિત્સા કરી. ચિકિત્સા કરવાથી તે સારો (દેખતો) થયો. પછી પ્રથમ તેણે તે જ વૈદ્યનો નાશ કર્યો. ત્યાર પછી બાકીના ઘણા જીવોનો નાશ કર્યો. એ જ પ્રમાણે ગૃહસ્થ પણ સાધુ વડે ચિકિત્સા કરાયો સતો સાધુના સંયમરૂપી પ્રાણોને હણે છે, અને બાકીના પૃથ્વીકાયાદિકને હણે છે. તથા વળી જો કદાચ કોઈ પણ પ્રકારે ચિકિત્સા કરાતા તે ગૃહસ્થને અતિરોગનો ‘ ' પ્રાદુર્ભાવ થાય તો મને આ સાધુએ અત્યંત રોગી કર્યો એમ ધારી ક્રોધયુક્ત થઈને તેને રાજકુલાદિકમાં ગ્રહણ કરાવે-પકડાવે. અને તેમ થવાથી ‘ડુદ્ધિ:' પ્રવચન માલિન્યતા થાય. //૪૬OTી
ચિકિત્સાદ્વાર કહ્યું. હવે (૭થી ૧૦) ક્રોધાદિક ચાર દ્વારોને કહેવાની ઇચ્છાવાળા આચાર્ય પ્રથમ ક્રોધાદિકપિંડના દષ્ટાંતોના નગરોને અને ક્રોધાદિકની ઉત્પત્તિનાં કારણોને કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org