________________
॥ ચિકિત્સાદાર અને તેના ભેદો
(૨૯૫
શું કહેવાયું ? તે કહે છે કે વૈદ્યની પાસે જઈને ચિકિત્સા પૂછવી જોઈએ. આ પ્રમાણે અજ્ઞાનીને બોધ કરવાથી એક ચિકિત્સા થઈ. અથવા રોગીના પૂછવાથી કહે કે - મને પણ આવા પ્રકારનો વ્યાધિ થયેલ, તે અમુક ઔષધ વડે શાંત થયો હતો. આ બીજી ચિકિત્સા થઈ. અથવા ‘વૈદ્યતા' વૈદ્ય થઈને સાક્ષાત્ ચિકિત્સા કરે. આ ત્રીજી ચિકિત્સા. અહીં પહેલી બે ચિકિત્સા સૂક્ષ્મ છે અને ત્રીજી બાદર
છે. ૪૫૬॥
તેમાં પહેલી ચિકિત્સાની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા આચાર્ય મહારાજા વ્યાખ્યા કહે છે : मू.०- भिक्खाइ गओ रोगी, किं विज्जोऽहं ति पुच्छिओ भाइ ॥ अत्थावत्ती कया, अबुहाणं बोहणा एवं ||४५७॥
મૂલાર્થ : ભિક્ષાદિક માટે ગયેલ સાધુને રોગીએ પૂછ્યું ત્યારે તે બોલે કે ‘શું હું વૈદ્ય છું ?’ આ પ્રમાણે કહેવાથી અર્થાપત્તિથી અબુધને બોધ કર્યો ।।૪૫ણા
ટીકાર્થ : ‘મિક્ષાર્’ ભિક્ષાદિકને નિમિત્તે ગયો સતો સાધુ, ‘રો↑’ તિ અહીં તૃતીયાના અર્થમાં પ્રથમા લખી છે, તેથી રોગી વડે પૂછયો સતો કહે કે – શું હું વૈદ્ય છું ? કે-જેથી કરીને કહું ? એ પ્રમાણે કહે સતે ‘અર્થાપન્યા’ સામર્થ્યથી ‘અવુધાનાં' વૈદ્યની પાસે જઈને ચિકિત્સા કરાવાય. એમ નહિ જાણનારને ‘વોધના' (વૈદ્યની પાસે જવું જોઈએ એમ) હમણાં કહેલા અર્થનું જણાવવું થાય છે.
૫૪૫ગા
હવે બીજી ચિકિત્સાને કહે છે :
मू. ०- एरिसियं चिय दुक्खं, भेसज्जेण अमुगेण पउणं मे ॥ सहसुप्पन्नं व रुयं, वारेमो अट्टमाईहिं ॥ ४५८ ॥
:
મૂલાર્થ : આવું જ મારું દુઃખ અમુક ઔષદ વડે નાશ પામ્યું હતું. અથવા અકસ્માત્ ઉત્પન્ન થએલ રોગને અમે અષ્ટમાદિ વડે નીવારીએ છીએ. ।।૪૫૮।।
ટીકાર્થ : આવા પ્રકારનું જ મારું ‘દુઃä' દુઃખના કારણરૂપ ગુમડું વગેરે અમુક ઔષદ વડે ‘પ્રમુñ’ વેદના રહિત (સારૂં) થયું હતું. તથા અમે ‘સહસ્રોત્પન્નાનાં’ અકસ્માત ઉત્પન્ન થયેલી વ્યાધિને અષ્ટમાદિ વડે નીવારીએ છીએ ‘તત્યોબન્ને રોમાં અક્રમેળ નિવારણ્' તેમાં ઉત્પન્ન થયેલા રોગને અષ્ટમતપ વડે નીવારવો, ઇત્યાદિ મોટા મુનિના વચનનું પ્રમાણપણું છે. તેથી તારે પણ તે પ્રમાણે કરવું એ ભાવાર્થ છે. ૪૫૮॥
હવે ત્રીજી ચિકિત્સાને વિસ્તારથી કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org