________________
૨૯૪)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદા मू.०- एमेव कागमाई, साणग्गहणेण सूइया होंति ॥
___जो वा जम्मि पसत्तो, वणइ तहिं पुट्ठऽपुट्ठो वा ॥४५४॥ મૂલાર્થ એ જ પ્રમાણે થાનના ગ્રહણ વડે કાકાદિની પણ સૂચના થઈ છે. અથવા જે પુરુષ જે કાકાદિમાં આસક્ત હોય તેની પૂક્યો અથવા નહિ પૂક્યો સો વનપકતા કરે છે ૪૫૪
ટીકાર્થ: “વમેવ' વનપકપણાની પ્રરૂપણાના વિષય તરીકે સ્થાનશબ્દના ગ્રહણ વડે કાકાદિક પણ સૂચિત કર્યા છે. તેથી તેમાં પણ વનપકણાની ભાવના કરવી. તે જ બાબતને ધ્યાતિપૂર્વક કહે છે – જે માણસ જે કાકાદિકને વિષે પૂજારીપણાએ કરીને આસક્ત હોય, તેમાં તેણે કાકાદિકનું સ્વરૂપ પૂછ્યું હોય કે ન પૂછ્યું હોય તો પણ તે સાધુ વનતિ’ પ્રશંસા ધારાએ કરીને પોતાના આત્માને તેનો ભક્ત દેખાડે છે. //૪૫૪ો. હવે વનપકપણું કરનાર સાધુનું દોષબહુલપણું યુક્તિ વડે પ્રકટ કરે છે : मू.०- दाणं न होइ अफलं, पत्तमपत्तेसु सन्निजुज्जंतं ॥
इय विभणिएऽवि दोसा, पसंसओ किं पुण अपत्ते ? ॥४५५॥ મૂલાર્થ પાત્ર કે અપાત્રને વિષે અપાતું દાન નિષ્ફળ નથી, એમ બોલવામાં પણ દોષ છે, તો પછી અપાત્રની પ્રશંસા કરવામાં તો શું કહેવું? I૪૫પા
ટીકાર્થ અહીં પાત્ર કે અપાત્રને વિષે સંનિયોગ કરાતું (અપાતું) દાન નિષ્ફળ થતું નથી. એમ કહેવામાં પણ દોષ છે. કેમકે - અપાત્રદાનની પાત્રદાનના જેવી પ્રશંસા કરવાથી સમક્તિમાં અતિચાર સંભવે છે, તો પછી અપાત્રોની જ સાક્ષાત્ પ્રશંસા કરનારનું શું કહેવું? તેમાં તો નિશ્ચયે મહાદોષ લાગે છે. કેમકે-તેમાં મિથ્યાત્વને સ્થિર કરવું આદિ દોષનો સદ્ભાવ છે. ૪૫પા આ પ્રમાણે વનપકદ્વાર કહ્યું. હવે (૬) ચિકિત્સાદ્વાર કહે છે : म.०- भणइ य नाहं वेज्जो, अहवा वि कहेड अप्पणो किरियं ॥
अहवा वि विज्जयाए, तिविह तिगिच्छा मुणेयव्वा ॥४५६॥ મૂલાર્થ : સાધુ બોલે કે હું વૈદ્ય નથી, અથવા પોતાના રોગની ક્રિયા કહે, અથવા તો વૈદ્યપણાએ કરીને ચિકિત્સા કરે, એમ ત્રણ પ્રકારે ચિકિત્સા જાણવી. ૪ પદો
ટીકાર્થ : અહીં ‘વિવિત્સા' એટલે રોગનો પ્રતીકાર અથવા રોગના પ્રતીકારનો ઉપદેશ તેને ચિકિત્સા કહેલી છે. તેથી સાધુને આશ્રયીને ‘ત્રિવિધા' ત્રણ પ્રકારની ચિકિત્સા જાણવી તે આ પ્રમાણે - કોઈ રોગીએ સાધુને રોગનો પ્રતિકાર પૂછે સતે સાધુ કહે કે – શું હું વૈદ્ય છું? – આવું કહેવા વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org