________________
૩૦૨)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / તેને કહ્યું કે - “હું પહેલાં પણ તમારે ઘેર આવ્યો હતો. પણ તમારી ભાર્યાએ પ્રતિજ્ઞા કરી કે - હું તમને કાંઈપણ નહિ આપું.” તેથી હવે તમને જેમ યોગ્ય ભાસે તેમ કરો. આ પ્રમાણે તેણે કહે તે વિષ્ણમિત્ર બોલ્યો કે - “જો એમ છે તો તમે ક્ષણમાત્ર અહીં ગૃહદ્વારમાં રહો. પછી હું તમને બોલાવીશ.” પછી વિષ્ણમિત્ર ઘરમાં પેઠો. તેણે પોતાની ભાર્યાને પૂછ્યું કે - “સેવતિકા રાંધી? ઘી ગોળ વગેરે તૈયાર કર્યા?' તેણીએ કહ્યું, “હા. સર્વપરિપૂર્ણ કર્યું છે. ત્યારબાદ ગોળ જોઈને તે બોલ્યો કે – “આ તો ગોળ થોડોક છે, એટલાથી ચાલશે નહિ, માટે માળ ઉપરથી ઘણો ગોળ લાવ, કે જેથી બ્રાહ્મણોને હું જમાડું.” ત્યારે તે સ્ત્રી તેના કહેવાથી માળ ઉપર ચડી. એટલે તેણે નીસરણી લઈ લીધી. પછી ક્ષુલ્લકને બોલાવી પાત્ર ભરાય તેટલી સેવતિકા તેને આપી અને ઘી-ગોળ આપવાનો આરંભ કર્યો. તેટલામાં ગોળ લઈને સુલોચના માળ ઉપરથી ઉતરવા લાગી. પણ નીસરણી જોઈ નહિ તેથી વિસ્મયવાળી દષ્ટિ વડે જેટલામાં પ્રસર - ચારે બાજુ જુએ છે, તેટલામાં ક્ષુલ્લકને દેવાતી ઘી ગોળ સહિત સેવતિકા જોઈ. તે વખતે – “હું આ ક્ષુલ્લક વડે પરાભવ પામી” એમ અભિમાન વડે ભરાયેલ હૃદયવાળી તે આને ન આપો, આને ન આપો એમ મોટા શબ્દ વડે પોકાર કરવા લાગી. ક્ષુલ્લકે પણ તેણીની સન્મુખ જોઈને “મેં તારી નાસિકા ઉપર મૂત્ર કર્યું.” એમ પોતાની નાસિકા ઉપર આંગળી મૂકીને દેખાડ્યું - સૂચવન કર્યું. અને તેમ દેખાડીને ઘી ગોળ અને સેવતી ભરેલા પાત્રવાળો તે ક્ષુલ્લક પોતાની વસતિમાં ગયો. ૪૬પા. આ જ બાબતને આઠ ગાથા વડે દેખાડે છે : मू.०- इट्टगछ (ख)णम्मि परिपिं-डियाण उलाव को णु हु पगेव ॥
आणिज्ज इट्टगाओ ? खुड्डो पच्चाह आणेमि ॥४६६॥ जइ वि य ता पज्जता, अगुलघयाहि न ताहिं णे कज्जं ॥ जारिसियाओ इच्छह, ता आणेमि त्ति निक्खंतो ॥४६७॥ ओहासिय पडिसिद्धो, भणइ अगारिं अवस्सि मा मज्झं ॥ जइ लहसि तो तं मे, नासाए कुणसु-मोयं ति (सा आह) ॥४६८॥ कस्स घर पुच्छिऊणं, परिसाए अमुउ कइरो पुच्छित्तु ॥ किं तेणऽम्हे जायसु, सो किविणो दाहिइ न तुज्झ ॥४६९॥ दाहि त्ति तेण भणिए, जइ न भवसि छण्हमेसि पुरिसाणं ॥ अन्नयरो तो तेऽहं, परिसामज्झम्मि पणयामि ॥४७०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org