________________
૨૯૨)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II ઘણા ફળવાળું થાય છે. તો પછી ષટ્કર્મમાં તત્પર એવા તેમને વિષે તો શું કહેવું? I૪૪૮
ટીકાર્થઃ પિંડદાન વગેરેની ક્રિયા કરાવવા વડે લોકોની ઉપર ઉપકાર કરનારા અને ભૂમિના દેવસમાન બ્રાહ્મણોને વિષે તેમજ વળી ‘વિપુષ્યપિ' જાતિમાત્રથી બ્રાહ્મણો હોય તેને વિષે પણ અપાતું દાન બહુ ફળવાળું થાય તો પછી યજન (યજ્ઞ કરવો) યાજન (યજ્ઞ કરાવવો) વગેરે છ કર્મમાં તત્પર એવા તેમના વિશે શું કહેવું? અર્થાત તેમને વિષે આપેલું દાન વિશેષે કરીને બહુ ફળવાળું થશે. (એમ પ્રશંસા કરે) l૪૪૮ હવે કૃપણના ભક્તોની પાસે કૃપણની પ્રશંસારૂપ વનપકપણું જે રીતે કરે, તે રીકે કહે છે : मू.०- किवणेसु दुम्मणेसु य, अबंधवायंकजुंगियंगेसु ॥
पूयाहिज्जे लोए, दाणपडागं हरइ दितो ॥४४९॥ મૂલાર્થઃ પૂજા વડે વશ કરાય એવા આ લોકને વિષે પણ દુર્મનવાળા, બાંધવ વિનાના, રોગી અને લૂલા પાંગળાને દાન દેનાર પુરુષ દાનપતાકાને ગ્રહણ કરે છે. ll૪૪૯l.
ટીકાર્થ: આ જગતમાં લોક ‘પૂનાહા' પૂજા વડે હરણ કરાય-આવર્જાય એટલે વશ કરાય તે પૂજાહાર્ય એટલે પૂજિતને પૂજનાર છે. પરંતુ કોઈ પણ કૃપણાદિકને દાન આપતો નથી. તેથી કૃપણને વિષે તથા ઈષ્ટજનના વિયોગાદિક વડે દુઃખી મનવાળાને વિષે તથા બાંધવરહિતને વિષે તથા “માતં?'
જ્વરાદિક વ્યાધિ, તેના યોગ (સંબંધ)થી આતંકવાળા પણ આતંક કહેવાય છે, તેમને વિષે તથા બુતિપુ જેના હાથ પગ વગેરે અવયવો કપાઈ ગયા હોય તેવાને વિશે આકાંક્ષા (ઇચ્છા) રહિતપણાએ કરીને દાન દેતો પુરુષ આ લોકમાં દાનપતાકાને ‘રતિ’ ગ્રહણ કરે છે. II૪૪૯
હવે અતિથિના ભક્તોની પાસે સાધુ જે પ્રકારે અતિથિની પ્રશંસારૂપ વનપકપણું કરે છે, તે પ્રકારે કહે છે : मू.०- पाएण देइ लोगो, उवगारिसु परिचिएसुऽज्झुसिए वा ॥
जो पुण अद्धाखिन्नं अतिर्हि पूएइ तं दाणं ॥४५०॥ મૂલાર્થ : પ્રાયઃકરીને લોક ઉપકારીને, પરિચિતને અને આશ્રિતને દાન આપે છે, પરંતુ જે માર્ગથી ખેદ પામેલા અતિથિને પૂજે છે, તે જ દાન કહેવાય છે. ૪૫૦ના
ટીકાર્થ : અહીં પ્રાયઃ કરીને લોક ઉપકારીઓને વિષે અથવા પરિચિતોને વિષે અથવા તો ‘મણૂષિત' આશ્રિતોને વિષે (જ) ભોજનાદિકનું દાન આપે છે, પરંતુ જે માણસ માર્ગથી ખેદ પામેલા અતિથિને પૂજે છે (દાન આપે છે, તે જ દાન જગતમાં પ્રધાન છે. I૪૫ગી
હવે શ્વાનના ભક્તોની પાસે શુનકની પ્રશંસારૂપ વનપકપણું કરતો સાધુ જે બોલે છે, તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org