________________
| વનીકાદ્વાર અને તેના ભેદો
(૨૯૧ ટીકાર્થ : અહો ! આ શાક્યાદિક ભગવંતો (પૂજ્યો) આ પ્રમાણે નિશ્ચલ રહી ભોજન કરે છે કે - જમતા જેમ ચિત્રકર્મમાં આલેખેલા હોય તેમ જોવામાં આવે છે. તથા વળી આ પરમ કણાવાળા અને દાનની રુચિવાળા છે. તેથી એઓએ અવશ્ય ભોજન આપવું યોગ્ય છે. વળી ‘મારંબ્લિપિ' ગર્દભની જેમ મૈથુનને વિષે અતિ આસક્ત થયેલા કામગર્દભો (બ્રાહ્મણો)ને વિષે આપેલું પણ નાશ પામતું નથી. (અહીં બ્રાહ્મણોને વિષે એ અધ્યાહાર છે) તો આ શાક્યાદિકને વિષે આપેલું કેમ નાશ પામે ? ન જ પામે. અર્થાત તેઓને આપેલું દાન અતિ બહુફળવાળું થાય છે. તેથી તેમને વિશેષ કરીને આપવું. ૪૪ll. અહીં દોષોને દેખાડે છે. मू.०- मिच्छत्तथिरीकरणं, उग्गमदोसा य तेसु वा गच्छे ॥
चडुकारऽदिन्नदाणा, पच्छत्थिग मा पुणो इंतु ॥४४७॥ મૂલાર્થઃ મિથ્યાત્વનું સ્થિર કરવું થાય, ઉદ્ગમદોષ લાગે, અથવા તેમને વિષે જાય, દાન દીધેલું નહિ હોવાથી ખુશામત કરનારા છે. (એમ અવર્ણવાદ થાય) અને પ્રતિપક્ષી થાય તો ફરી આવશો નહિ એમ કહે. ll૪૪શા
ટીકાર્થ: આ પ્રમાણે શાક્યાદિની પ્રશંસા કરવાથી લોકમાં મિથ્યાત્વનું સ્થિર કરવું થાય છે, તે આ પ્રમાણે - સાધુઓ, પણ આ લોકોની પ્રશંસા કરે છે, તેથી તેમનો ધર્મ સત્ય (સારો) છે. ઇત્યાદિ. તથા જો તે ભક્તો ભદ્રિક હોય તો આ પ્રમાણે સાધુએ કરેલી પ્રશંસાને પામીને તેને-સાધુને માટે આધાર્મિકાદિક કરે. ત્યારપછી તેમાં લુબ્ધપણાએ કરીને કદાચ સાધુવેષનો ત્યાગ કરી તે આધાર્મિકાદિ કરે. ત્યારપછી તેમાં લુબ્ધપણાએ કરીને કદાચ સાધુવેષનો ત્યાગ કરી તે શાક્ષાદિકને વિષે જાય,. તથા લોકને વિષે – આ સાધુઓ ચાટુકારી (ખુશામતીયા) પૂર્વજન્મમાં પણ જેમણે દાન દીધું નથી એવા સતા આહારાદિકને માટે શ્વાનની જેમ પોતાના આત્માને દેખાડે છે. એમ અવર્ણવાદ થાય, અથવા જો કદાચ શાક્યાદિક કે શાક્યાદિકના ભક્તો “પ્રત્યથા:' પ્રત્યેનીક (શત્રુરૂપ) થાય તો દ્વેષથી પ્રશંસાના વચનની અવજ્ઞા કરીને આ પ્રમાણે બોલે કે – તમે ફરીથી અહીં આવશો નહિ I૪૪છા. - હવે બ્રાહ્મણના ભક્તોની પાસે બ્રાહ્મણની પ્રશંસારૂપ વનપકપણે જેવી રીતે કરે તેવી રીતે દેખાડે છે :
मू.०- लोयाणुग्गहकारिसु, भूमिदेवेसु बहुफलं दाणं ॥
__ अवि नाम बंभबंधुसु, किं पुण छक्कम्मनिरएसु ॥४४८॥ મૂલાર્થઃ લોકના ઉપર અનુગ્રહ કરનારા ભૂમિદેવ તેમજ બ્રહ્મબંધુને વિષે પણ આપેલું દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org