________________
૨૯૦)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ મૂલાર્થ : મરી ગયેલી માતાવાળા વાછરડાની જેમ આહારાદિકના લોભથી શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ અને શ્વાનના ભક્તને વિષે પોતાની ભક્તિ દેખાડે તે વનપક કહેવાય છે. ૪૪૪
ટીકાર્થ “મૃતા' મરણ પામી છે, માતા જે વત્સી ' વાછરડાની, જેમ તે (વાછરડા)ને ગોપાળ બીજી ગાયને વિષે (ભક્તિવાળો દેખાડે છે) તેમ, અહીં “ગાયને વિષે” એ પદ અધ્યાહાર છે. ‘મારી સાવિત્રીબેન ભોજન, પાત્ર, વસ્તુ વગેરેના લોભ વડે શ્રમણને વિષે, બ્રાહ્મણને વિષે, કૃપણને વિષે, અતિથિને વિષે અર્થાત્ તેઓના ભક્તને વિષે ‘વનતિ' પોતાના આત્માને જે ભક્તિવાળો દેખાડે તે વનપક કહેવાય છે. પૂર્વની જેમ ઔણાદિક ‘પ પ્રત્યય લાગ્યો છે. II૪૪૪
હવે શ્રમણ શબ્દ વડે જેટલા નામો કહેવાય છે, તેટલાને દેખાડીને તેમને વિષે જે પ્રકારે વનપકપણું થાય છે, તે પ્રકારે દેખાડે છે.
मू.०- निग्गंथ सक्क तावस, गेरुय आजीव पंचहा समणा ॥
तेसि परिवेसणाए, लोभेण वणिज्ज को अप्पं ॥४४५॥ મૂલાર્થઃ નિગ્રંથ, શાક્ય, તાપસ, ગેરક અને આજીવક એ પાંચ પ્રકારના શ્રમણ કહેવાય છે. તેમને ભોજન આપતી વખતે કોઈક સાધુ લોભથી પોતાને તેના ભક્ત તરીકે દેખાડે. ૪૪પા
ટીકાર્થ: ‘નિથા:' સાધુઓ, ‘શાવા:' માયા સૂનવીય (માયા સૂનુના ભક્ત-બોદ્ધો) “તાપમ:' વનમાં રહેનાર પાખંડીઓ રૂા:' ગેરુથી રંગેલા વસ્ત્રવાળા પરિવ્રાજકો તથા ‘કાનીવા: ગોશાલકના શિષ્યો, આ પંવધા' પાંચ પ્રકારના શ્રમણો હોય છે. તેઓ યથાયોગ (યોગઅનુક્રમ પ્રમાણે) ગૃહસ્થોને ઘેર આવ્યા હોય ત્યારે તેમને “રવેપળે' ભોજનદાન આપતી વખતે કોઈક આહારલંપટ સાધુ ‘બાહીતિનોમેન' આહારાદિકમાં લુબ્ધપણાએ કરીને ‘વનતિ' પોતાને શાક્યાદિકની ભક્તિવાળો દેખાડે. અર્થાત્ તેના ભક્ત એવા ગ્રંથોની પાસે પોતાને તેઓના ભક્ત તરીકે) દેખાડે. એમ સામર્થ્યથી (અધ્યાહારથી) જાણવું. I૪૪પા
અહીં પ્રાયઃ શાક્ય અથવા ગેરુક, ગૃહસ્થને ઘેર ભોજન કરે છે, તેથી ભોજન કરતા એવા તેમને આશ્રયીને સાધુ જે રીતે વનપકપણું કરે છે તે રીતે દેખાડે છે. मू.०- भुंजंति चित्तकम्म, ठिया व कारुणिय दाणरुइणो वा ॥
अवि कामगद्दहेसु वि, न नस्सइ किं पुण जइसु ? ॥४४६॥ મૂલાર્થ : ચિત્રકર્મમાં રહેલા હોય તેમ એઓ ભોજન કરે છે, વળી દયાળુ અને દાનરુચિવાળા છે, કામમાં ગર્દભ જેવા બ્રાહ્મણોને વિષે પણ આપેલું નાશ પામતું નથી, તો પછી યતિઓમાં આપેલું નાશ ન પામે, તેમાં શું કહેવું? ૪૪૬ll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org