________________
| વનીકાદ્વાર અને તેના ભેદો છે.
(૨૮૯
પ્રયોજનની અપેક્ષાવાળી વસ્તુઓને સૂચા અને અસૂચા વડે સારી અથવા નરસી કહેવી તે આજીવન કહેવાય. //૪૪રા
ટીકાર્થ કર્મને વિષે અને શિલ્પને વિષે એ જ પ્રમાણે એટલે કુલાદિકની જેમ ઉપજીવન કહેવું. કેવી રીતે? તે કહે છે: “જર્જરિ' કર્મ અને શિલ્પને કરનારને વિષે : આ ઉપલક્ષણ છે તેથી કરાવનાર વણિફ વગેરેને વિષે અહીં સપ્તમી ષષ્ઠીના અર્થમાં છે. તેથી આ પ્રમાણે અર્થ કરવો-કરનાર અને કરાવનારના ‘યોગનાક્ષેપુ' ભૂમિને ખેડવા વગેરેને વિષે પ્રયોજનને નિમિત્તે ધારણ કરેલ હળ વગેરે વસ્તુને વિષે (અહીં સૂત્રમાં આર્ષપણાથી વિભક્તિનો લોપ થયો છે) “વહુવિસ્તરેપુ' ઘણી અને વિવિધ પ્રકારની વસ્તુને સમ્યફ અથવા અસમ્યફ કહેવાતે સતે અથવા શોભન કે અશોભન (સારી કે નબળી) કહેવાતે સતે જે પોતાનું કર્મ કે શિલ્પની બાબતમાં કુશળપણું જણાવવું, તે કર્મ અને શિલ્પનું ઉપજીવન જાણવું. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : (ગોચરી અર્થે) પ્રવેશ કરેલ સાધુ ખેતી વગેરે કરનારની કે કરાવનારની ખેતીના પ્રયોજનની અપેક્ષાવાળી વિવિધ પ્રકારની હલાદિક ઘણી વસ્તુ હોય તેને જોઈને પોતાનું કર્મને વિષે કે – શિલ્પને વિષે કુશળપણું જણાવવા માટે તે વસ્તુઓને જે શોભન કે અશોભન કહેવી તે કર્મ અને શિલ્પનું આજીવન જાણવું. આ પ્રકારે જે કુશળપણું જણાવવું તે સૂચા, અને ફુટવચન વડે કુશળપણું કહેવું તે અસૂચા છે. ૪૪રા - આજીવકદ્વાર કહ્યું. હવે (૫) વનપકદ્વાર કહેવાનું છે. તેમાં પ્રથમ વનપકના ભેદોને અને શબ્દની નિરૂક્તિને કહે છે : मू.०- समणे माहणि किवणे, अतिही साणे य होइ पंचमए ॥
वणि जायण त्ति वणिओ, पायप्पाणं वणेइ त्ति ॥४४३॥ મૂલાર્થ : શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ અને પાંચમા સ્થાન છે. અહીં વનિ-ધાતુ યાચના અર્થમાં છે, તેથી પ્રાયઃ આત્માને ભક્તિવાળો દેખાડીને માગે છે, તેથી વનપક કહેવાય છે. II૪૪૩ી.
ટીકાર્થ : વનપક પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે : “શ્રમ” શ્રમણના વિષયવાળો, બ્રાહ્મણના વિષયવાળો, કૃપણના વિષયવાળો, અતિથિના વિષયવાળો અને પાંચમો શ્વાનન. વિષયવાળો છે. તેમાં ‘વનીપતિ વનિ' એ ધાતુ યાચનાના અર્થમાં છે. “વન યાવને” એવું વચન છે માટે, તેથી ‘વનું તે' એટલે પ્રાયઃ કરીને દાતારના માનીતા શ્રમણાદિકને વિષે પોતાને ભક્તિવાળો દેખાડીને જે પિંડની યાચના કરે તે ‘વળિયું ઉત્ત' વનપક કહેવાય છે અહીં ઉણાદિગણનો ‘પ પ્રત્યય થયો છે. ૪૪૩ હવે બીજે પ્રકારે વનપકશબ્દની નિરુક્તિને કહે છે : मू.०- मयमाइवच्छगं पिव वणेइ आहारमाइ लोभेणं ॥
समणेसु माहणेसु य, किविणातिहिसाणभत्तेसु ॥४४४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org