________________
૨૮૮)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / આદિ આસન, યાગ એટલે અશ્વમેધાદિ યજ્ઞ કાળ એટલે પ્રાતઃકાળ વગેરે. ઘોષ એટલે ઉદાત્ત વગેરે (ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત) આદિ શબ્દથી હ્રસ્વ-દીર્ઘ વગેરે વર્ણને ગ્રહણ કરવા. આ પ્રમાણે સાધુએ કહે સતે તે બ્રાહ્મણ તે સાધુને બ્રાહ્મણ જાતિનો માને અને તેમ થવાથી ભદ્ર (સરળ) કે પ્રાંત (અધર્મી)ને વિષે પૂર્વની જેમ દોષો કહેવા ૪જવા જાતિથી ઉપજીવન કહ્યું. હવે કુલાદિકથી ઉપજીવનને કહે છે : मू.०- उग्गाइकुलेसु वि, एमेव गणे मंडलप्पवेसाई ॥
देउलदरिसण भासाउवणयणे दंडमाइया ॥४४१॥ મૂલાર્થ : ઉગ્રાદિક કુળને વિષે પણ એ જ પ્રમાણે જાણવું. ગણને વિષે (મલ્લના સમૂહમાં) મંડલપ્રવેશાદિ દેવકુળનું દર્શન, ભાષાનું બોલવું તથા દંડાદિક એ સર્વની પ્રશંસા કરવી. II૪૪૧
ટીકાર્થ ‘વમેવ' જાતિને વિષે પણ જેમ કહ્યું તે જ રીતે કુલાદિકને વિષે પણ એટલે ઉગ્રાદિકુળને વિષે પણ ઉપજીવન જાણવું. જેમકે-કોઈક સાધુએ ઉગ્નકુળને વિષે ભિક્ષા માટે પ્રવેશ કર્યો. ત્યાં તેના પુત્રને પદાતિઓને (સીપાઈઓને) યથાર્થ રીતે આરક્ષકના કર્મમાં યોજતો જોઈને – તેના પિતાને કહે કે – આ તમારો પુત્ર અભ્યાસ નહિ કર્યા છતાં પણ પદાતિઓની યથાયોગ્ય યોજના કરવા વડે ઉગ્રકુલમાં ઉત્પન્ન થયો હોય એમ જણાય છે. તે સાંભળીને તે જાણે કે – આ સાધુ પણ ઉગ્નકુળમાં જન્મ્યા છે. આ પોતાના કુળનો પ્રકાશ સૂચા વડે (અન્યોક્તિદ્વારા) કર્યો. પણ જ્યારે પ્રકટવાણી વડે જ પોતાના કુળને જણાવે કે હું ઉગ્રકુળનો કે ભોગકુળનો છું. વગેરે બોલે ત્યારે અસૂચા વડે કુળ પ્રકટ કર્યું જાણવું. તેના ભદ્ર અને પ્રાંતપણાને આશ્રયીને પૂર્વે કહ્યા પ્રમાણે દોષો કહેવા. તથા “' ગણના વિષયમાં મંડલપ્રવેશાદિક જાણવું.(અહીં કર વિનાના વાડામાં (અથવા સમુદાયના વાડામાં) ગયેલા કોઈ એક મલ્લને જે પૃથ્વીનો ખંડ (પ્રદેશ) મળેલો હોય તે મંડલ કહેવાય છે.) ત્યાં (તે મંડલમાં) રહેલા પ્રતિદ્વવાળા (બીજા) મલ્લનો વિઘાત કરવા માટે જે પ્રવેશ કરવો તે આદિ અહીં આદિશબ્દથી ગ્રીવા પકડવી ઇત્યાદિ જાણવું તથા તેવર્ણન' યુદ્ધમાં પ્રવેશ કરતી વખતે ચામુંડાદેવીની પ્રતિમાને નમવું પાપોપનયન’ પ્રતિમલ્લને બોલાવવા માટે તેવા તેવા પ્રકારનું વચન બોલવું “ઇન્ડવિવા' પૃથ્વી પર પાડવું અને છુપ્તાંકયુદ્ધ વગેરે. આ સર્વ બાબતોને આશ્રયીને ગણને ઘેર ગયેલા સાધુ તેના પુત્રની પ્રશંસા કરે. તે સાંભળીને તે જાણે કે - આ સાધુ પણ મલ્લ છે. ઇત્યાદિ પૂર્વની જેમ જાણવું. ૪૪૧ હવે કર્મ અને શિલ્પનું આજીવન કહે છે : मू.०- कत्तरि पओअणावेक्खवत्थु बहुवित्थरेसु एमेव ॥
कम्मेसु य सिप्पेसु य, सम्ममसम्मेसु सूईयरा ॥४४२॥ મૂલાર્થ એ જ પ્રમાણે કર્મને વિષે અને શિલ્પને વિષે તેના કર્તાને ઘણા અને વિવિધ પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org