________________
!! આજીવકાર અને તેના ભેદો |
(૨૮૭ ગુરુકુળમાં રહ્યો છે. અથવા આ આચાર્યના ગુણ સૂચવે છે ૪૩લા.
ટીકાર્થઃ ભિક્ષાને માટે અટન કરતા કોઈક સાધુએ કોઈ બ્રાહ્મણને ઘેર પ્રવેશ કર્યો. ત્યાં તેના પુત્રને હોમાદિક ક્રિયા કરતો જોઈને તેની સન્મુખ પોતાની જાતિ પ્રકટ કરવા માટે તે બોલે કે – “હોમાદિક ક્રિયાને અવિતથપણે સાચી રીતે વિધિપૂર્વક) કરવાથી આ તારો પુત્ર જણાય છે કે – જાણે શ્રોત્રિયનો પુત્ર છે. અથવા તો આ સમ્યકપ્રકારે ગુરુકુળમાં રહ્યા છે એમ જણાય છે. અથવા આ તારો પુત્ર પોતાના આચાર્યગુણોને સૂચવે છે. તેથી અવશ્ય આ મોટો આચાર્ય થશે. ll૪૩૯
આ પ્રમાણે સાધુએ કહે સતે તે બ્રાહ્મણ બોલે કે – “હે સાધુ, તમે અવશ્ય બ્રાહ્મણ છો કે જેથી આ પ્રમાણે હોમાદિકનું અવિતથ-સાચાપણું જાણો છો.” તે સાંભળીને સાધુ મૌન રહે, આ રીતે પોતાની જાતિ પ્રકટ કરવી તે સૂચાએ કરીને પોતાની જાતિ પ્રગટ કરી કહેવાય. આમ કરવામાં અનેક દોષો છે, તે આ પ્રમાણે – જો તે બ્રાહ્મણ ભદ્રિક (સરળ) હોય તો પોતાની જાતિના પક્ષપાતથી ઘણો આહારાદિક અપાવે. તે પણ જાતિ ઉપજીવનનું નિમિત્ત છે, તેથી ભગવાને નિષિદ્ધ કર્યું છે. અને જો તે બ્રાહ્મણ પ્રાંત અધર્મી) હોય તો આ પાપાત્મા ભ્રષ્ટ થયો, તેણે બ્રાહ્મણપણાનો ત્યાગ કર્યો છે. એમ વિચારીને પોતાના ઘરથી કાઢી મૂકવા વગેરરૂપ કાર્યને કરે. તથા વળી અસૂચા વડે જાતિઆજીવન એ છે કે પૂક્યો કે નહિ પૂક્યો સો સાધુ આહારને માટે પોતાની જાતિને પ્રગટ કરે કે – હું બ્રાહ્મણ છું અહીં પણ હમણાં કહેલા જ દોષો લાગે છે. એ જ પ્રમાણે ક્ષત્રિયાદિક જાતિને વિષે ભાવના કરવી, અને એ જ રીતે કુલાદિકને વિષે પણ ભાવના કરવી. આ જ વાતને કાંઈક વ્યક્ત કરતા સતા કહે
मू.०- सम्ममसम्मा किरिया, अणेण ऊणाऽहिया व विवरीया ॥
समिहामंताहुइठाण-जागकाले य घोसाई ॥४४०॥ મૂલાર્થ: આણે ન્યૂન, અધિક કે વિપરીત ક્રિયા કરી તેથી અસમ્યક ક્રિયા કરી છે, અને સમિધ, મંત્ર, આહુતિ, સ્થાન, ત્યાગ, કાળ તથા ઘોષાદિકને આશ્રયીને સમક્રિયા કરી છે એમ કહે. HI૪૪૦
ટીકાર્થઃ ભિક્ષાને માટે અટન કરતા સાધુ બ્રાહ્મણને ઘેર પ્રવેશ કરી તેના પુત્રને હોમાદિક ક્રિયા કરતો જોઈને તેના પિતા પ્રતિ પોતાની જાતિ પ્રકટ કરવા બોલે કે -- આ તમારા પુત્ર સમ્યફ કે અસમ્યફ ક્રિયા કરી છે. તેમાં અસમ્યફ ક્રિયા ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે ન્યૂન, અધિક અથવા વિપરીત. તથા યથાવસ્થિત સમિધાદિક અને ઘોષાદિકને આશ્રીને સમ્યક ક્રિયા કરી છે, એમ કહે. તેમાં સમિધ એટલે પીપળો વગેરે વૃક્ષોની પ્રતિશાખાના કકડા, મંત્ર એટલે પ્રણવ - ઓ વગેરે અક્ષરની પદ્ધતિ, આહૂતિ એટલે અગ્નિમાં વૃતાદિક દ્રવ્યોનું નાખવું (હોમવું) સ્થાન એટલે ઉત્કટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org