________________
૨૮૬)
II શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II
मू.०- जाई कुल गण कम्मे, सिप्पे आजीवणा उ पंचविहा ॥ सूया असूया व, अप्पाण कहेहि अक्क्के ॥४३७॥
મૂલાર્થ : જાતિ, કુળ, ગણ, કર્મ અને શિલ્પ એ પાંચ પ્રકારે આજીવના છે. તે દરેકના બબ્બે ભેદ છે. પોતાના આત્માને સૂચા વડે અથવા અસૂચા વડે કહે. II૪૩ણા
ટીકાર્થ : આજીવના પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે : ‘જ્ઞાતિવિષયા' જાતિને આજીવનરૂપ કરે, એ જ પ્રમાણે કુળના વિષયવાળી, ગણના વિષયવાળી, કર્મના વિષયવાળી અને શિલ્પના વિષયવાળી, વળી તે આજીવના એક એક ભેદને વિષે બે બે પ્રકારે છે, તે આ પ્રમાણે-સૂચા વડે પોતાના આત્માને કહે (ઓળખાવે) અને અસૂચા વડે કહે. તેમાં સૂચા એટલે વચનની રચનાવિશેષે કરીને કહે, અને અસૂચા એટલે સ્ફુટવચન વડે કહે તે. I૪૩૭ાા
તેમાં જાતિ વગેરેનું લક્ષણ કહે છે :
मू.० - जाइकुले विभासा, गणो उ मल्लाई कम्म किसिमाई ॥
तुलाई सिप्पणावज्ज-गं च कम्मेयराऽऽवज्जं ॥४३८॥
મૂલાર્થ : જાતિ અને કુળને વિષે વિવિધપ્રકારે બોલવું. ગણ એટલે મલ્લાદિ, કર્મ એટલે ખેતી વગેરે અને શિલ્પ એટલે તૂણવું-કાંતવું વગેરે, અથવા અપ્રીતિ કરનાર કર્મ અને અન્યપ્રીતિ કરનાર શિલ્પ કહેવાય છે. ૫૪૩૮॥
ટીકાર્થ : જાતિ અને કુળને વિષે વિભાષા-વિવિધ પ્રકારે ભાષણ કરવું (બોલવું). તે આ પ્રમાણે જાતિ એટલે બ્રાહ્મણાદિક, અને કુલ એટલે ઉગ્નકુલ વગેરે, અથવા માતાથી ઉત્પન્ન થયેલી જાતિ, અને પિતાથી ઉત્પન્ન થયેલ કુલ,‘ળ:' મલ્લ વગેરેનો સમૂહ ‘ર્મ’ ખેતી વગેરે કર્મ, અને ‘શિi’ તૂર્ણાદિ એટલે તૂણવું (તુંદવું), સીવવું વગેરે, અથવા ‘બનાવનું એટલે અપ્રીતિને ઉત્પન્ન કરનાર હોય તે કર્મ, અને બીજું ‘માવર્ગ એટલે પ્રીતિને ઉત્પન્ન કરનાર હોય તે શિલ્પ કહેવાય છે. બીજા આચાર્યો તો એમ કહે છે કે - આચાર્ય વિના ઉપદેશ કરાયું હોય તે કર્મ અને આચાર્યે ઉપદેશ કરેલું હોય તે શિલ્પ : ||૪૩૮॥
તેમાં જે પ્રકારે સાધુ સૂચા વડે પોતાની જાતિ પ્રકટ કરવાથી જાતિ વડે ઉપજીવિકા કરે છે, તે પ્રકારે દેખાડે છે :
मू.० - होमायवितहकरणे, नज्जइ जह सोत्तियस्स पुत्तोति ॥
वसिओ वेस गुरुकुले, आयरियगुणे व सूएइ ॥४३९॥
મૂલાર્થ : હોમાદિક બરાબર કરવાથી જણાય છે કે આ શ્રોત્રિયનો પુત્ર છે, અથવા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org