________________
| નિમિત્તકથનના દોષ ઉપર સાધુનું દષ્ટાંત //
(૨૮૫ તે સર્વ કહેતો હતો. તે વખતે ભોજક ઘેર આવ્યો. તેણીએ તેનો યથોચિત સત્કાર કર્યો, તેણે તેણીને પૂછ્યું કે – “તે મારું આગમન શી રીતે જાણ્યું?” તે બોલી કે – “સાધુના નિમિત્તજ્ઞાનથી જાણ્યું.” ત્યારે તેણે કહ્યું કે – “આની બીજી કોઈ પ્રતીતિ ખાત્રી) છે?” તે બોલી કે – “તમારી સાથે પૂર્વે મેં જે વાતચીત કરી હતી, ચેષ્ટા કરી હતી, અથવા મેં જે સ્વપ્ર જોયું હતું, વળી મારા ગુહ્યપ્રદેશમાં જે તિલક (તલ) છે. તે સર્વ આ સાધુએ બરાબર કહ્યું છે.” ત્યારે ઇર્ષાને લીધે સળગ્યો છે કોપરૂપી અગ્નિ જેનો એવા તેણે સાધુને પૂછ્યું કે - “હે સાધુ, કહે આ ઘોડીના ગર્ભમાં શું છે?” સાધુએ કહ્યું, “પાંચ પુંડ્ર (તિલક) વાળો કિશોર (વછેરો) છે.” તે સાંભળીને તેણે વિચાર્યું કે - “જો આ સત્ય હશે તો મારી ભાર્યાના મષ, તિલકાદિકનું કહેવું પણ સત્ય માનીશ. અન્યથા અવશ્ય આ વિરુદ્ધકર્મને આચરનાર છે. તેથી મારવાલાયક જ છે.” આ પ્રમાણે વિચારીને તેણે ઘોડીનો ગર્ભ વિદાર્યો-ઘોડીને ચીરી નાખી. તડફડતો પાંચ પુંડતિલકવાળા કિશોર (વછેરો) ને (ગર્ભમાંથી નીચે) પડ્યો. તે પછી તે જોઈ તેનો કોપ શાંત થયો, અને તેણે સાધુને કહ્યું કે - “જો આમ ન થયું હોત તો તું પણ ન હોત.” ઇતિઃ સૂત્રનો અર્થ સુગમ છે. ૪૩૬ આ વાતને જ બે ગાથા વડે ભાષ્યકાર વિસ્તારથી કહે છે :
दूरा भोयण एगागि, आगओ परियणस्स पच्चोणी ॥ पुच्छा समणे कहणं, साइयंकार सुमिणाई ॥४२॥ कोवो वडवागन्भं च, पुच्छिओ पंच पुंडमाइंसु ॥
પત્નવિટ્ટે જેવ, તો તુર્દ વિશ્વ વા ૪રા (મ.) મૂલાર્થ : ભોજક દૂર દેશમાં ગયો, ત્યાંથી એકલો પાછો આવ્યો. તેનો પરિજનવર્ગ સન્મુખ આવ્યો. પોતાની સ્ત્રીને પૂછ્યું, તેણીએ સાધુએ કહેલ પ્રતીતિવાળું સ્વપ્રાદિક કહ્યું. /૪રા તે કોપ પામ્યો, ઘોડીનો ગર્ભ પૂછાયો, સાધુએ પાંચપુડવાળી કિશોર કહ્યો. તેણે ગર્ભ ફાડ્યો. જોયો, બોલ્યો કે - “જો આ ન હોત તો તું પણ ન હોત” અથવા આ પ્રમાણે સત્ય નિમિત્તને કહેનારા સાધુ કેટલા હોય? I૪૩ (ભાષ્ય)
ટીકાર્થ : અર્થ સુગમ છે. વિશેષ એ કે ‘પક્વોની સન્મુખ આવવું ‘યંવાર રિ' પ્રતીતિ સહિત સ્વાદિ, વળી અહીં સાધુએ પ્રતીતિ સહિત કહેવા વડે પોતાનો વધ અને પારદારિકપણાનું દૂષણ દૂર કર્યું, પરંતુ “વિતથી સત્ય નિમિત્તને કહી શકે તેવા પ્રકારના કેટલા સાધુ? (અલ્પ જ) તેથી કરીને સર્વથા નિમિત્તનો પ્રયોગ કરવો નહિ ll૪૨-૪૩ (ભાષ્ય)
નિમિત્તદ્વાર કહ્યું. હવે (૪) આજીવકારને કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org