________________
૨૮૪)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / ઠેકાણે ઠેકાણે ધિક્કારને પામ્યો. અને પ્રવચનથી મલિનતા ઉત્પન્ન કરી. આ સૂત્ર સુગમ છે. ૪૩૩૪૩૪ દૂતીદ્વાર કહ્યું. હવે (૩) નિમિત્તદ્વાર કહે છેઃ मू.०- नियमा तिकालविसए वि, निमित्ते छव्विहे भवे दोसा ॥
सज्जं तु वट्टमाणे, आउभए तत्थिमं नायं ॥४३५॥ મૂલાર્થ: ત્રણ કાળ વિષયવાળા પણ છ પ્રકારના નિમિત્તને વિષે નિશ્ચયે દોષો લાગે છે. તેમાં વર્તમાનકાળે આયુષ્યનો ભય તત્કાળ થાય છે. તેમાં આ ઉદાહરણ છે. ૪૩પ ટીકાર્થ : “
ત્રિવપsfપ' ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના વિષયમાં એકેકને વિષે હોતા ‘
પધ” લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવિત, મરણરૂપ છ પ્રકારના નિમિત્તને વિષે અવશ્ય દોષો લાગે છે. અને તે દોષો ‘મામ ઉત્ત' કેટલાક આત્મઘાતી હોય છે એટલે તે સાધુને મારવા વગેરેનાતુરૂપ હોય છે, કેટલાક બનો ઘાત કરનારા હોઈને જે સાધુના અને શેષ જીવના ઘાતના હેતુરૂપ થાય છે. આ ઉપલક્ષણ છે, અને તેથી કેટલાક માત્ર પરના વિઘાત કરનારા હોય છે. તેમાં વર્તમાને વર્તમાનકાળના વિષયમાં “સા.' તત્કાળ પરનો વિઘાત કરાવનાર એવું નિમિત્ત જોયે સતે “ઢ” આ કહેવાશે તે “જ્ઞાત' ઉદાહરણ છે II૪૩પ તે ઉદાહરણને જ કહે છે : मू.०- आकंपिया निमित्तेण, भोइणी भोइए चिरगयम्मि ॥
पुव्वभणिए कहं ते, आगउ ? रुट्ठो य वडवाए ॥४३६॥ મૂલાર્થઃ નિમિત્ત વડે ભોગિનીને વશ કરી, ચિરકાળે ભોજક ઘેર આવ્યો. (પરિજનને) ભોજકે કહ્યું - કેમ તમે મારું આગમન જાણ્યું? ભોજક રોષ પામ્યો. ઘોડીને ચીરી નાખી II૪૩૬
ટીકાર્થઃ કોઈક ગામનો નાયક પટેલ પોતાની ભાર્યાને પાછળ ઘેર મૂકીને દિયાત્રા માટે ગયો, અને તેની તે ભાર્યાને કોઈક સાધુએ નિમિત્ત વડે વશ કરી, દૂર ગયેલા ગામના નાયકે વિચાર્યું કે – “હું ગુપ્ત રીતે એકલો ઘેર જઈને મારી ભાર્યાની ચેષ્ટા જોઉં કે તે દુઃશીલ છે કે સુશીલ છે?” અને તેવામાં તેની ભાર્યાએ સાધુ પાસેથી તેનું આગમન જાણીને સર્વ પરિવારને તેની સામે મોકલ્યો. (તેમને સામે આવેલ જોઈને) ભોજકે તે પરિવારને પૂછ્યું કે – “હે ભાઈઓ ! તમે મારું આગમન શી રીતે જાણ્યું?” તેઓ બોલ્યા કે – “અમને ભોગિનીએ કહ્યું” તે વખતે તે સાધુ ભોજકને ઘેર આવેલ હતો, અને ભોગિનીને પ્રતીતિ - ખાત્રી કરાવવાપૂર્વક (તેણીએ) પોતાના નાયકની સાથે જે વાતચીત કરી હતી, અથવા જે સ્વપ્ન જોયું હતું અથવા તેણીના શરી ઉપર જે મસા, તિલ વગેરે હતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org