________________
|| દૂતીકરણ ઉપર ધનદત્તમુનિ ચરિત્ર
(૨૮૩ जामाइपुत्तपइमारणं च, केण कहियं ति जणवाओ ॥
जामाइपुत्तपइमारएण खंतेण मे सिटुं ॥४३४॥ મૂલાર્થ : બે ગામને વૈર થયું, ત્યાં શય્યાતરી પુત્રીએ પિતાને વધુ (પરિણામ) વૃદ્ધિ પામેલ હોવાનું કહેવરાવ્યું. સંદેશો લઈને પિતા આવ્યો. બધાએ તે જાણ્યો. યુદ્ધ થયું. ૪૩૩ જમાઈ-પુત્ર અને પતિ તે યુદ્ધમાં મરાયા. આ વાત કોણે કરી ? મારા જમાઈ- પુત્ર અને પતિના મારક મારા પિતાએ એ વાત જણાવી. ૪૩૪
ટીકાર્થ વિરતીર્ણ નામે ગામ છે, તેની પાસે ગોકુલ નામે બીજું ગામ છે. વિસ્તીર્ણ ગામમાં ધનદત્ત નામે કુટુંબી રહે છે. તેને પ્રિયમતી નામની ભાર્યા છે. તેમને દેવકી નામની દીકરી છે. તેણીને તે જ ગામમાં સુંદર નામનો માણસ પરણ્યો. તેમને બલિષ્ઠ નામનો પુત્ર થયો અને રેવતિ નામની પુત્રી થઈ. તે રેવતિને (પાસેના તે) ગોકુળગામમાં સંગમ નામનો માણસ પરણ્યો. પ્રિયમતિ આયુષ્યના ક્ષયે મરણ પામી. ધનદત્તે પણ સંસારના ભયથી ભય પામીને પ્રવ્રજયા ગ્રહણ કરી, અને ગુરુની સાથે વિહાર કરવા લાગ્યો. ત્યારપછી (તે ધનદત્ત સાધુ) કેટલેક કાળે ફરીથી વિહારના ક્રમે તે જ (વિસ્તીર્ણ) ગામમાં આવ્યો, અને પોતાની પુત્રી દેવકીની વસતિમાં રહ્યો. તે વખતે તે બન્ને ગામને પરસ્પર વૈર ચાલતું હતું. તેથી વિસ્તીર્ણગામમાં વસનારા લોકોએ ગોકુળ ગ્રામ ઉપર ઘાટી (ધાડ) તૈયાર કરી, અને (તે જ વખતે) ધનદત્ત સાધુ ગોકુળગામમાં ભિક્ષા લેવા ચાલ્યો. તેથી શય્યાતારી દેવકીપુત્રીએ તે (પિતા સાધુ)ને કહ્યું કે - “હે પિતા, તમે ગોકુળગામે જાવ છો. તેથી તમારી દૌહિત્રી (પુત્રીની પુત્રી) રેવતીને કહેજો કે તારી માતાએ સંદેશો કહ્યો છે કે – આ ગામ તારા ગામની ઉપર છન્ન ધાટી (ગુપ્ત ધાડ) વડે આવનાર છે. તેથી તારી સઘળી મિલ્કત એકાંતમાં સ્થાપન કરજે.” ત્યારપછી (ગોકુળ ગામે ગયેલા) તે સાધુએ તે જ પ્રમાણે તેણીને (રેવતીને) કહ્યું. રેવતીએ પોતાના ભર્તાર (સંગમ)ને કહ્યું, સંગમે આખા ગામને કહ્યું. તેથી તે આખું ગામ સત્રદ્ધબદ્ધ કવચવાળું થયું. યુદ્ધ કરવા તૈયાર થયું) પછી બીજે દિવસે વિસ્તીર્ણ ગામના લોકો ઘાટી વડે આવ્યા. પરસ્પર મોટું યુદ્ધ થયું. તેમાં સુંદર અને બલિષ્ઠ (બાપ દીકરો) ધાટી સાથે ગયા હતા, અને સંગમ ગોકુળગામમાં જ વસતો હતો. તે ત્રણેય તે યુદ્ધમાં મરણ પામ્યા. તે વખતે દેવકી, પતિ, પુત્ર અને જમાઈનું મરણ સાંભળી વિલાપ કરવા લાગી. તેને નિવારવા માટે ગામના લોકો આવ્યા અને બોલ્યા કે - “જો ગોકુળ ગામના લોકોએ ધાટી આવતી જાણી ન હોત તો તે તૈયાર થયેલ નહિ હોવાથી યુદ્ધ કરી શકત નહિ અને તેમ થવાથી તારા પતિ વગેરે મરત નહિ તેથી કયા દુષ્ટ માણસે ગોકુળગામને આ વાત જણાવી?” આવું લોકનું વચન સાંભળીને ક્રોધ પામેલી તે બોલી કે - “મેં અજાણપણાથી મારા પિતાદ્વારા મારી પુત્રીને સંદેશો મોકલ્યો હતો. તેથી સાધુવેષને વિડંબના પમાડનાર અને મારા પતિ, પુત્ર અને જમાઈને મરાવનાર તે મારા પિતાએ જ તે ગામને આ વાત જણાવી છે.” ત્યારપછી તે સાધુ લોકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org