________________
૨૮૨).
તે શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. હવે સ્વગ્રામ અને પરગામના વિષયવાળી લોકોત્તરને વિષે છત્રદૂતીને કહે છે : मू.०- दूइत्तं खु गरहियं, अप्पाहिउ बिइयपच्चया भणति ॥
अविकोविया सुया ते, जा आह इमं भणसु खंति ॥४३१॥ મૂલાર્થઃ દૂતીપણું નિદિત છે, એમ જાણતો કોઈ સંદિષ્ટ સાધુ બીજા સાધુના પ્રત્યયથી બોલે કે - તારી પુત્રી જિનશાસનમાં અકુશળ છે, કે – જેણીએ મને કહ્યું કે – મારી માતાને આમ કહેજો . ૪૩૧
ટીકાર્થઃ કોઈક સાધુ કોઈક સ્ત્રીની પુત્રીને “ગપ્પાદિત:' સંદિષ્ટ સંતો (એટલે સંદેશો આપવાનું કહેવાયો સતો) આ પ્રમાણે વિચાર કરે કે – “ખરેખર દૂતીપણું નિંદિત છે, કેમકે - તે સાવદ્યપણું છે.” પછી આ પ્રમાણે વિચારીને ‘હિતી પ્રત્યયાત્' બીજા સંઘાટકના સાધુ મને દૂતીદોષથી દૂષિત થયેલો ન જાણો, તે કારણ માટે જુદી રચના (યુક્તિ) વડે આ પ્રમાણે કહે કે - “વિકવિતા' તે તારી પુત્રી જિનશાસનને વિષે અકુશળ છે, કે – જેણીએ મને કહ્યું કે મારી – “વંતિ’ માતાને આ પ્રમાણે કહેજો. તે સાંભળીને તે (માતા) પણ સંદેશકના અર્થને જાણીને બીજા સંઘાટકના સાધુના ચિત્તનું રક્ષણ કરવા માટે આ પ્રમાણે બોલે કે – તે મારી પુત્રીને નિરાવીશ, કે જેથી ફરી આવો સંદેશો ન કહેવરાવે //૪૩૧ હવે સ્વગ્રામના વિષયવાળી ઉભયપક્ષમાં છત્ર એવી દૂતીને કહે છે : मू.०- उभये वि य पच्छन्ना, खंत कहिज्जाहि खंतियाए तुमं ॥
तं तह संजायंति य, तहेव अह तं करेज्जासि ॥४३२॥ મૂલાર્થ બન્નેને વિષે પ્રચ્છન્નદૂતી આ છે: તમે મારા પિતાને કે માતાને કહેજો. તે કાર્ય તે પ્રમાણે થયું છે. અથવા તે કાર્ય તે પ્રમાણે કરજો. //૪૩૨
ટીકાર્થ ‘મક્ષત્રપ ' લોક અને લોકોત્તરરૂપ પક્ષમાં પ્રચ્છન્નદૂતી આ છે કે – “વંત ત્તિ' અહીં વિભક્તિનો લોપ હોવાથી “વંતી' એટલે મારા પિતાને અથવા “વંતિક્ષાયા:' માતાને તમે કહેજો કે “તત્વ' તે એટલે પ્રસિદ્ધ વિવક્ષિત કાર્ય તે જ પ્રમાણે થયું છે. અથવા તે વિવલિતકાર્ય તે જ પ્રમાણે કરજો. I૪૩રા હવે પ્રગટ એવા પરગ્રામદૂતપણાને આશ્રીને દષ્ટાંતદ્વારા દોષો બતાવે છેઃ मू.०- गामाण दोण्ह वेरं, सेज्जायरि धूय तत्थ खंतस्स ॥
वहपरिणय खंतऽज्झत्थ (प्याह) णं च णाए कए जुद्धं ॥४३३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org